જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉતર્યા ફિલ્ડમાં, ૧૧ તાલુકાની મુલાકાતનું આયોજન
લોધિકા તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક : વિકાસ કામોની ચર્ચા : સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોધીકા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સ્તરીય સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપરાંત તાલુકામાં ચાલતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓની પ્રગતિ, અમલીકરણની વર્તમાન સ્થિતિ અને આવનારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવવી, વિકાસ કાર્યોમાં આવતી વ્યવહારુ મુશ્કેલીઓ, અવરોધો અને પડકારોને ઓળખી તેમના ઝડપી નિરાકરણ માટે અસરકારક વ્યૂહરચના તૈયાર કરવી તથા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલન અને સહકાર વધારીને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવો,વહીવટી કામગીરીને વધુ સરળ,પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.જિલ્લા માં તાલુકા સ્તરે સર્વાંગી વિકાસની નવી ઊર્જા અને નવી ગતિ આપવા આહવાહન કરાયું હતું.મિટિંગ દરમિયાન સંજયભાઈ પીપળીયાએ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, બાંધકામ વિભાગ, સિંચાઈ વિભાગનાં અધિકારી સાથે બેઠક કરી અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને તમામ મુદ્દાઓ પર સકારાત્મક અને ત્વરિત નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી.
નવ નિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતા,દંડક તમામ પદાધિકારીઓ એ સંકલન મિટિંગની શરૂઆત લોધીકા તાલુકાથી શરૂ કરીને હવે આગામી દિવસોમાં નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા અને પદાધિકારીઓ ની ટીમ સમગ્ર રાજકોટ જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં આ પ્રકારે સંકલન મિટિંગોનું આયોજન કરશે. આ વ્યાપક અભિયાન દ્વારા જિલ્લાભરમાં ભાજપ ની કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિકાસ ની રાજનીતિ ને અનુસરીને વિકાસની નવી લહેર ઊભી કરવા,અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે મજબૂત તાલમેલ સ્થાપિત કરવા અને તમામ વિકાસ યોજનાઓને લક્ષ્યાંકિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવશે.
લોધીકા તાલુકા પંચાયત કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દરમિયાન આ મિટિંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ સામતભાઇ બાંભવા,કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા,જિલ્લા પંચાયત સદસ્ય અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા, દિલીપભાઈ સરવૈયા,ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા,તાલુકા ભાજપ પ્રમુખ ડો. પ્રકાશભાઈ વિરડા,મહામંત્રી મયુરસિંહ જાડેજા, સુરેશભાઈ વસોયા,તાલૂકા પંચાયત પ્રમુખ કાજલબેન તારાપરા,ઉપપ્રમુખ શૈલેષભાઇ રાઠોડ, કારોબારી ચેરમેન જયદીપભાઈ ધરડુશિયા,પૂર્વ સદસ્ય મોહનભાઇ દાફડા, યુવા મોરચાનાં મોહિતભાઈ દાફડા,તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કમાણી, તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન બોરીચા,તથા અન્ય વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ,સ્થાનિક અગ્રણીઓ,મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ અંત માં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા અને પદાધિકારીઓ એ જણાવ્યું હતું.


