ડિસ્ટ્રિકટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા મનપાના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન
સ્માર્ટ સિટીને સાકાર કરવા મજબૂત નેતૃત્વ મળ્યું : એસો.
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારો અને રાજકોટ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નેહલભાઈ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા શ્રી હિરેનભાઈ ખીમાણીયા તેમજ દંડક સંજયસિંહ રાણાની વરણી થવા બદલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા તેઓને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરને વધુ વિકસિત અને સ્માર્ટ સિટી બનાવવાના ઉચ્ચ વિચારો ધરાવતું એક ખૂબ જ સુંદર અને ખમીરવંતું યુવા નેતૃત્વ સાંપડયું છે, જે રાજકોટ શહેર માટે ગૌરવની વાત છે. રાજકોટની જનતાની સેવા કરવા માટે પક્ષ દ્વારા આપના પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે ખરેખર ગૌરવપૂર્ણ છે .બહોળા અનુભવ . કાર્યકુશળતા અને જનહિતની ભાવનાના કારણે રાજકોટ શહેર વિકાસ ના નવા શિખરો સર કરસે અને રંગીલું રાજકોટ એક સ્માર્ટ સીટી તરીકે વધુ પ્રગતિ કરશે તેવો અમને દ્રઢ વિસ્વાસ છે શહેર ના સર્વાંગી વિકાસ માટે આપના દરેક પ્રયત્નો સફળ થાય તેવી હાર્દિક શુભેચ્છા રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન તથા રાજકોટ સ્વિમિંગ સાથે સંકળાયેલા તમામ પ્રજાજનો દ્વારા પાઠવવામાં આવેલ છે
આ સુવર્ણ અવસરે નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવા માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત રાજ્યના માજી રમત-ગમત અને બંદર મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, સેક્રેટરી અને સ્વિમિંગ કોચ બંકિમભાઈ જોશી, રાજકોટના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટ ખેલાડી અને રેલવેના પૂર્વ કર્મચારી ચંદ્રસિંહજી બહાદુરસિંહ જાડેજા (રાજકોટના પ્રથમ નેશનલ ગેમ્સના ખેલાડી), એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી પ્રકાશભાઈ કલોલા તેમજ સ્વિમિંગના અગ્રણી કાર્યકર અને રેલવેના નિવૃત્ત કર્મચારી ડી. ડી. જાડેજા (ઘંટેશ્વર, રાજકોટ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


