By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસે આટકોટમાં વડીલ વંદના સારવાર કેમ્પ યોજાયો ​
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસે આટકોટમાં વડીલ વંદના સારવાર કેમ્પ યોજાયો ​

Editor
Last updated: 2026/06/23 at 3:03 PM
2 months ago
Share
ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસે આટકોટમાં વડીલ વંદના સારવાર કેમ્પ યોજાયો  ​
SHARE

​ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસે આટકોટમાં વડીલ વંદના સારવાર કેમ્પ યોજાયો

​કે. ડી. પરવાડિયા હોસ્પિટલ અને માતૃશ્રી પી. કે. બોઘરા મેડિકલ કોલેજ દ્વારા નિશુલ્ક નિદાન, દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરાયા : ​ગામડાના વડીલો માટે વરદાનરૂપ ‘વડીલ વંદના કાર્યક્રમ’ અને ફ્રી બસ સેવાનો ભવ્ય પ્રારંભ : ૯૨૨ દર્દીનું નિદાન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

જસદણના પૂર્વ ધારાસભ્ય અને કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસ નિમિત્તે આટકોટ ખાતે માનવતાવાદી અને સેવાકીય કાર્યોનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આ શુભ અવસરે કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા માતૃશ્રી પી. કે. બોઘરા મેડિકલ કોલેજ દ્વારા એક વિશાળ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જસદણ, વીંછીયા અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવેલા ૯૨૨ દર્દીઓએ નિશુલ્ક સારવાર અને નિદાનનો લાભ લીધો હતો.

આ મહાકેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા હાડકાં અને સાંધાની તપાસ, ગાયનેકોલોજિસ્ટ દ્વારા મહિલાઓના રોગોની તપાસ, કાન-નાક-ગળા (ENT), આંખના રોગો, દાંતની તકલીફો, ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ, જૂનો તાવ, પેટ-આંતરડાના રોગો, હરસ-મસા તેમજ બાળ રોગોનું સચોટ નિદાન કરવામાં આવ્યું હતું.

​સેવાના આ યજ્ઞમાં માત્ર નિદાન જ નહીં, પરંતુ દર્દીઓ માટે મોંઘા ગણાતા એક્સ-રે (X-Ray), સોનોગ્રાફી, સીટી સ્કેન (CT Scan), કાર્ડિયોગ્રામ (ECG), કાનની બહેરાશની તપાસ, લોહી-પેશાબના વિવિધ લેબોરેટરી રિપોર્ટ્સ તેમજ કેન્સર બાયોપ્સી જેવી જટિલ તપાસ પણ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કમર, મણકા અને સાંધાના ઘસારાના દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપી તમામ દર્દીઓને નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

​ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસના આ અવસરને કાયમી સંસ્મરણ બનાવવા માટે હોસ્પિટલ દ્વારા એક ઐતિહાસિક સેવા-પહેલ ‘વડીલ વંદના કાર્યક્રમ’ ની શુભ શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હવેથી હોસ્પિટલની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વડીલોને ઘરઆંગણેથી હોસ્પિટલ સુધી આવવા-જવા માટે તદ્દન ફ્રી બસ સેવા પૂરી પાડવામાં આવશે. ગામડાના આ વડીલોને હોસ્પિટલ લાવી તેમની સંપૂર્ણ આરોગ્ય તપાસ કરી આપવામાં આવશે અને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે અપાશે, જેથી મોટી ઉંમરે તેમને સારવાર માટે ભટકવું ન પડે.

​ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસને હોસ્પિટલ અને મેડિકલ કોલેજની ટીમે સાચા અર્થમાં ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ ના મંત્ર સાથે ઉજવીને આરોગ્ય ક્ષેત્રે નવો રાહ ચીંધ્યો છે. કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, પેરામેડિકલ સ્ટાફ અને ડોક્ટર્સે ભારે જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા
ગાંધીનગર

એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા

Editor By Editor 3 days ago
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ
સૌરાષ્ટ્ર-કચ્છના 355 ગામોમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યોનો ધમધમાટ
વોર્ડ નં.૪માં ૭૯ લોકોના લોહીના નમૂના લેવાયા
પોરબંદરમાં નવોદય વિદ્યાલય દ્વારા પેન્ટીંગ-વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન યોજાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?