By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    4 weeks ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય

Editor
Last updated: 2026/06/20 at 3:18 PM
3 months ago
Share
ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય
SHARE

ગુજરાતમાં EV ક્રાંતિની તૈયારી

ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય

નવી EV પોલિસીથી ખરીદદારોને મળશે વધુ સબસિડી, ચાર્જિંગ સ્ટેશનનું જાળું વિસ્તરશે અને રાજ્ય બનશે EV મેન્યુફેક્ચરિંગ હબ

અગ્ર ગુજરાત, ગાંધીનગર

પેટ્રોલ-ડીઝલના વધતા ખર્ચ, વૈશ્વિક સ્તરે ઊભી થતી ઈંધણ સંકટની સ્થિતિ અને પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર નવી અને વ્યાપક ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી લાવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ નવી નીતિનો મુખ્ય હેતુ ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગમાં વધારો કરવો, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું અને ગુજરાતને EV ઉત્પાદનનું અગત્યનું કેન્દ્ર બનાવવાનો છે.
સરકારના પ્રાથમિક વિચાર મુજબ નવી નીતિ હેઠળ ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ તેમજ ભારે કોમર્શિયલ વાહનો સહિત તમામ પ્રકારના ઈલેક્ટ્રિક વાહનોને આવરી લેવામાં આવશે. ખાસ કરીને સામાન્ય ગ્રાહકોને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા પ્રોત્સાહન મળે તે માટે આકર્ષક લાભો અને રાહતો જાહેર કરવામાં આવશે. હાલમાં પેટ્રોલ અને ડીઝલ વાહનો પર આશરે 6 ટકા RTO ટેક્સ વસૂલવામાં આવે છે, જ્યારે ઈલેક્ટ્રિક વાહનો પર માત્ર 1 ટકા ટેક્સ લાગુ છે. નવી નીતિમાં આ 1 ટકા RTO ટેક્સને પણ સંપૂર્ણપણે નાબૂદ કરીને શૂન્ય કરવાની દરખાસ્ત પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો EV ખરીદદારોને સીધો આર્થિક લાભ મળશે અને વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.
સરકાર EV સબસિડીમાં પણ મોટો વધારો કરવાની તૈયારીમાં છે. હાલમાં અમુક કેટેગરીના વાહનોને જ મળતી સહાયને વિસ્તૃત કરીને તમામ પ્રકારના ઈલેક્ટ્રિક વાહનો માટે લાગુ કરવાની યોજના છે. સાથે જ સબસિડીની રકમને બમણી કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ પગલાંથી રાજ્યમાં EV અપનાવવાનો દર વધુ ઝડપથી વધી શકે છે. ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ EV ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા માનવામાં આવે છે. તેને દૂર કરવા માટે સરકાર પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ અપનાવશે. ખાનગી ઓપરેટરોને ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે વીજળી સબસિડી અને અન્ય પ્રોત્સાહનો આપવામાં આવશે. ઉપરાંત, નવા બિલ્ડિંગ નિયમોમાં ફેરફાર કરીને તમામ નવી રહેણાંક અને કોમર્શિયલ ઇમારતોમાં EV ચાર્જિંગની સુવિધા ફરજિયાત બનાવવાની યોજના પણ વિચારાધીન છે.
સરકાર પોતાના વાહન કાફલામાં પણ મોટા ફેરફાર કરશે. સરકારી વિભાગો, કોર્પોરેશનો અને જાહેર પરિવહન સેવાઓમાં તબક્કાવાર રીતે ઈલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવામાં આવશે. આ નિર્ણયથી માત્ર પ્રદૂષણમાં ઘટાડો જ નહીં, પરંતુ ઈંધણ ખર્ચમાં પણ બચત થશે.
ઉદ્યોગ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને રાજ્યમાં EV અને બેટરી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા વિશેષ પેકેજ જાહેર થઈ શકે છે. રોકાણકારોને જમીન, વીજળી અને કર સંબંધિત રાહતો આપી ગુજરાતને EV મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનો રોડમેપ તૈયાર થઈ રહ્યો છે. રાજ્ય સરકાર ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણ પર મર્યાદાઓ મૂકવા જેવા પગલાં પર પણ વિચાર કરી રહી છે. વર્ષ 2028 બાદ ગ્રીન મોબિલિટીને વધુ વેગ આપવા માટે કડક નિર્ણયો લેવામાં આવી શકે છે.

EV ખરીદદારોને શું મળશે?

ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ શૂન્ય કરવાની વિચારણા
સબસિડીમાં બમણો વધારો શક્ય
તમામ કેટેગરીના EVને લાભ
વાહન ખરીદીનો કુલ ખર્ચ ઘટશે

ચાર્જિંગ સ્ટેશનનું જાળું વિસ્તરશે

PPP મોડલ હેઠળ નવા ચાર્જિંગ સ્ટેશન
ઓપરેટરોને વીજળી સબસિડી
શહેર અને હાઈવે પર ઝડપી સુવિધા
ચાર્જિંગ અંગેની ચિંતા ઘટશે

નવી ઇમારતો માટે ફરજિયાત નિયમ

તમામ નવી બિલ્ડિંગમાં EV ચાર્જિંગ પોઇન્ટ
રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં અમલ
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતો નિર્ણય
ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન

સરકારી વાહનો પણ બનશે ઈલેક્ટ્રિક

સરકારી વિભાગોમાં EVનો ઉપયોગ વધશે
જાહેર પરિવહનમાં ઇલેક્ટ્રિક બસોને પ્રાધાન્ય
ઈંધણ ખર્ચમાં ઘટાડો
કાર્બન ઉત્સર્જન ઓછું થશે

ગુજરાત બનશે EV મેન્યુફેક્ચરિંગ હબ

EV અને બેટરી ઉદ્યોગોને વિશેષ પ્રોત્સાહન
નવા રોકાણો અને રોજગારીની તકો
ઉત્પાદન ક્ષમતામાં વધારો
ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ વિકાસને વેગ મળશે

You Might Also Like

10 ગુંઠા સુધીનો ભાગ ટુકડો ગણાશે

80 હજાર CCTV કેમેરા જોડાશે એક નેટવર્કમાં

 ગુજરાતમાં મંજૂરી સાથે ધમધમતા ૧૦,૭3પ કતલખાના

ગુજરાતમાં ચાંદીપુરાથી વધુ બે બાળકીના મોત

સિકયુરિટી એજન્સીઓની તપાસ કરવા રાજયના પોલીસ વડા મલિકનો આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?