By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: આર્થિક સંકટે લીધો માતા-પુત્રનો ભોગ ; ન્યારાની ખાણમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

આર્થિક સંકટે લીધો માતા-પુત્રનો ભોગ ; ન્યારાની ખાણમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Editor
Last updated: 2026/07/31 at 4:00 PM
2 months ago
Share
આર્થિક સંકટે લીધો માતા-પુત્રનો ભોગ ; ન્યારાની ખાણમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
SHARE

આર્થિક સંકટે લીધો માતા-પુત્રનો ભોગ ; ન્યારાની ખાણમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

એસિડ પીધા બાદ ખાણમાં પડતાં બંનેનાં સારવાર દરમિયાન મોત, જામનગર રોડના મારૂતિનગરમાં રહેતા પરિવારમાં શોક

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી કરુણ ઘટના સામે આવી છે. આર્થિક ભીંસ અને દેવાના બોજથી કંટાળેલા માતા અને પુત્રએ જીવનથી નિરાશ થઈ એક સાથે આત્મઘાતી પગલું ભરતાં સમગ્ર સતવારા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જામનગર રોડ પર રહેતા બંને ઘરેથી નીકળ્યા બાદ પડધરી તાલુકાના ન્યારા ગામના પાટીયા પાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પહેલા એસિડ પીધું અને ત્યારબાદ નજીકની ખાણમાં ઝંપલાવી દીધું હતું. ગંભીર હાલતમાં બંનેને બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન માતા અને પુત્ર બંનેએ અંતિમ શ્વાસ લીધા હતા.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જામનગર રોડ પર બી.એ. ડાંગર કોલેજ પાછળ આવેલા મારૂતિનગર-2 વિસ્તારમાં રહેતા 50 વર્ષીય જયાબેન મનસુખભાઈ નકુમ અને તેમનો 28 વર્ષીય પુત્ર નિલેષભાઈ મનસુખભાઈ નકુમ ગત રોજ ઘરેથી નીકળ્યા બાદ સાંજના સમયે ન્યારા ગામના પાટીયા નજીક પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર બંનેએ સાથે મળીને એસિડ પી લીધું હતું અને ત્યારબાદ નજીક આવેલી ખાણમાં કૂદી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તરત જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પડધરી પોલીસ અને બચાવ ટીમે સ્થાનિકોની મદદથી બંનેને ખાણમાંથી બહાર કાઢી તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે બંનેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી ડોક્ટરોએ તમામ પ્રયાસો કર્યા છતાં પહેલા જયાબેન અને થોડા સમય બાદ તેમના પુત્ર નિલેષભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે પડધરી પોલીસને જાણ કરતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. માતા અને પુત્રની એકસાથે અંતિમયાત્રા નીકળતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી અને અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. નિલેષભાઈ પ્લમ્બિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ આવક ઓછી અને ખર્ચ વધુ હોવાના કારણે તેમણે સગા-સંબંધીઓ પાસેથી ઉછીના નાણા લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ રકમ સમયસર પરત ન કરી શકતાં તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા. આ જ સંજોગોમાં માતા અને પુત્રએ જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હોવાનું પોલીસ માની રહી છે.
જયાબેનને બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં નિલેષભાઈ સૌથી નાના અને અપરિણીત હતા. પરિવારના અન્ય સભ્યો માટે આ ઘટના અસહ્ય આઘાત સમાન બની છે. એક જ દિવસે માતા અને પુત્રને ગુમાવવાના દુઃખથી પરિવારજનો ભાંગી પડ્યા છે.
પડધરી પોલીસે સમગ્ર ઘટનાની વિવિધ પાસાઓથી તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ, આર્થિક વ્યવહારો અને અન્ય સંજોગોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર આર્થિક સંકટ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓની ગંભીરતા સામે લાવી છે. સતત વધતા આર્થિક દબાણ વચ્ચે કેટલાક લોકો નિરાશાના એવા તબક્કે પહોંચી જાય છે જ્યાં તેઓ જીવવાનું જ છોડી દેવાનો નિર્ણય લઈ બેસે છે. માતા અને પુત્રના એકસાથે થયેલા મોતથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?