લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા મનપાના નવનિયુકત મેયર ડો.શુકલનું સન્માન
કેન્દ્રની કામગીરીને બિરદાવતા મેયર
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરની મહાનગરપાલિકાની ચુંટણી બાદ સ્માર્ટ સીટી રાજકોટને નવા, યુવા અને પી.એચ.ડી.ની ઉચ્ચ અભ્યાસની ડીગ્રી ધરાવતાં એવાં ડૉ.નેહલભાઇ શુકલ મેયર તરીકે મળ્યાં છે. આજરોજ લોક વિજ્ઞાન કેન્દ્ર – રાજકોટનાં નિયામક ડૉ. રમેશભાઈ ભાયાણી અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ફાઉન્ડર ટ્રસ્ટી કિશોરભાઇ હેમાણીએ નવનિયુક્ત મેયરની મુલાકાત કરી, અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવ્યાં હતાં. સાથે સાથે કેન્દ્રની પ્રવૃતિઓ અને મેળવેલ સિધ્ધિઓ વિશે અવગત કરાવી, રાજકોટવાસીઓમાં વધુ વૈજ્ઞાનીક અભિગમ કેળવાઈ અને લોક ઉપયોગી કાર્યો માટે આધુનિક ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ સ્માર્ટ સીટી રાજકોટમાં થાય તેવાં કાર્યક્રમોનાં આયોજનો માટે લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ મહાનગરપાલિકા સાથે રહી સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી, નવનિયુક્ત મેયરશ્રી અને ટીમને લોક વિજ્ઞાન કેન્દ્રની રુબરુ મુલાકાત માટેનું આમંત્રણ પાઠવ્યું હતું.
મેયર ડૉ. નેહલભાઇએ લોક વિજ્ઞાન કેન્દ્રના તેમનાં સંસ્મરણો યાદ કરી કેન્દ્રના કાર્યોને બીરદાવ્યાં હતાં સાથે સાથે એ ખાતરી આપી હતી કે વિજ્ઞાનનાં પ્રચાર અને પ્રસાર માટેનાં કોઈપણ કાર્યક્રમોમાં રાજકોટ મહાનગરપાલિકા અને તેમની ટીમ તમામ પ્રકારના સહયોગ માટે તત્પર રહેશે.


