ભારતના પૂર્વ અધ્યક્ષ અણુશક્તિ કમિશનના ચેરમેન ડૉ. અનિલ કાકોડકરે લોક વિજ્ઞાન કેન્દ્રની લીધી મુલાકાત
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોષ્ટ પુરસ્કૃત શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્ષ, રાજકોટ ખાતે ભારતના પૂર્વ અણુશક્તિ કમિશનના ચેરમેન તેમજ ઓપરેશન શક્તિ પોખરણ-2ના પ્રણેતા ડો. અનિલ કાકોડકરે લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધેલી. તેઓએ સમગ્ર વિજ્ઞાન કેન્દ્રના દરેક વિભાગો ની માહિતી મેળવી. આ મુલાકાત દરમિયાન ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે જાણીતા વૈજ્ઞાનિક ડો. જે જે રાવલ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે.ટી.હેમાણી, ગુજરાત વિદ્યાપીઠ ના ભૂતપૂર્વ કુલપતિ શ્રી ડો. અનામિક શાહે તેમને આવકાર્યા અને સંસ્થાનો અહેવાલ આપેલો. તેમજ લોક વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિ અને એસ્ટ્રોનોમી ક્લબની કામગીરી નો અહેવાલ નિલેશભાઈ રાણાએ રજૂ કરેલો. લગભગ 90 મિનિટથી વધુ સંસ્થામાં રોકાયા હતા. નિયામક શ્રી ડો. રમેશભાઈ ભાયાણીએ પુસ્તકો આપી સન્માન કરેલ. આ સમયે ઈસરોના વૈજ્ઞાનિક હરેશભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભૌતિકશાસ્ત્રના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. મિહિર જોશી, અમદાવાદના ડો. હિતેશ પટેલ, પંડિત સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ડો. કાકોડકરજીએ જણાવેલ કે તેઓને સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈને ખુશી થઈ છે આ રીતે કેન્દ્ર લોકો માટે કાર્ય કરે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેઓ લોક વિજ્ઞાન કેન્દ્રના સર્વે સ્ટાફની ઓળખ મેળવી હતી જેમાં સંસ્થાના કોર્ડીનેટર શ્રી મિનેશભાઈ મેઘાણી, તૃપ્તિબેન, પ્રશાંતભાઈ સાથે IP લેબના અવિનાશભાઈ વ્યાસ પાસેથી વિશેષ જાણકારી મેળવી હતી. ડો. કાકોડકર સાહેબ તથા તેમના પત્નીએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રમાં તેઓએ આવીને સર્વેને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી હતી.


