મેયરના આદેશ બાદ તૂટી પડતી મનપાની ફૂડ શાખા
‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ
મારવેલ માર્કેટીંગમાંથી તારીખ વગરના ૧3 પેકેટ ગુલાબ જાંબુના મળ્યા : ૨૮ પેઢીમાં દરોડા, ૨૪૬ કિલો અખાદ્ય ઝડપાયો : 3૧ હજારના દંડની વસુલાત
૧૦ સ્થળેથી ગોલાની સિરપ, મરચા પાવડર, રાજભોગ, વેઝ ચીઝ સેન્ડવીચ, થાબડીના નમૂના લેવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ડી માર્ટ વાળો 50 ft રોડ, કુવાડવા રોડ, જુનો મોરબી રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાના માવા મેઇન રોડ, કિસાનપરા ચોક, મોરબી રોડ જકાતનાકા પાસે હોકર્સ ઝોન, કુંડલિયા કોલેજ સામે હોકર્સ ઝોન, એજી ચોક હોકર્સ ઝોન સ્થળેથી કુલ મળી 93 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 246 K.G અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ 28 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ રૂ.31,300/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ.
150 ft રિંગ રોડ, રૈયા ચોકડી પાસે, વેસ્ટ ગેટ, નાગરિક બેન્ક સામે ફર્સ્ટ ફ્લોર મુકામે આવેલ બાલાજી થાળ (બાલાજી એન્ટર પ્રાઇઝ) પેઢીની તપાસ કરતાં પેરિશેબલ ખાદ્યચીજો જેવી કે લીલી ચટણી, પુરણ પોળીનો માવો ફ્રિજમાં સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ બાંધેલો લોટ/મેંદામાં ધનેડા જોવા મળેલ. તેમજ સ્થળ પરથી મીઠો મસાલો, ચટણી, મરચું પાવડર મળીને અંદાજિત 150 K.G. અખાદ્ય જથ્થાનો નાશ કરેલ તેમજ રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.
માધાપર ઇન્ડસ્ટ્રીયલ અરિયા, એમ.આર.આર. ની સામે, જામનગર રોડ, રાજકોટ મુકામે આવેલ “મારવેલ માર્કેટિંગ” પેઢીની તપાસ કરતા રેકમાં ડિસ્પ્લેમાં રાખેલ કંપની પેક્ડ ગુલાબજાંબુ ના લેબલ પર કોઈ મેન્યુફેક્ચર ડેટ તથા એક્સપાયરી ડેટ જોવા નહીં મળતા આવા કુલ 13 કિ.ગ્રા. જથ્થો અખાદ્ય હોવાનું FBO એ સ્વીકારી આ તમામ જથ્થાનો સ્થળ પર નાશ કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કુલ 10 નમૂના લેવામાં આવેલ જેમાં કાચી કેરી ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ), આઈસ ગોલાનું સિરપ (પાઈનેપલ ફ્લેવર) (લૂઝ): ભુમી આઝાદ હિન્દ ગોલા, અવિસા -1, શોપ નં.1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, ચીકુ ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ): પટેલ ગોલા, ગ્રા. ફ્લોર શોપ નં-8 અવિસા-1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, આઈસ ગોલાનું સિરપ (રાજભોગ ફ્લેવર) (લૂઝ): સ્થળ -પટેલ ગોલા, ગ્રા. ફ્લોર શોપ નં-8 અવિસા-1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ,
વાસ્તુ ઘી (made from cow’s milk): સ્થળ -જય બાલાજી ફૂડ પ્રોડક્ટસ, “ગાયત્રી કૃપા” ગાંધી ગ્રામ, શેરી નં. 6-B, નાણાવટી સર્કલ પાસે, મરચાં પાવડર (લૂઝ): સ્થળ -સ્વામી’ઝ રેસ્ટોરન્ટ & કેટરર્સ, સન સિટી ની સામે સાધુવાસવાણી રોડ, રાજભોગ મઠ્ઠો (લૂઝ): સ્થળ -ગોકુલ ડેરીફાર્મ, કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ ની સામે, પનીર તંદૂરી સેન્ડવિચ (પ્રીપેર્ડ લૂઝ): સ્થળ -મારુતિ સ્નેક્સ, ટુ સ્લાઈસ, રે.સ. નં. ૪૭૫,ધ સિટી સેન્ટર, ગ્રા.ફ્લો. શો રૂમ નં. ૨૯, રૈયા રોડ, વેજ ચીઝ સેન્ડવિચ સ્ટફિંગ (પ્રીપેર્ડ લૂઝ): સ્થળ -મારુતિ સ્નેક્સ, ટુ સ્લાઈસ, રે.સ. નં. ૪૭૫, ધ સિટી સેન્ટર, ગ્રા.ફ્લો. શો રૂમ નં. ૨૯, રૈયા રોડ, થાબડી (સ્વીટસ લૂઝ): સ્થળ -શ્રી રાઘવેન્દ્ર સ્વીટ્સ, રવિરાજ કોમ્પ્લેક્સ-૨, નાના માવા રોડ, રાજકોટ ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતાં.


