By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

Editor
Last updated: 2026/05/14 at 4:07 PM
4 weeks ago
Share
ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય
SHARE

ગલ્ફના સંકટ સામે ભારતનો માસ્ટરસ્ટ્રોક

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

ગેલ, IOC અને EIL તૈયાર કરશે ફિઝિબિલિટી રિપોર્ટ

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

ઇરાન યુદ્ધ બાદ હોર્મુઝ જળ માર્ગ ઉપર ઊભી થયેલી અસ્થિર પરિસ્થિતિએ ભારત સહિત અનેક દેશોની ઊર્જા સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને ક્રુડ ઓઇલ અને એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) સપ્લાય પર પડેલા પ્રભાવને ધ્યાનમાં રાખીને હવે ભારત સરકારે ગલ્ફ દેશો સાથે ઊર્જા પુરવઠા માટે વૈકલ્પિક અને લાંબા ગાળાનું સોલ્યુશન તૈયાર કરવાની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની નીચે અંદાજે 2000 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇન બિછાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના માટે અંદાજે રૂ. 40 હજાર કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હોર્મુઝ જળ માર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંનો એક માનવામાં આવે છે. વિશ્વના મોટા ભાગનું ક્રુડ ઓઇલ અને ગેસ આ જ માર્ગ મારફતે વિવિધ દેશોમાં પહોંચાડવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઇરાન અને પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી તંગદિલી બાદ આ માર્ગ ઉપર જહાજોની અવરજવર પ્રભાવિત થતા ભારત માટે ઊર્જા પુરવઠાની ચિંતાઓ વધી ગઈ હતી. ભારત પોતાની ગેસ જરૂરિયાતનો મોટો હિસ્સો ગલ્ફ દેશોમાંથી આયાત કરે છે અને તેમાં ઓમાન મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ઉભર્યું છે.
આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે હવે માત્ર જહાજો અને ટેન્કરો ઉપર નિર્ભર રહેવાના બદલે સીધી ડીપ વોટર ગેસ પાઇપલાઇન વિકસાવવાનો નિર્ણય કર્યો છે. સમુદ્રની અંદર બિછાવવામાં આવનાર આ પાઇપલાઇન ઓમાનને ગુજરાતના પશ્ચિમ કિનારા સાથે સીધી રીતે જોડશે. પ્રાથમિક અંદાજ મુજબ આ પાઇપલાઇન દ્વારા દરરોજ લગભગ 31 એમએમએસસીએમડી (મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ) ગેસનું પરિવહન શક્ય બનશે. કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટને ઊર્જા સુરક્ષા માટેના સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. હાલ ગેસ સપ્લાય માટે ભારત મોટા પ્રમાણમાં એલએનજી ટેન્કરો ઉપર નિર્ભર છે, પરંતુ જો દરિયાઈ માર્ગોમાં વિક્ષેપ સર્જાય તો પુરવઠા ઉપર સીધી અસર પડે છે. પાઇપલાઇન તૈયાર થયા બાદ આવી પરિસ્થિતિઓમાં પણ સતત અને અવરોધરહિત ગેસ સપ્લાય જાળવી શકાય તેવી શક્યતા છે.
આ પ્રોજેક્ટ માટે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (GAIL), એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા સંયુક્ત રીતે ટેક્નિકલ અને આર્થિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સમુદ્રની નીચે આટલી લાંબી પાઇપલાઇન બિછાવવાની ટેક્નિકલ મુશ્કેલીઓ, સુરક્ષા વ્યવસ્થા, જાળવણી ખર્ચ અને ગેસ પરિવહનની વ્યાવસાયિક વ્યવહારિકતા અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસ પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર સમક્ષ આખરી પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
ઊર્જા નિષ્ણાતોના મતે, જો આ પ્રોજેક્ટ સફળ થાય તો ભારત માટે ગલ્ફ દેશો સાથે સીધી ઊર્જા કનેક્ટિવિટી ઉભી થશે, જે ભવિષ્યમાં દેશની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને વૈશ્વિક યુદ્ધ, દરિયાઈ તણાવ અથવા વેપાર અવરોધ જેવી પરિસ્થિતિમાં ભારતને મોટો આધાર મળશે.
ગુજરાતના બંદરોને આ પ્રોજેક્ટમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રાજ્ય પહેલેથી જ પેટ્રોકેમિકલ અને એલએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. હવે ઓમાનથી સીધી ગેસ પાઇપલાઇન ગુજરાત સુધી પહોંચશે તો રાજ્ય ઊર્જા હબ તરીકે વધુ મજબૂત બનશે. ઉપરાંત, ગેસ સપ્લાય વધવાથી ઉદ્યોગો, વીજ ઉત્પાદન અને શહેર ગેસ વિતરણ ક્ષેત્રને પણ ફાયદો થશે.
ભારત હાલમાં પોતાની કુલ ગેસ જરૂરિયાતનો આશરે 75 ટકા હિસ્સો મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત કરે છે. હોર્મુઝ જળ માર્ગમાં વિક્ષેપ બાદ સરકારે વૈકલ્પિક સપ્લાય ચેઇન વિકસાવવા ઉપર ભાર મૂક્યો છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટ પણ એ જ વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારત આ પ્રોજેક્ટ માટે મધ્ય પૂર્વના દેશો સાથે રાજદ્વારી અને વ્યૂહાત્મક ચર્ચાઓ કરી રહ્યું છે. ભવિષ્યમાં ઊર્જા ક્ષેત્રે લાંબા ગાળાના સહકાર અને રોકાણ માટે આ પ્રોજેક્ટને ગેમચેન્જર તરીકે જોવામાં આવી રહ્યો છે.

શું છે હોર્મુઝ જળ માર્ગનું મહત્વ ?

* વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક
* ગલ્ફ દેશોમાંથી ક્રુડ ઓઇલ અને ગેસ સપ્લાય માટે મુખ્ય રૂટ
* વૈશ્વિક ઓઇલ સપ્લાયનો મોટો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે
* ઇરાન અને ઓમાન વચ્ચે આવેલા આ માર્ગમાં તણાવ વધે તો વિશ્વ બજાર ઉપર સીધી અસર પડે છે
* ભારત સહિત એશિયાઈ દેશો માટે ઊર્જા પુરવઠાનો મુખ્ય માર્ગ

ભારતના નવા પ્રોજેક્ટની ખાસિયતો

* ઓમાનથી ગુજરાત સુધી અંદાજે 2000 કિ.મી. લાંબી પાઇપલાઇન
* સમુદ્રની નીચે ડીપ વોટર ટેક્નોલોજીથી બિછાવવામાં આવશે
* અંદાજિત ખર્ચ રૂ. 40 હજાર કરોડ
દરરોજ 31 એમએમએસસીએમડી ગેસ સપ્લાય ક્ષમતા
* ગેલ, ઇન્ડિયન ઓઇલ અને એન્જિનિયર્સ ઇન્ડિયા તૈયાર કરશે ફિઝિબિલિટી રિપોર્ટ

ભારતને શું મળશે ફાયદો ?

* હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટશે
* યુદ્ધ કે દરિયાઈ તણાવ વચ્ચે પણ ગેસ સપ્લાય ચાલુ રહેશે
* ગુજરાત ઊર્જા હબ તરીકે વધુ મજબૂત બનશે
* ઉદ્યોગો અને વીજ ઉત્પાદન ક્ષેત્રને સતત ગેસ મળશે
* દેશની ઊર્જા સુરક્ષા લાંબા ગાળે મજબૂત બનશે

 

You Might Also Like

ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો

12 વર્ષ… 4383 દિવસ… અને એક જ નામ : મોદી હી મોદી

ફયુઅલ શોકથી ફેમિલી બજેટ પર વોર ; નાણામંત્રીની ચિંતા

દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી

પેટ્રોલ-ડિઝલ બાદ હવે દવાઓ પર મોંઘવારીનો પ્રહાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સિવિલમાં સ્પેશ્યાલિસ્ટોની અછત, દર્દીઓ ખાનગીમાં જવા મજબૂર
રાજકોટ

રાજકોટ સિવિલમાં સ્પેશ્યાલિસ્ટોની અછત, દર્દીઓ ખાનગીમાં જવા મજબૂર

Editor By Editor 6 days ago
રાજકોટમાં હાર્ટ એટેક અને અચાનક બેભાન થવાની ઘટનાથી પાંચના મોત
રાજકોટ કમલમની મુલાકાત લેતા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ અને મંત્રી
હેલેન્ડા પાસે પદયાત્રા સંઘ પર ટ્રક ફળી વળતા બે મહિલાના મોત
ભાવનગર રોડ પર ઠાકર ઘણી હોટેલમાં ધડાકા સાથે કુલંટ બોટલ ફાટતા યુવાનનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?