રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો
અજમેરથી દારૂનો જથ્થો વેચવા માટે લાવ્યો હતો : ટ્રેનમાંથી નીચે ઉતરતાની સાથે જ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ રેલ્વે સ્ટેશન પર મુઝફરપુર- પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતારતા ગોંડલના શખ્સને 50 બોટલ દારૂના જથ્થા સાથે રેલ્વે એલસીબી લની ટીમે ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સની પૂછતાછ કરતા તે અજમેરથી દારૂનો વેચવા માટે લાવ્યો હોવાની કબુલાત આપી હતી.
દરોડાની વિગત મુજબ, પશ્ચિમ રેલ્વે અમદાવાદ એલસીબીના પીઆઈ જે.આર.દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ રેલવે એલસીબી પીએસઆઇ જે.એચ.પરમારની રાહબરીમાં ટ્રેનમાં દારૂની હેરાફેરી ન થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સૂચનાના પગલે ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાજકોટ રેલવે સ્ટેશન ખાતે મુઝફરપુર- પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી એક શંકાસ્પદ હાલતમાં રાજકોટ રેલવે સ્ટેશને ઉતારતા પોલીસે આ શખ્સ પાસે રહેલ સામાન ચેક કરતા તેમાંથી રૂ.8130 ની કિંમતનો 50 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બાદમાં આ શખ્સની પુછતાછ કરતા તેણે પોતાનું નામ સીપ્ટેનરજા શબ્બીરભા મીઠાણી(ઉ.વ. 21 રહે. નાની બજાર,ગુંદાળા શેરી, ગોંડલ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી પ્રોહિબિશન એટકની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની સઘન પૂછતાછ કરતા દારૂની આ બોટલો તે અજમેરથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી અને દારૂનો આ જથ્થો ગોંડલ વેચવા માટે લઈ જતો હોવાનું જણાવ્યું હતું . આ કામગીરીમાં એલસીબીના પીએસઆઇ જે.એચ. પરમારની રાહ ભરી હેઠળ એએસઆઈ આર.સી. પટેલ, બલભદ્રસિંહ, કોન્સ્ટેબલ હસમુખભાઈ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.


