By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    3 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    6 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ

Editor
Last updated: 2026/06/05 at 4:55 PM
15 minutes ago
Share
રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ
SHARE

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન

રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ

મોંઘવારીની જેલનું નિર્માણ કરી સામાન્ય જનતાને કેદી દર્શાવી, ખાદ્યતેલના ડબ્બાનો વિશેષ ડ્રેસ પહેર્યો, નીટ પેપર લીક કૌભાંડનો રથ કાઢી છાત્રોને થયેલા અન્યાયને દર્શાવતા પ્રતિકો મૂકાયા

કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પાઠવ્યું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સમગ્ર દેશ આજે બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ બેકાબૂ મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન દુષ્કર બન્યું છે તો બીજી તરફ NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત સામે આવી રહેલા પેપર લીક કૌભાંડના કારણે લાખો યુવાનોના સપનાઓ અને ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. દેશની જનતા અને યુવાનોને આર્થિક તથા માનસિક રીતે બરબાદ કરતી આ બંને સમસ્યાઓ સામે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશ ભાઈ વોરા, અને રાજકોટ ના પ્રભારી જેનીબેન ઠુંમર સહિત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળ નીતિઓ સામે અનોખી રીતે વિરોધ નોંધાવવા માટે  “મોંઘવારીની જેલ” નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જેલમાં “સામાન્ય જનતા”ને કેદી તરીકે દર્શાવી એ સંદેશ આપવામાં આવ્યો હતો કે આજે દેશની પ્રજા મોંઘવારીના બોજ હેઠળ જેલવાસ ભોગવી રહી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલ, દૂધ, દાળ, ડુંગળી, બટાકા, ટામેટા સહિતની રોજિંદી જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ સામાન્ય પરિવારોનું બજેટ ખોરવી નાખ્યું છે.

આ ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ખાદ્યતેલના  ડબ્બાના વિશેષ વેશ (ડ્રેસ) ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.પ્રતિક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે રસોડાની સૌથી આવશ્યક વસ્તુ ગણાતા ખાદ્યતેલના ભાવોમાં થયેલા બેફામ વધારાએ ગૃહિણીઓ અને સામાન્ય પરિવારોને ભારે આર્થિક સંકટમાં ધકેલી દીધા છે. આજે સામાન્ય માણસ પોતાની આવકનો મોટો હિસ્સો માત્ર જીવનજરૂરી વસ્તુઓ ખરીદવામાં જ ખર્ચી નાખવા મજબૂર બન્યો છે.

NEET પેપર લીક કૌભાંડના વિરોધમાં  ” રથ” તૈયાર કરવામાં આવ્યો હતો. રથ પર પેપર લીક, ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયને દર્શાવતા પ્રતિકો મૂકવામાં આવ્યા હતા. આ રથ દ્વારા કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને શિક્ષણ વ્યવસ્થામાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજા   રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા રાજકોટ શહેરના પ્રભારી જેનીબેન ઠુંમર સહિત ડૉ. હેમાંગભાઈ વસાવડા,જસવંતસિંહ ભટ્ટી મહેશભાઈ રાજપુત ડી.પી મકવાણા,નરેન્દ્ર સોલંકી,અતુલભાઇ રાજાણી સંજય અજુડીયા વશરામભાઈ સાગઠીયા, મુકેશભાઈ ચાવડા,અર્જુનભાઈ ચૌહાણ ઇબ્રાહીમભાઇ સોરા દીપ્તિબેન સોલંકી રસીલાબેન ગરૈયા, સુધા બા વાઘેલા મનીષાબેન રોજાસરા,નીતિન ભાઈ ભંડેરી  આદિત્ય સિહ ગોહિલ, બ્રિજરાજ રાણા, મુકુંદભાઈ ટાંક, રવિ જીતિયાં,  જયદીપ મયાત્રા,ગોપાલ અનડકડ ,સુરેશ બથવાર રૈયાભાઈ બાંભવા જીતુભાઈ રાઠોડ, કેબી જોશી રતિલાલભાઈ ડોબરીયા ટીનુભા જાડેજા ઠાકરશીભાઈ ગજેરા ઉમેશભાઈ ઝાપડિયા,સામતભાઈ માલકીયા જયંતીભાઈ માલકીયા,ભરતકુમાર ગોયાણી અફઝલભાઈ  મહેતર, યુનુસભાઈ જુણેજા, તુષારભાઈ નંદાણી સુરેશભાઈ ગરૈયા પ્રદીપભાઈ ભંડેરી મુકેશભાઈ રબારી, મેહુલભાઈ મકવાણા હિરલબેન રાઠોડ,નયના બા જાડેજા, કંચનબેન વાળા, યોગીતાબા જાડેજા બીપીનભાઈ રાઠોડ, રાઠોડ ધ્રુમિલ, મનીષા બા વાળા, આભા દેસાઈ, શાંતાબેન મકવાણા જસુબેન  ચંદ્રિકાબેન વરાણીયા  વિભૂતિબેન ત્રિવેદી, દીપુ રવિયા,,હેમાંગીની ગોંડલિયા, ભાવનાબેન વાઘેલા નિલેશભાઈ મારુ,ઉકેશ રબારી,ભાવેશ વાઘેલાહસુભાઈગોસ્વામી,

સલીમભાઈ જીતેશ વાઘેલા,મેપાભાઈ કણસાગરા કારિયાણી નરેશભાઈ સાગઠીયા, ગૌરવ ખીમસુરીયા, યજ્ઞેશ દવે મહિપાલભાઈ હરેશભાઈ ભારાઈ પ્રવીણભાઈ રોજાસરા, અક્ષાંશ ગોસ્વામી,રમેશભાઈ ચુડાસમા,રસિકભાઈ ભટ્ટ,વિજયસિંહ જાડેજા દુર્ગેશભાઈ ચૌહાણ જય સોલંકી માધવ ઉપાધ્યાય મયુર રાઠોડ પરેશ પટેલ નરેન્દ્ર પટેલ રાહુલ સોલંકી જીતેન્દ્રભાઈ ઠાકોર અમિતભાઈ ઠાકોર અલ્પેશભાઈ વાઘેલા દિલીપભાઈ આસવાણી ભુપતભાઈ ગોસાઈ મિલનભાઈ પરમાર સમીરભાઈ ચૌહાણ અલ્પેશભાઈ મીર આર્યન પટેલ મુકેશભાઈ મકવાણા ગૌરવ પૂજારા, જીગ્નેશભાઈ વાગડિયા, દીપેનભાઈ ભગદેવ, આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને પેપર લીક કૌભાંડ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. “મોંઘવારીની જેલ” અને “તેલના ડબ્બા”ના અનોખા પ્રતિકો સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા હતા અને તેના માધ્યમથી સામાન્ય જનતાની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સરકાર નિષ્ક્રિય દર્શક બનીને તમાશો જોઈ રહી છે: શહેર પ્રમુખ

શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે,

“દેશમાં મોંઘવારીનો એવો વિસ્ફોટ થયો છે કે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલ, દૂધ, દાળ, શાકભાજી સહિત દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્રજાની આવક વધી નથી પરંતુ ખર્ચ અનેકગણો વધી ગયો છે. આજે સામાન્ય જનતા મોંઘવારીની જેલમાં કેદ થઈ ગઈ છે અને સરકાર નિષ્ક્રિય દર્શક બનીને તમાશો જોઈ રહી છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દેશ ચલાવવો સરકારનું કામ છે, માત્ર પ્રચાર કરવો નહીં. જ્યારે જનતા મોંઘવારીના મારથી ત્રાહિમામ પોકારી રહી હોય, યુવાનો બેરોજગારીથી પરેશાન હોય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાતી હોય ત્યારે સરકારને પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી લેવી જોઈએ. જો જનતાને રાહત આપી શકતા નથી તો સત્તા પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર પણ રહેતો નથી.”

સરકારની નિષ્ફળતાથી દુખદ ઘટનાઓ બની: જેનીબેન

પેપર લીકના કારણે અનેક વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવમાં આવ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા જેવા પગલાં પણ ભર્યા છે. આ માત્ર આત્મહત્યા નથી, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ વ્યવસ્થાના કારણે થયેલી દુઃખદ ઘટનાઓ છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને જવાબદારો સામે કડકમાં કડક સજા કરવી જોઈએ.

You Might Also Like

શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય

જૂના ચહેરા આઉટ, કેડર નેતાઓને દિલ્હીની ટિકિટ

વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત

પડધરીની ડોંડી નદી કાંઠે મહિલાની આબરૂ લૂંટનારને અદાલતે ફટકારી આજીવન કેદ

નર્સિંગ વિદ્યાર્થીનીને સરધારમાં બંધક બનાવી દુષ્કર્મ, છોડવા માટે પિતા પાસે 20 લાખની ખંડણી મંગાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન
ભાવનગર

ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન

Editor By Editor 4 days ago
JEE એડવાન્સનું પરિણામ જાહેર, રાજકોટનો વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્ર ટોપર
વલ્લભીપુરના પાણવી ગામમાં હાઇવેની કામગીરીના કારણે ગટરના પાણી ભરાયા, રોગચાળાનો ભય
‘યુનિવર્સલ એફિડેવિટ’ અમલમાં મૂકવાના લેવાયેલા નિર્ણયને આવકારતા ધારાસભ્ય ઉદય કાનગડ
સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?