By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરાં છોટા શકીલના શાર્પ શૂટરને પાંચ વર્ષની કેદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદગુજરાત

ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરાં છોટા શકીલના શાર્પ શૂટરને પાંચ વર્ષની કેદ

agragujaratnews
Last updated: 2024/11/28 at 3:13 PM
1 year ago
Share
ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરાં છોટા શકીલના શાર્પ શૂટરને પાંચ વર્ષની કેદ
SHARE

 

Contents
પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયાની હત્યાના કાવતરામાં સામેલ છોટા શકીલના શાર્પ શૂટરને ગુજસીટોક કોર્ટે પાંચ વર્ષની જેલ સજા ફટકારી છે. જયારે બીજા આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.જાણવા મળતી વિગત મુજબ ગોરધન ઝડફીયાની હત્યાનું કાવતરૂ ઘડવાના ચકચાર ભર્યા ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલા કેસમાં સ્પે.ગુજસીટોક કોર્ટના જજ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ કે.એમ.સોજીત્રાએ છોટા શકીલના શાર્પશૂટર ઇરફાન ઉર્ફે કાલિયા ઇસ્માઇલ શેખને પાંચ વર્ષની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. ગુજરાત રાજયમાં ગુજસીટોક કાયદા હેઠળ સજા ફટકારતો આ પહેલો ચૂકાદો કોઇ બહુ મહત્વનો મનાઇ રહ્યો છે. કોર્ટ આ કેસમાં અન્ય આરોપી સીંધેશ ખરાડેને પુરાવાના અભાવે છોડી મૂકયો હતો.સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એકટ મુજબ ગુનો પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય અને કાયદામાં નિર્દિષ્ટ જોગવાઇ મુજબ સજા કરવી ન્યાયોચિત છે. નોંધનીય છે કે ૨૦૨૦માં છોટા શકીલના ઇશારે ગોરધન ઝડફીયાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પરંતુ પર્દાફાશ કરી બે આરોપીને ઝડપી લીધા હતા.કેસની વિગત મુજબ ગત તા.૧૯-૮-૨૦૨૦ના રોજ શહેરના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી ગુજરાત એટીએસના અધિકારીઓએ આરોપી શાર્પ શૂટર ઇરફાન ઉર્ફે કાલિયા ઇસ્માઇલ શેખ હતો. તેના વોટસઅપમાંથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ૨૦૦૨માં રાજયના ગૃહપ્રધાન રહી ચૂકેલા ગોરધન ઝડફીયાનો ફોટો મળી આવ્યો હતો. શાર્પ શૂટરને આ મેસેજ નેધરલેન્ડના નંબરથી મળ્યો હતો. જયારે તેણે કમલમની રેકીનો વીડિયો નેધરલેન્ડના નંબર પર મોકલ્યો હોવાની વાત સામે આવી હતી. છોટા શકીલના ઇશારે તે ઝડફીયાની હત્યા કરવા અહીં આવ્યો હતો. આ કેસમાં બાદમાં અન્ય આરોપી સીધેશ ખરાડેની પણ ધરપકડ કરાઇ હતી. સમગ્ર કેસમાં એટીએસ દ્વારા ગુજસીટોકના કાયદા અને આઇપીસીની કલમો હેઠળ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું.આ કેસ સ્પે. કોર્ટમાં ચાલતા ખાસ સરકારી વકીલે ૨૪ સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં દલીલ કરી હતી કે ગુજસીટોકના કાયદા હેઠળનો આ બહુ ગંભીર પ્રકારનો કેસ છે. રાજકીય નેતાની હત્યા કરવા માટે આરોપી આવ્યો હતો, આરોપી પાસેથી ગેરકાયદે સિલ્વર કલરની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા છે. આખોય કેસ નિ:શંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ગુજસીટોક કાયદાના કેસમાં રાજયનો પ્રથમ ચૂકાદો આપતાં કોર્ટે આરોપી ઇરફાન ઉર્ફે કાલીયા ઇસ્માઇલ શેખને પાંચ વર્ષની સજા ફટકારી હતી.

સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટનો વિસ્તૃત ચૂકાદો : કેસમાં બીજા આરોપીનો નિર્દોષ છુટકારો

 

 

પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયાની હત્યાના કાવતરામાં સામેલ છોટા શકીલના શાર્પ શૂટરને ગુજસીટોક કોર્ટે પાંચ વર્ષની જેલ સજા ફટકારી છે. જયારે બીજા આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.
જાણવા મળતી વિગત મુજબ ગોરધન ઝડફીયાની હત્યાનું કાવતરૂ ઘડવાના ચકચાર ભર્યા ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલા કેસમાં સ્પે.ગુજસીટોક કોર્ટના જજ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ કે.એમ.સોજીત્રાએ છોટા શકીલના શાર્પશૂટર ઇરફાન ઉર્ફે કાલિયા ઇસ્માઇલ શેખને પાંચ વર્ષની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. ગુજરાત રાજયમાં ગુજસીટોક કાયદા હેઠળ સજા ફટકારતો આ પહેલો ચૂકાદો કોઇ બહુ મહત્વનો મનાઇ રહ્યો છે. કોર્ટ આ કેસમાં અન્ય આરોપી સીંધેશ ખરાડેને પુરાવાના અભાવે છોડી મૂકયો હતો.
સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એકટ મુજબ ગુનો પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય અને કાયદામાં નિર્દિષ્ટ જોગવાઇ મુજબ સજા કરવી ન્યાયોચિત છે. નોંધનીય છે કે ૨૦૨૦માં છોટા શકીલના ઇશારે ગોરધન ઝડફીયાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પરંતુ પર્દાફાશ કરી બે આરોપીને ઝડપી લીધા હતા.
કેસની વિગત મુજબ ગત તા.૧૯-૮-૨૦૨૦ના રોજ શહેરના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી ગુજરાત એટીએસના અધિકારીઓએ આરોપી શાર્પ શૂટર ઇરફાન ઉર્ફે કાલિયા ઇસ્માઇલ શેખ હતો. તેના વોટસઅપમાંથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ૨૦૦૨માં રાજયના ગૃહપ્રધાન રહી ચૂકેલા ગોરધન ઝડફીયાનો ફોટો મળી આવ્યો હતો. શાર્પ શૂટરને આ મેસેજ નેધરલેન્ડના નંબરથી મળ્યો હતો. જયારે તેણે કમલમની રેકીનો વીડિયો નેધરલેન્ડના નંબર પર મોકલ્યો હોવાની વાત સામે આવી હતી. છોટા શકીલના ઇશારે તે ઝડફીયાની હત્યા કરવા અહીં આવ્યો હતો. આ કેસમાં બાદમાં અન્ય આરોપી સીધેશ ખરાડેની પણ ધરપકડ કરાઇ હતી. સમગ્ર કેસમાં એટીએસ દ્વારા ગુજસીટોકના કાયદા અને આઇપીસીની કલમો હેઠળ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું.
આ કેસ સ્પે. કોર્ટમાં ચાલતા ખાસ સરકારી વકીલે ૨૪ સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં દલીલ કરી હતી કે ગુજસીટોકના કાયદા હેઠળનો આ બહુ ગંભીર પ્રકારનો કેસ છે. રાજકીય નેતાની હત્યા કરવા માટે આરોપી આવ્યો હતો, આરોપી પાસેથી ગેરકાયદે સિલ્વર કલરની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા છે. આખોય કેસ નિ:શંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ગુજસીટોક કાયદાના કેસમાં રાજયનો પ્રથમ ચૂકાદો આપતાં કોર્ટે આરોપી ઇરફાન ઉર્ફે કાલીયા ઇસ્માઇલ શેખને પાંચ વર્ષની સજા ફટકારી હતી.

You Might Also Like

વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા

લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ

નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું
રાજકોટ

ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું

Editor By Editor 1 day ago
ઓગષ્ટ મહિનામાં આભમાંથી વરસશે અનરાધાર વરસાદ
સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લાની નવી ટીમની રચના
 શ્રી ખોડલધામ મંદિરે જાન્યુઆરીમાં યોજાશે દશાબ્દી મહોત્સવ’
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?