By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરકારી ૧૭,૧૪૧ શાળાઓને લાગ્યા કાયમી તાળા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સરકારી ૧૭,૧૪૧ શાળાઓને લાગ્યા કાયમી તાળા

Editor
Last updated: 2026/07/28 at 4:30 PM
1 day ago
Share
સરકારી ૧૭,૧૪૧ શાળાઓને લાગ્યા કાયમી તાળા
SHARE

સરકારી ૧૭,૧૪૧ શાળાઓને લાગ્યા કાયમી તાળા

પાંચ વર્ષના આંકડા જાહેર કરતી કેન્દ્ર સરકાર : દેશના મોટા રાજયોમાં ચિંતાજનક સ્થિતિ, રાજસ્થાન, ગુજરાતમાં સરકારી શાળામાં વધારો

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

શું દેશમાં સરકારી શાળાઓ બંધ થઈ રહી છે? જો શાળાઓ ઘટી રહી છે તો બાળકોના શિક્ષણ પર તેની શું અસર પડશે? આવા અનેક સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં કેટલાક ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે, જેનાથી સરકારી શાળાઓની સ્થિતિ અંગે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદોરિયાના એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે 2021-22 ની સરખામણીમાં 2025-26 સુધીમાં દેશભરમાં 17,000 થી વધુ સરકારી શાળાઓ ઓછી થઈ છે.

જોકે, સરકારે આ પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સંસદમાં આપેલી માહિતી મુજબ વર્ષ 2021-22 માં દેશમાં કુલ 1,022,386 સરકારી શાળાઓ હતી. વર્ષ 2025-26 સુધીમાં આ સંખ્યા ઘટીને 1,005,245 થઈ ગઈ. સીધો અર્થ એ છે કે માત્ર 5 વર્ષના ગાળામાં આશરે 17,141 સરકારી શાળાઓનો ઘટાડો નોંધાયો છે. શાળાઓ ઘટવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ શાળા ખોલવી, બંધ કરવી કે તેને અન્ય શાળા સાથે મર્જ (ભેગી) કરવી, તે નિર્ણય સંપૂર્ણપણે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારક્ષેત્રમાં આવે છે.

સરકારે વધુમાં ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 મુજબ, શાળાઓનું મર્જર ખૂબ જ કાળજીપૂર્વક થવું જોઈએ અને તેનાથી બાળકોની શાળા સુધીની પહોંચ કે શિક્ષણ પર કોઈ નકારાત્મક અસર ન પડવી જોઈએ. સરકારના મતે, નજીકની શાળાઓને ભેગી કરીને ક્લસ્ટર બનાવવાનો મુખ્ય હેતુ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો અને શાળાના સંચાલનને વધુ અસરકારક બનાવવાનો છે.

આંકડાઓ મુજબ સૌથી મોટો ઘટાડો જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળ્યો છે, જ્યાં શાળાઓ 23,173 થી ઘટીને 18,787 થઈ ગઈ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં પણ શાળાઓ ઘટી છે. મેઘાલયમાં 7,783 થી ઘટીને 5,620, તેલંગાણામાં 30,023 થી ઘટીને 28,088, પશ્ચિમ બંગાળમાં 83,302 થી ઘટીને 81,591, મધ્યપ્રદેશમાં 92,695 થી ઘટીને 91,199, કર્ણાટકમાં 49,679 થી ઘટીને 48,527, થઇ છે. જયારે રાજસ્થાનમાં 68,948 થી વધીને 69,983, બિહારમાં 75,558 થી વધીને 76,435 થઇ છે. આ સિવાય ગુજરાત અને છત્તીસગઢમાં પણ સરકારી શાળાઓની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો છે.

કન્યા શિક્ષણ અને ડ્રોપઆઉટના આંકડા

સરકારે દીકરીઓના શિક્ષણ અંગેના આંકડા પણ રજૂ કર્યા હતા:

ધોરણ 3 થી 5: છોકરીઓનો નોંધણી ગુણોત્તર 97 થી ઘટીને 93.5 થયો છે.

ધોરણ 6 થી 8: નોંધણી ગુણોત્તર 92.5 થી ઘટીને 92.3 થયો છે.

ધોરણ 9 થી 12: અહીં સારો સુધારો જોવા મળ્યો છે, નોંધણી 70.5 થી વધીને 74 થઈ છે.

જાળવણી દરની વાત કરીએ તો, પ્રાથમિક સ્તરે તે 93.4 થી ઘટીને 92.2 થયો છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક સ્તરે 49.6 થી વધીને 55 થયો છે.

સુવિધાઓ માટે સરકાર આપે છે ભંડોળ

સરકારે પોતાના બચાવમાં કહ્યું કે ‘સમગ્ર શિક્ષા અભિયાન’ હેઠળ રાજ્યોને નવી શાળાઓ અને વર્ગખંડો બનાવવા, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચલાવવા, મફત પુસ્તકો અને ગણવેશ આપવા તેમજ શાળા છોડી ગયેલા બાળકોને ફરી ભણતર તરફ લાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ઉપરાંત, સારો શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર જાળવવામાં પણ કેન્દ્ર મદદ કરે છે, જોકે શિક્ષકોની ભરતીની જવાબદારી જે તે રાજ્યની જ રહે છે.

You Might Also Like

ચા, ટીવી, કારથી લઈને બ્રાન્ડેડ કપડાં સુધી 8% ભાવવધારો

લોકસભામાં આજે એન્ટી પેપર લીક બિલ રજૂ

36 દિવસના ઉગ્ર આંદોલન બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું

રી-નીટનું પરિણામ જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો
રાજકોટ

કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો

Editor By Editor 6 days ago
265 તાલુકામાં વરસાદ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વર્ષા
‘એનિમીયા મુક્ત ભારત’ તરફ કણસાગરા મહિલા કોલેજનું કદમ
MCXમાં સોનું-ચાંદી તૂટ્યા, ક્રૂડ ઓઈલમાં તેજીનો માહોલ
રણુજા મંદિર નજીક ૫૦થી વધુ ઘર પર તોળાતુ જોખમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?