IGNOU દ્વારા 36 પીએચડી પ્રોગ્રામ માટે પ્રવેશની જાહેરાત કરાય
તા.૧ જુલાઇ સુધી ઉમેદવારો રજીસ્ટ્રેશન કરી શકશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ જુલાઈ 2026 સત્ર માટે 36 પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 જુલાઈ, 2026 સુધી ખુલ્લી રહેશે. રસ ધરાવતા ઉમેદવારો યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ www.ignou.ac.in અથવા પ્રવેશ પોર્ટલ https://ignou-phd.samarth.edu.in/ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
યુનિવર્સિટી પીએચડી ઓફર કરી રહી છે. સાઇકોલોજી, એન્થ્રોપોલોજી, પોલિટિકલ સાયન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, બાયોકેમિસ્ટ્રી , કેમિસ્ટ્રી, જિયોગ્રાફી, જિયોલોજી, લાઈફ સાયન્સ, ફીજીક્સ, સ્ટેટિસ્ટિક્સ, મૈથેમેટિક્સ, સંસ્કૃત, હિન્દી, ઈંગ્લિશ, કમ્પ્યુટર સાયન્સ, એજ્યુકેશન, ડિસ્ટન્સ એજ્યુકેશન, એન્વાયરમેન્ટલ સાયન્સ, ફાઈન આટર્સ, થીએટર આટર્સ, મ્યુઝિક, ડાન્સ, સોશિયલ વર્ક, મેનેજમેન્ટ, કોમર્સ, ન્યુટ્રિશનલ સાયન્સ, ચાઈલ્ડ ડેવલપમેન્ટ, હોમ સાયન્સ, વોકેશનલ એજ્યુકેશન, ડેવલપમેન્ટ સ્ટડીઝ, જેન્ડર ઓર ડેવલપમેન્ટ સ્ટડીઝ, ટ્રાંસલેશન સ્ટડીઝ, ફ્રેન્ચ, અરેબિક, જર્નલિજ્મ એન્ડ માસ કમ્યુનિકેશન.
પ્રવેશ UGC (પીએચ.ડી. ડિગ્રી પુરસ્કાર માટે લઘુત્તમ ધોરણો અને પ્રક્રિયા) નિયમો, 2022 અનુસાર હાથ ધરવામાં આવશે. ઉમેદવારો ચાર પ્રવેશ શ્રેણીઓ દ્વારા અરજી કરી શકે છે – JRF સાથે UGC-NET, UGC-NET (સહાયક પ્રોફેસર અને પીએચ.ડી. માટે પાત્ર), UGC-NET (માત્ર પીએચ.ડી. માટે પાત્ર), અને યુનિવર્સિટી-સ્તરની પ્રવેશ પરીક્ષા. બધી શ્રેણીઓ માટે ઇન્ટરવ્યૂ/વાયવા-વોસ(મૌખિક પરીક્ષા) ફરજિયાત રહેશે.
IGNOU પૂર્ણ-સમય અને પાર્ટ-ટાઇમ પીએચ.ડી. બંને કાર્યક્રમો પ્રદાન કરે છે. પ્રવેશ મેળવનારા બધા વિદ્યાર્થીઓએ નવી દિલ્હી સ્થિત IGNOU મુખ્યાલયમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડશે, જેમાં ઓછામાં ઓછી 80 ટકા હાજરી ફરજિયાત રહેશે.
અરજી ફી રૂ. 2,000 છે. પાત્રતા માપદંડો, વિષય મુજબ ખાલી જગ્યાઓ, અનામત નીતિ, પ્રવેશ પ્રક્રિયા અને પ્રવેશ-પરીક્ષા અભ્યાસક્રમ અંગે વિગતવાર માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વધુ વિગતો માટે, ઉમેદવારો www.ignou.ac.in ની મુલાકાત લઈ શકે છે. અથવા researchunit@ignou.ac.in પર રિસર્ચ યુનિટનો સંપર્ક કરી શકશે.


