પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં કાલિદાર વ્યાખ્યાનનો પ્રારંભ
તા.૨ ઓગષ્ટ સુધી વિવિધ વિષય પર સ્પર્ધા યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રણવાનંદ સંસ્કૃત ભવન રેસકોર્સ ખાતે અષાઢસ્ય પ્રથમ દિવસે કાલિદાસ વ્યાખ્યાન માળાનો પ્રારંભ થયો.આ પ્રસંગે કૌશિકભાઇ છાયા એ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે સંસ્થા ૫૦ વર્ષથી સતત સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર પ્રસારનું કાર્ય કરી રહી છે. સર્વેને તન મન અને ધનથી આ ભગીરથ કાર્યમાં સહકાર આપવા અપીલ કરી હતી. હિમાંશુભાઈ તથા અર્પિતભાઈ ઘોડા એ ભજન રજૂ કર્યું. સંસ્કૃત ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ વડા પ્રધ્યાપક ડોક્ટર મનસુખભાઈ મોલીયા સાહેબે મેઘદૂતમાં મેઘનો યાત્રાપથ વિષય ઉપર મનનીય વ્યાખ્યાન સરળ શબ્દોમાં આપ્યું આ પ્રસંગે પૂર્વ મંત્રી જયંતીભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા. હૃદય રોગ નિષ્ણાત ડોક્ટર સોલંકી સાહેબ તથા હિમાંશુભાઈ ઘોડા અને અરવિંદભાઈ રાયચુરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડોક્ટર શારદાબેન રાઠોડે પ્રાસંગિક ઉદબોધનમાં પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્કૃત અને સંસ્કૃત પ્રચારની પ્રવૃત્તિઓને મુક્ત મને બિરદાવેલ આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંસ્કૃત વિભાગના છાત્રો , શ્રીમતી નયનાબેન જોશીપુરા શ્રીમતી ઝંખનાબેન ઘોડા, હીનાબેન સોનગરા, નૈસર્ગીબેન મહેતા પદ્મજાબેન રાજ્યગુરુ વગેરે પણ ખાસ હાજર રહ્યા હતા અનેક લોકોએ આ કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. તારીખ તારીખ ૨૨.૦૭.૨૦૨૬ ના રોજ સાંજે સાડા પાંચ વાગે પ્રારંભમાં ભજન અને ત્યારબાદ પ્રાધ્યાપક ડોક્ટર જગત ભાઈ તેરૈયા સાહેબ નું વ્યાખ્યાન રહેશે તેઓ કાલિદાસ અને રઘુવંશ વિષય પર તેમનું વ્યાખ્યાન આપશે ત્યારબાદ તારીખ 29 7 ના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્વામી પ્રણવાનંદજી મહારાજ ની ના ફોટા નું શોડશોપચાર પૂજન કરવામાં આવશે આચાર્ય પદે પ્રણવભાઈ દવે પધારશે અને યજમાન પદે વિરલભાઈ મહેતા પરિવાર પધારશે. પ્રા.ડો.પારૂલબેન મહેતા સંસ્કૃત સાહિત્યમાં ગુરુ શિષ્ય પરંપરા વિષયપર તારીખ ૨૯.૦૭.૨૦૨૬ ના રોજ વ્યાખ્યાન આપશે. તા.૦૨.૦૮.૨૦૨૬ના સાંજે ૫.૦૦ વાગે કંઠસ્થ સંસ્કૃત સુલેખન સ્પર્ધા યોજાશે.


