By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા

Editor
Last updated: 2026/06/26 at 12:57 PM
1 hour ago
Share
સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા
SHARE

સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા

ખોરાકની શોધમાં માનવ વસ્તી અને શહેરની હદ સુધી આવી ચઢવાના બનાવમાં ચિંતાજનક વધારો થતાં વનવિભાગે રસ્તો કાઢ્યો

અગ્ર ગુજરાત, સુરત

સુરત જિલ્લાના માંડવી અને આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી અને શહેરની હદ સુધી આવી ચઢવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે સુરત વન વિભાગ દ્વારા ગુજરાત વન વિભાગના સહયોગથી એક વિશેષ અને નવતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દીપડાઓને જંગલની અંદર જ કુદરતી ખોરાક મળી રહે એવા મુખ્ય હેતુ સાથે ગીરના જંગલોમાંથી ખાસ ટપકાવાળા હરણો સુરત લાવવામાં આવ્યા છે.

વન વિભાગે પ્રાયોગિક ધોરણે 50થી વધુ હરણોને સુરતની માંડવી ફોરેસ્ટ રેન્જમાં મુક્ત કર્યા છે, જેથી દીપડાઓ વન વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારો તરફ ન દોડે અને ભવિષ્યમાં માનવ તેમજ વન્યજીવો વચ્ચે થતી ઇજા કે સંઘર્ષની ઘટનાઓ પર પૂર્ણવિરામ મૂકી શકાય.

સુરત વન વિભાગના સત્તાવાર અહેવાલો મુજબ માંડવીના જંગલોમાં હાલમાં 104 કરતાં પણ વધુ દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ વન્યજીવોની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જોકે, દીપડાઓની વધતી વસ્તીની સરખામણીમાં જંગલ વિસ્તારમાં તેમના માટેનો પૂરતો ખોરાક એટલે કે નાના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા મર્યાદિત બની ગઈ છે. આ વન્યજીવનની અસમતુલાને કારણે દીપડાઓ પોતાના કુદરતી રહેઠાણમાંથી બહાર નીકળીને ખોરાક મેળવવા માટે મજબૂર બન્યા છે, જેના લીધે ગ્રામ્ય અને સેમી-અર્બન વિસ્તારોમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ અવારનવાર બને છે.

આ સમગ્ર ઓપરેશન અંગે સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) ધીરજ કુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, દીપડાઓને રહેણાંક વિસ્તારો તરફ આવતા રોકવા વન વિભાગે જંગલમાં જ ખોરાકની સાંકળ મજબૂત કરવાનું નક્કી કર્યું હતું. ગીરના વનમાંથી ખૂબ જ તકેદારીપૂર્વક ત્રણ અલગ-અલગ બેચમાં આ હરણોને સુરત લાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બેચમાં 30 હરણ, બીજી બેચમાં 15 હરણ અને ત્રીજી બેચમાં 20 હરણોનો સમાવેશ થાય છે. આ રીતે કુલ મળીને 50થી વધુ ટપકાવાળા હરણોને માંડવીની વન્યજીવ રેન્જમાં સફળતાપૂર્વક રિલીઝ કરી દેવામાં આવ્યા છે.

‘ડિસ્ટન્સ સેમ્પલિંગ’ અને તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધારવાનો લક્ષ્યાંક

ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ વિશેષ પહેલનો મુખ્ય હેતુ જંગલમાં હર્બીવોર્સ (તૃણાહારી પ્રાણીઓ) ની પોપ્યુલેશનને ઓગમેંટ એટલે કે ઝડપથી વધારવાનો છે. વન વિભાગ હાલમાં હર્બીવોર્સ સેન્સસ (વસ્તી ગણતરી) નું કામ પણ કરી રહ્યું છે, જેમાં ‘ડિસ્ટન્સ સેમ્પલિંગ મેથડ’ અને ‘ટ્રાન્ઝેક્ટ મેથડ’ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ આધુનિક પદ્ધતિઓથી જંગલમાં ચોક્કસ કેટલા તૃણાહારી પ્રાણીઓ ઉપલબ્ધ છે તેની સચોટ માહિતી મળશે, જેના આધારે આગામી દિવસોમાં દીપડાના શિકાર માટે જરૂરી અન્ય પ્રાણીઓની સંખ્યા વનમાં વધારવી કે કંટ્રોલ કરવી તેનો ચોક્કસ પ્લાન તૈયાર થશે.

You Might Also Like

મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર ૯૯/૧૦૦ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી

સુરતના નકલી ડિમોલીશન કાંડમાં ૧૫ જેટલા અધિકારી-કર્મચારીના નામ ખૂલ્યા

કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું
રાજકોટ

યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું

Editor By Editor 3 days ago
મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી
ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બ્રીજ પર બાઇકનો અકસ્માત
રેલવે સેફ્ટીમાં યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓનું સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?