By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડોન્કી' રૂટથી અમેરિકા જતા ભારતીયોની સંખ્યામાં વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ડોન્કી' રૂટથી અમેરિકા જતા ભારતીયોની સંખ્યામાં વધારો

agragujaratnews
Last updated: 2024/02/09 at 11:44 AM
3 years ago
Share
ડોન્કી' રૂટથી અમેરિકા જતા ભારતીયોની સંખ્યામાં વધારો
SHARE

  • ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરતા પકડાયેલા ભારતીયોનો આંકડો 2023માં 96,917ના રેકોર્ડ સ્તરે
  • હરિયાણાના ઢાઠરથ અને અહાર જેવા ગામો ‘મિની અમેરિકા’ તરીકે ઓળખાય છે
  • વિદેશોમાં સારા પગારમાં નિમ્ન સ્તરનું કામ કરવાનો છોછ નથી

ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા તથા પશ્ચિમ ભારતના ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાંથી સારી નોકરી અને સારી લાઇફસ્ટાઇલની શોધમાં ગેરકાયદે રીતે અમેરિકા, કેનેડા કે બ્રિટન જતા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડા અનુસાર અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા પકડાયેલા કે હાંકી કઢાયેલા ભારતીયોની સંખ્યા 2021માં 30,662 હતી, જે આંકડો ગત વર્ષે વધીને રેકોર્ડ 96,917 થયો હતો. જોકે બોર્ડર ક્રોસ કરવામાં સફળ રહેલા લોકોનો આંકડો તો ઉપલબ્ધ જ નથી. હરિયાણાના ઢાઠરથ અને અહાર જેવા નાનકડા ગામના ઘરોમાં પણ સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના તથા અમેરિકન ફિલ્મ સ્ટાર્સના પોસ્ટર્સ જોવા મળે છે. આ ગામો હવે ‘મિની અમેરિકા’ તરીકે ઓળખાવા લાગ્યા છે. થોમસન રોઇટર્સ ફાઉન્ડેશને હરિયાણાના 7 ગામમાં 32 લોકોનો ઇન્ટરવ્યૂ લીધો, જેમાંથી મોટાભાગનાએ કહ્યું કે ભારતમાં બેરોજગારીને કારણે તેમજ સ્કિલ્ડ, વેલ-પેઇડ જોબ્સના અભાવે સેંકડોની સંખ્યામાં યંગસ્ટર્સ ‘ડોન્કી’ રૂટથી વિદેશ જઈ રહ્યા છે.

ભારતમાં બેરોજગારી દર 2018થી સતત ઘટી રહ્યો છે પરંતુ ગ્રામીણ બેરોજગારી હજુય એક મોટી સમસ્યા છે. નવી દિલ્હી બેઝડ સેન્ટર ફોર પોલિસી રિસર્ચના ફેલો રાહુલ વર્માએ જણાવ્યું કે લોકો વિદેશમાં જ્યાં મળે ત્યાં સારી નોકરી શોધી રહ્યા છે. સારા પગારમાં કોઈ નિમ્ન સ્તરનું કામ કરવાની નોકરીનો પણ તેમને છોછ નથી. ‘ડોન્કી’ રૂટ પંજાબમાં તો છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી એક ઓપન સિક્રેટ છે. તે પંજાબી શબ્દ ‘ડંકી’ પરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ એક સ્થળેથી બીજા સ્થળે ભટકતું રહેવું થાય છે. ‘ડંકી’ નામથી તાજેતરમાં શાહરુખ ખાન સ્ટારર બૉલિવૂડ ફિલ્મ પણ રિલીઝ થઈ હતી. ‘ડોન્કી’ રૂટ ગત ડિસેમ્બરમાં ઇન્ટરનેશનલ હેડલાઇન્સમાં ચમક્યો હતો કે જ્યારે ફ્રાન્સે 303 ભારતીય પેસેન્જર્સ સાથેની દુબઇથી નિકારાગુઆની એક ચાર્ટર ફ્લાઇટને માનવ તસ્કરીની આશંકાએ અટકાવી હતી અને મોટાભાગના પેસેન્જર્સને ભારત પરત મોકલ્યા હતા.

ડોન્કી’ રૂટમાં મોટેભાગે દિલ્હી અને મુંબઇથી લોકોને ટૂરિસ્ટ વિઝા પર યુએઇ લઈ જવાય છે. ત્યાર બાદ તેમને વેનેઝુએલા, નિકારાગુઆ અને ગ્વાટેમાલા સહિત લેટિન અમેરિકાના લગભગ એક ડઝન ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર થઈને અમેરિકા-મેક્સિકો સરહદે લઈ જવાય છે. તેઓ બોર્ડર ક્રોસ કરતા પકડાય તો શું કહેવાનું એ પણ તેમને શીખવવામાં આવે છે. મોટેભાગે નાણાભીડના કારણથી કે ધાર્મિક કે LGBTQ+ આઇડેન્ટિટીને કારણે ભેદભાવને લીધે અસાયલમ (આશ્રાય) માટે દાવો કરવાનું શીખવાય છે.

મુઠ્ઠીભર સક્સેસ સ્ટોરીઓથી લોકો ગેરમાર્ગે દોરાય છે

કેરળની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટના ચેરમેન એસ. ઇરુદય રાજને કહ્યું કે ‘ડોન્કી’ રૂટથી અમેરિકા ગયેલા અને ત્યાં ધીકતી કમાણી કરવામાં સફળ રહેલા મુઠ્ઠીભર લોકોની સક્સેસ સ્ટોરીઓથી તેમના વતનમાં બીજા ઘણા લોકો ગેરમાર્ગે દોરાય છે. હકીકત એ છે કે ‘ડોન્કી’ રૂટથી અમેરિકા પહોંચવામાં સફળ રહેલા લોકોના ગણ્યાગાંઠયા કિસ્સાની સામે નિષ્ફળ રહેલા લોકોના ઢગલાબંધ કિસ્સા આપણી નજર સામે છે.

ડોન્કી’ રૂટ ‘નંબર ટુ’ રૂટ તરીકે પણ ઓળખાય છે

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પકડાયેલા અથવા પ્રવેશ નકારાયો હોય તેવા ઇમિગ્રન્ટ્સની એકંદર સંખ્યામાં વધઘટ ચાલુ રહે છે, કેમ કે માનવ તસ્કરો અને તેમના એજન્ટો સ્થળાંતરકારોની સલામતીની સંપૂર્ણ અવગણના કરીને જૂઠાણા ફેલાવવાનું ચાલુ રાખે છે. ‘ડોન્કી’ રૂટ ‘નંબર ટુ’ રૂટ તરીકે પણ ઓળખાય છે. કાયદેસર રૂટ ‘નંબર વન’ રૂટ કહેવાય છે પરંતુ વિઝા રિજેક્શન અને બેકલોગના કારણે તે રૂટ લગભગ અશક્ય ગણાય છે.

You Might Also Like

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેરકાયદે પાણી ખેંચવા અને વરસાદી પાણીનો સંગ્રહ ન કરનારને થશે જેલ
ગુજરાતરાજકોટ

ગેરકાયદે પાણી ખેંચવા અને વરસાદી પાણીનો સંગ્રહ ન કરનારને થશે જેલ

Editor By Editor 7 days ago
રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી
વિજળીના કડાકા-ભડાકા સાથે મઘ્યમ વરસાદની આગાહી
લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે
ત્રણ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી, રાજકોટને રાહ જોવી પડશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?