ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર શાસ્ત્રી
રાજકોટમાં બાબા બાગેશ્વર ધામ દ્વારા યોજાયેલી હનુમાન કથાની પૂર્ણાહુતિ : અંતિમ દિવસે હજારો ભાવિકો ઉમટી પડયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત સનાતન સેતુ હનુમંત કથા હનુમંત કથા ત્રીજા દિવસે ભવ્ય દિવ્ય દરબાર દ્વારા ઉપસ્થિત ભક્તો અને અનુયાયીઓને સંબોધતા કેટલાક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યા હતા. જેમાં ધર્મ, શ્રદ્ધા અને આશ્રમ પ્રત્યેના સમર્પણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સભા દરમિયાન અપાયેલા મુખ્ય સંદેશાઓ અને વિચારો નીચે મુજબ છે: દિલ અને સપનામાં વાસ: પ્રભુ સપનામાં હોય કે દિલની અંદર, તે હંમેશા આપણી સાથે જ છે. હિન્દુત્વની વ્યાખ્યા: “ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે” તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. આશ્રમ દ્વારા ભક્તોને આશ્વાસન: અનુયાયીઓની ચિંતા દૂર કરતા જણાવાયું હતું કે, “આજથી તમારી સમસ્યા તમારી નથી, પરંતુ અમારા આશ્રમની છે.” વ્યક્તિને બદલે સંસ્થા સાથે જોડાણ: ભક્તોને માર્ગદર્શન આપતા સ્પષ્ટ કરવામાં આવ્યું કે, “અમારા (વ્યક્તિગત) ચક્કરમાં ન પડો, આશ્રમના ચક્કરમાં પડો (સંસ્થાની સેવામાં જોડાવ).” હનુમાનજીનો મહિમા: “હનુમાનજીનું નામ જ સંકટમોચન છે,” તેમ જણાવીને હનુમાનજીની ભક્તિ અને નામ સ્મરણનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને ધર્મલાભ લીધો હતો. દિવ્ય દરબારમાં શરૂઆતમાં લોક સાહિત્યકાર દેવ ભટ સિંગર ટીમ સાથે બીરજુ બારોટ દ્વારા લોક ડાયરાના ના જમાવટ કરી હતી.
સ્વચ્છ રાજકોટ ટીમ દ્વારા ત્રણ દિવસ વિના મૂલ્ય સફાઈ
સ્વચ્છ રાજકોટ ટીમ દ્વારા સનાતન સેતુ હનુમંત કથા, રાજકોટ ખાતે પૂજ્ય બાબા બાગેશ્વર ધામના પવિત્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. સ્વયંસેવકોએ ભીનો અને સુકો કચરો અલગ-અલગ રાખવા, ત્રણ દિવસ દરરોજ રાત્રે કથા આખું મેદાન સ્વચ્છ વિના મૂલ્યકરતા હતા કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવા તથા જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા સૌને પ્રેરિત કર્યા. બને એટલો ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને ઓછો કચરો ઉત્પન્ન કરીએ અને Sustainable Living અપનાવીએ. જળ, જમીન અને પર્યાવરણનું જતન કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે. કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરીએ.


