“ભારતનો વૈશ્વિક ઉદય” વિષય પર રવિવારે પ્રબુધ્ધ નાગરિક ગોષ્ઠી
ભારતીય વિચાર મંચ દ્વારા કરાયેલું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય વિચાર મંચ દ્વારા રવિવાર, તા. ૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ કલાક દરમિયાન ડી.એચ. કોલેજના ઓડિટોરિયમ ખાતે પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ગોષ્ઠીનો વિષય *”ભારતનો વૈશ્વિક ઉદય”* રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંજીવ શર્મા, ઇન્ડિયન પોલિટિકલ એસોસિએશનના મહાસચિવ, ઉપસ્થિત રહી ભારતના વૈશ્વિક સ્તરે વધતા પ્રભાવ, બદલાતી વૈશ્વિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિ, ભારતની વ્યૂહાત્મક ભૂમિકા તેમજ વિકસિત ભારતના વિઝન અંગે પોતાના વિચારો રજૂ કરશે.
ભારતીય વિચાર મંચ દ્વારા શહેરના પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, વકીલો, ડૉક્ટરો, સામાજિક આગેવાનો, યુવાનો તેમજ રાષ્ટ્રચિંતનમાં રસ ધરાવતા તમામ નાગરિકોને આ ગોષ્ઠીમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે ઇશાન ભટ્ટ મો 94267 89983નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


