By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: 60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત

Editor
Last updated: 2026/07/29 at 3:40 PM
2 months ago
Share
60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત
SHARE

60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત

ઉપલેટા પોલીસે પાંચ શખ્સો સામે મનીલેન્ડિંગ એક્ટ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો ; 12 વર્ષની પુત્રીએ ગુમાવી પિતાની છત્રછાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

ઉપલેટા પંથકમાં ગેરકાયદે વ્યાજખોરીના ત્રાસથી વધુ એક યુવાનનું જીવન હોમાઈ જતાં ચકચાર મચી છે. વેપાર માટે લીધેલી નાની રકમ બાદ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા 30 વર્ષીય યુવકે સતત માનસિક ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હતું. સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પોલીસે પાંચ વ્યાજખોરો સામે મનીલેન્ડિંગ એક્ટ તેમજ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, મૃતક યુવકે ચાર વર્ષ પહેલાં તરબૂચના વેપાર માટે શરૂઆતમાં રૂ.30 હજાર વ્યાજે લીધા હતા. માસિક વ્યાજ ચૂકવ્યા બાદ જ્યારે તે આર્થિક રીતે નબળો પડ્યો ત્યારે અગાઉનું વ્યાજ ચૂકવવા બીજા વ્યાજખોર પાસેથી રકમ લેવાની ફરજ પડી હતી. આ રીતે એક પછી એક વ્યક્તિ પાસેથી ઉધાર લેવામાં આવતા તે વ્યાજના જાળમાં વધુને વધુ ફસાતો ગયો. તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર કેટલાક આરોપીઓએ દૈનિક ધોરણે વ્યાજ વસૂલવાની શરત રાખી હતી, જેનો દર માસિક ગણતરીએ આશરે 60 ટકા સુધી પહોંચતો હતો. સતત વધતા વ્યાજ અને મુદ્દલની ચુકવણીના દબાણ વચ્ચે મૃતક આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું છે કે માત્ર નાણાંની માંગણી જ નહીં, પરંતુ આરોપીઓ દ્વારા વારંવાર પઠાણી ઉઘરાણી, ધમકીઓ અને માનસિક દબાણ કરવામાં આવતું હતું. ત્રાસ એટલો વધી ગયો હતો કે મૃતકને પરિવાર સાથે ઉપલેટા છોડીને પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે રહેવા જવાની ફરજ પડી હતી. તેમ છતાં વ્યાજખોરોએ અલગ-અલગ લોકો મારફતે ઉઘરાણી ચાલુ રાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે એક આરોપીએ ઉપલેટામાં આવેલ મૃતકના મકાન પર કબજો કરી લીધો હતો, જ્યારે અન્ય આરોપી દ્વારા ફોન પર વારંવાર વ્યાજ અને મુદ્દલની માંગણી સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ સતત ચાલતા માનસિક ત્રાસથી કંટાળીને યુવકે 22 જુલાઈના રોજ સરદારગઢ ગામ નજીક સ્મશાન વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી.
ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન બીજા દિવસે તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબક્કે નોંધાયેલા ગુનામાં હવે આત્મહત્યા માટે દુષ્પ્રેરણની કલમો પણ ઉમેરવામાં આવી છે.
આ કેસમાં સાગર બાવનજી સુવા, મનસુખ લખમણ મકવાણા, નાથા પ્રમુખ આહીર, ઇકબાલ મુસ્લિમ અને સંજય સિંગડિયા સામે ગુનો નોંધાયો છે. પોલીસ સમગ્ર નાણાકીય વ્યવહારો, વ્યાજની પદ્ધતિ અને ઉઘરાણીના આરોપોની તપાસ કરી રહી છે. આ કરુણ ઘટનાએ એક પરિવારનો આધાર છીનવી લીધો છે. મૃતકની 12 વર્ષની પુત્રી પિતાની છત્રછાયા ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?