By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    17 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જગન્નાથજી પર મેઘરાજાનો જલાભિષેક, ભગવાનની નગરચર્ચા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 જગન્નાથજી પર મેઘરાજાનો જલાભિષેક, ભગવાનની નગરચર્ચા

Editor
Last updated: 2026/07/16 at 4:53 PM
6 days ago
Share
 જગન્નાથજી પર મેઘરાજાનો જલાભિષેક, ભગવાનની નગરચર્ચા
SHARE

‘જય રણછોડ, માખણચોર’ના  નાદથી વાતાવરણ ભકિત સભર બન્યું

 જગન્નાથજી પર મેઘરાજાનો જલાભિષેક, ભગવાનની નગરચર્ચા

 ઠાકોર માંધાતાસિંહના હસ્તે પહિંદવિધિ કરાઇ : શહેરના ૨૨ કિલોમીટરમાં રથયાત્રા ફરી : વિવિધ સ્થળોએ ભગવાન પર પુષ્પવર્ષા : યાત્રા દરમિયાન સાધુ-સંતો અને રાસ મંડળીઓએ લોકોને ભકિતમાં તરબોળ કર્યા

 મહાઆરતી, ધ્વજારોહણ, મહાપ્રસાદ, અન્નકુટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા : ભકતો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા

અગ્ર ગુજરાત, રાજકોટ

આજે અષાઢી બીજ નિમિતે રાજકોટ શહેરમાં જુદી-જુદી રથયાત્રાઓ યોજાઈ હતી. જેમાં નાનામૌવાથી નીકળેલી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા હતા. ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. જેમાં રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડો.નેહલ શુક્લ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. સવારે 8.30 વાગ્યે આ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જે દિવસભર 22 કિમીના રૂટમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરશે અને ભગવાન નગરચર્યા એ નીકળ્યા હતાં. મેઘરાજાએ પણ પોતાની હાજરી પૂરાવતા ભગવાન જગન્નાથજી પર જલાભિષેક ઝરમર ઝરમર વરસ્યા હતાં.

આ તકે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસે કહ્યું હતું કે, ભગવાન જગન્નાથની આ રથયાત્રાનાં રથની વિશેષતા છે કે, તેમાં પ્રથમ રથમાં બલભદ્ર, બીજા રથમાં સુભદ્રાજી અને ત્રીજા રથમાં ભગવાન જગન્નનાથ બિરાજમાન થયા છે. જે ભાવિકો મંદિર આવતા નથી તેમને ભગવાન સામે ચાલીને દર્શન આપે છે. ભગવાનના દર્શન માત્રથી લોકોનું જીવન મંગલમય અને સુખમય બની જાય છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ રથને સ્પર્શ કરે તે લોકોનું પણ કલ્યાણ થઈ જાય છે. જો રથના દોરડા ખેંચે તેના હાથની અશુભ રેખાઓ શુભ રેખામાં પરિવર્તન પામે છે. રથમાં ભગવાનનું દિવ્ય રૂપ જોવા મળે છે.

મહંત ત્યાગી મનમોહનદાસે વધુમાં જણાવ્યું હતું રથયાત્રાનો 22 કિલોમીટરનો રૂટ છે અને નિજ મંદિરમાં ભગવાન પરત આવે ત્યારે મહાઆરતી કરવામાં આવશે. બધી જ જગ્યાએ રથયાત્રા થાય છે. પરંતુ રાજકોટની રથયાત્રાની વિશેષતા એ છે કે, તેમાં સાધુ-સંતો અને લોકો કરતબો દેખાડી રહ્યા છે.

કૈલાસધામ આશ્રમ નાનામૌવાથી સવારે 8-30 કલાકે જગન્નાથજી રથયાત્રાનો જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો. જેમાં ગામો ગામના સંતો-મહંતો, રાજકીય, સામાજીક, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા છે. નાનામૌવા મોકાજી સર્કલથી શરૂ થયેલી આ રથયાત્રા વૃંદાવન સોસાયટી, નીલ-દા- ધાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સરકાર મેઈન રોડ, નારાયણનગર, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઈન રોડ, સર્કલ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક થઈને કૈલાશધામ આશ્રમ-નીજ મંદિરે સંપન્ન થશે. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી.

૧૮ હજાર પોલીસનો બાંધકામ

રથયાત્રાને લઈ શહેર પોલીસ દ્વારા સુરક્ષા સંબંધી પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ થયાત્રાના રૂટ ઉપરની દરેક નાની-મોટી હિલચાલ ઉપર તીક્ષ્ણ નજર રાખવામાં આવી. આ સુરક્ષા વ્યવસ્થામાં 4 DCP, 6 ACP, 23 PI અને 91 PSIની સાથે 900 પોલીસ કર્મચારીઓ જોડાયા છે. આ ઉપરાંત હોમગાર્ડ, SRP અને TRBના જવાનો સહિત 1800થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. લોકલ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમ પોલીસની ટીમો પણ બંદોબસ્તમાં સામેલ છે.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ મનપાની રોશની સમિતિ દ્વારા ‘એક વોર્ડ – એક દિવસ, સેવક આપને દ્વાર’ અભિયાનનો વોર્ડ નં.૧થી પ્રારંભ
રાજકોટ

રાજકોટ મનપાની રોશની સમિતિ દ્વારા ‘એક વોર્ડ – એક દિવસ, સેવક આપને દ્વાર’ અભિયાનનો વોર્ડ નં.૧થી પ્રારંભ

Editor By Editor 17 hours ago
પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
મગજના ખેલમાં વડોદરા ઝળહળ્યું: જ્યોતિ CNC પ્રેરિત આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન
રાજકોટ પોસ્ટ વિભાગ દ્વારા બે દિવસીય ફિલાટેલ પ્રદર્શન યોજાયું
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?