જૈન વિઝન દ્વારા જનપ્રતિનિધિ અને ઉદ્ઘોષકોનું વિશેષ સન્માન
ઉદ્ઘોષકો સહિત સમાજના વિવિધ ક્ષેત્રના સેવાભાવીઓને જૈન વિઝન પરિવારનું સન્માન સંચાલન કળાના શિલ્પીઓને મળ્યું બહુમાન
અગ્ર ગુજરાત, રાજકોટ
કોઈપણ કાર્યક્રમમાં ઉદ્ઘોષકનું વિશેષ મહત્વ હોય છે. કાર્યક્રમના વિવિધ તબક્કાઓને એકસૂત્રમાં બાંધી રાખવાનું કાર્ય ઉદ્ઘોષક કરે છે. પોતાની આવડત, સૂઝબૂઝ અને મહેનતના બળે તેઓ સંચાલન દ્વારા કાર્યક્રમને એક અલગ જ ઊંચાઈએ પહોંચાડે છે. આવી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા વ્યક્તિઓના બહુમાન માટે રાજકોટમાં “સમાજના અવાજને સમાજની સલામ” કાર્યક્રમનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.
જૈન વિઝન પરિવાર દ્વારા આયોજિત આ નવતર કાર્યક્રમમાં સમાજસેવામાં કાર્યરત વિવિધ વ્યક્તિઓને બિરદાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા. દ્વારા કાર્યક્રમને વિશેષ આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જૈન વિઝન સંયોજકઃ મિલન કોઠારી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શબ્દો દ્વારા સ્વાગત કરાયું હતું.
સમાજના વિવિધ કાર્યક્રમોમાં પોતાના અવાજ, વક્તૃત્વ કળા અને આગવી સંચાલન શૈલી દ્વારા સમાજને પ્રેરણા આપનારા ઉદ્ઘોષકો પૈકી અનિષ વાઘર, હેમલ મહેતા, આશિષ શાહ, નિલેશ શાહ, ઉમેશ શેઠ, ડી.કે. કોઠારી, સંજય મહેતા,(પ્રહલાદ પ્લોટ )મેહુલ રવાણી, સંજયભાઈ મહેતા (S.B.I)સુનિલ કોઠારી, તુષાર મહેતા, ગૌરવ દોશી, જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા, વીણાબેન શેઠ, જયશ્રીબેન શાહ, વર્ષાબેન પારેખ, ભાવના દોશી તથા જલ્પા પતીરાનું જૈન વિઝન પરિવાર દ્વારા ખેસ, મોમેન્ટો, એવોર્ડ અને સ્મૃતિભેટ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ આ નવતર વિચારને બિરદાવી જૈન વિઝન પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આંતકે ખાસ ઉપસ્થિત મહેમાનોમાં રાજકોટના પશ્ચિમના ધારાસભ્ય ડો દર્શિતાબેન શાહ,જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઈ શેઠ, જૈન અગ્રણી ઈન્દુભાઈ બદાણી, (ઇથોપીયા )સોનમ ક્વાટઝ જયેશભાઇ શાહ,(સોનમ ક્વાટઝ )જૈન અગ્રણી અજીતભાઈ જૈન, સુનિલભાઈ શાહ, દર્શનભાઈ શાહ, ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારી, મૂર્તિ પૂજક સંઘના પ્રફુલભાઈ ધામી, મહેશભાઈ મણિયાર, નીતિનભાઈ દેસાઈ, સ્થાનકવાસી સમાજના અગ્રણી શિરીષભાઈ બાટવીયા,કેતનભાઈ શેઠ, પ્રતાપભાઈ વોરા,કમલેશભાઈ મોદી,રાજુભાઈ બાવીસી, મહેશભાઈ મહેતા,ભરતભાઈ દોશી, જાણીતા નાટ્યકાર નિર્લૉકભાઈ પરમાર,હર્ષલભાઈ મણિયાર, મનહરભાઈ કોઠારી, ઉમેશભાઈ દફ્તરી,સંજયભાઈ ઓઝા, હરીશભાઈ શાહ,પ્રભાતભાઈ ડાંગર, જાહન્વીબેન લાખાણી,દિનેશભાઇ કોઠારી,સુશીલભાઈ ગોડા,રાકેશભાઈ ડેલીવાળા,તનસુખભાઈ સંઘવી, હર્ષિલ શાહ,વિજયભાઈ કાગદી ગીતાબેન મનીષ સગાલા, પૂનમબેન મનોજ ડેલીવળા,અહર્મ ગ્રુપના જીમીભાઈ શાહ, જયેશભાઇ શાહ, (રિલાયન્સ )જીવદયા ગ્રુપના પારસભાઈ મોદી,સહિત ગણમાન્ય લોકો ઉપસ્થિતિ રહ્યાં હતાં.
કાર્યક્રમનો પ્રારંભ જૈન વિઝન મહિલા વિંગના મોભી અમિષાબેન દેસાઈએ નવકારમંત્ર ઉચ્ચારણ દ્વારા કરાવ્યો હતો અંતમાં ઉપસ્થિત મહેમાનોનો શબ્દો દ્વારા આભાર ગીરીશભાઈ મહેતા કાર્યક્રમના સફળ આયોજન બદલ જૈન વિઝન પરિવારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝન ટીમના મિત્રો હિતેશ દેસાઈ,કેતન સંઘવી, નીલ મહેતા, હિમાંશુ પારેખ,નિરવ મહેતા,જય મહેતા,તુષાર પતીરા, નીતિનભાઈ મહેતા, દીપેશ મહેતા, દિપક વસા, ચેતન મહેતા, શૈલેષ મહેતા,જૈન મહિલા વિંગના સભ્યો કાજલ દેસાઈ,બંસી મહેતા, આરતી મહેતા, ગાથા શાહ સહીતના બેહનોએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમારી ઋષાલી સગાલાએ કરેલ.


