જયપુરના ગલ્તાજી ખાતે પૂ.રણછોડદાસજી બાપુની પરંપરા મુજબ ૩૧ જુલાઈએ યોજાશે સાધુ-સંતોનો ભવ્ય ભંડારો
અષાઢ વદ બીજના પવિત્ર દિવસે સેંકડો સાધુ-સંતો લેશે ભોજન પ્રસાદનો લાભ; શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતિ દ્વારા આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસજી બાપુના આશીર્વાદથી ‘શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતિ-રાજકોટ’ દ્વારા આગામી તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ ને શુક્રવાર (અષાઢ વદ બીજ) ના રોજ ગલ્તાજી – જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ-સંતો માટે ભવ્ય ભંડારા (ભોજન) નું આયોજન કરવામાં આવ્યું છે.
પૂ. રણછોડદાસજી બાપુના “સાધુ-સંતોને જમતા જોઈને મને એવું લાગે છે કે જાણે હું પોતે જ જમી રહ્યો છું” એવા અમૃત વચનો અને પ્રણાલિકા મુજબ દર વર્ષે પુષ્કર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ બાદ ગલ્તાજીમાં આ પરંપરાગત ભંડારાનું વિશેષ આયોજન થાય છે. આ વર્ષે જયપુરના ગલ્તા ગેટ સ્થિત શ્રી કનક બિહારી મંદિર ખાતે યોજાનાર આ ભંડારામાં સેંકડો સાધુ-સંતો પધારશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લેશે.
આ સમગ્ર આયોજનમાં પૂજ્ય રણછોડદાસજી બાપુના રાજકોટ સ્થિત આશ્રમ ‘શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ’ તેમજ વિવિધ દાતાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ‘શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતિ-રાજકોટ’ના સુરેશભાઈ ગોળવાળા (મો. ૯૯૨૪૨ ૪૨૭૦૦), ગીરીશભાઈ વસાણી (મો. ૯૯૨૪૪ ૦૦૧૦૮), કનુભાઈ રાચ્છ (મો. ૯૮૨૪૫ ૪૬૩૮૫) સહિતના સેવાભાવીઓ અને સમિતિના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


