શ્રી આનંદ મંગલ શ્વે. મૂર્તિ પૂજક જૈન સંઘ મધ્યે
જીરાવલા પાર્શ્વનાથ જિનાલયના આંગણે વિરાટ ધર્મ સંકુલના મંગલ મંડાણ
પુજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં આવતીકાલે ભૂમિ પૂજન – શિલાન્યાસ નો ભવ્ય મહોત્સવ…..
અગ્ર ગુજરાત, રાજકોટ
‘રાજકોટ ના હાર્દ સમા પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ ખાતે આવેલ જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની સામે આનંદ મંગલ શ્વે. મુર્તિ પુજક જૈન સંઘના અન્વયે વિરાટ ધર્મસંકુલ ના નિર્માણનો મંગલ પ્રારંભ થઈ રહયો છે. સંધે વિશાળ ભૂમી સંપાદિત કરી છે. પૂજય ગુરૂદેવ આચાર્ય શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજા ની પ્રેરણા – આશીર્વાદ અને માર્ગદર્શન થી સંઘ આ ધર્મ સંકુલ ઉભું કરવા જઈ રહ્યો છે. પાંચ માળ નું આ ધર્મસંકુલ વિવિધ પ્રકલ્પો ને એક સાથે પોતાનામાં સમાવી લે છે જેમકે આયંબિલ શાળાલ ભોજનશાળા, શ્રાવક ઉપાશ્રય, શ્રાવિકા ઉપાશ્રય, પાઠશાળા, પરબ, સંઘ પેઢી, વ્યાખ્યાન હોલ બે માળનો, આદિ અનેક મહત્વના સ્થાનો આ સંકુલમાં નિર્માણ પામશે.
આ ધર્મ સંકુલના નિર્માણ નો મંગલ પ્રારંભ થવા જઈ રહયો છે ત્યારે આ તા. ૧૯ એપ્રિલ ના રોજ તેનુ ભૂમિપૂજન થવા જઈ રહયુ છે. પૂજય ગુરૂદેવ આચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજા ભગવંત ની નિશ્રામાં ભૂમિ પૂજન, ભૂમિ ખનન, ભૂમિ ગ્રહણ, આદિની મંગલ વિધિ વિવિધ લાભાર્થી ઓ ધ્વારા કરવામાં આવશે. છેલ્લા એક અઠવાડીયા થી પૂજય આચાર્ય ભગવંત ના અલગ-અલગ એપાર્ટમેન્ટમાં પૂજયના પ્રવચનો ચાલી રહયા છે, અને સંઘમાં ખૂબ સુંદર ઉત્સાહ નો માહોલ જામ્યો છે. ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ વાગ્યા દરમ્યાન આ ધર્મસંકુલ ને લગતા વિવિધ આદેશોની ઉછામણી બોલાવવામાં આવશે પૂજય ગુરૂદેવ આચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજાની શુભ નિશ્રા આ શુભ પ્રસંગે સાંપડી છે. તથા આ પ્રસંગે સુપ્રસિધ્ધ લોક કલાકાર મેહુલભાઈ રૂપડા પણ જાલના (મહારાષ્ટ્ર)થી પધારી રહ્યા છે. આ કાર્યક્રમ ને લઈને શ્રી સંઘ માં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહયો છે. ૧૯ એપ્રિલ, રવિવાર સવારે ૯-૦૦ કલાકે કવિ અમૃત ઘાયલ હોલ મધ્યે વિવિધ આદેશોની ઉછામણીનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. ૧૦૮ શિલાના લાભાર્થી ઓ ધ્વારા ૨૫ એપ્રિલ ના રોજ શિલાપૂજન તથા ૨૬ એપ્રિલ ના રોજ શિલા સ્થાપનનો મંગલ વિધિ થશે. અનેક ભાવીકો આ યોજનાઓમાં ઉલ્લાસભેર જોડાયા છે. આ સંપૂર્ણ મહોત્સવ ને સાકાર કરવા આનંદ મંગલ શ્વે. મૂર્તિ પૂજક જૈન સંઘના હોદેદારો તથા ટ્રસ્ટીમંડળ, યુવક મંડળ, શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ જ ઉલ્લાસ થી જહેમત ઉઠાવી રહ્યા છે. જેની દિલીપભાઈ દેસાઈ મો. ૭૯૯૦૫ ૭૦૮૧૧ વિરેન્દ્રભાઈ મહેતા મો. ૯૮૨૫૬ ૧૮૮૮૨ પ્રકાશભાઈ શાહ મો. ૯૮૨૫૩ ૬૦૧૦૬ ની યાદી જણાવે છે.


