By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    15 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાલા પાણીની સેલ્યુલર જેલ: જ્યાં માનવતા રડી, પણ સ્વતંત્રતાની જ્યોત કદી બુઝાઈ નહીં.
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કાલા પાણીની સેલ્યુલર જેલ: જ્યાં માનવતા રડી, પણ સ્વતંત્રતાની જ્યોત કદી બુઝાઈ નહીં.

Editor
Last updated: 2026/04/14 at 3:26 PM
2 months ago
Share
કાલા પાણીની સેલ્યુલર જેલ: જ્યાં માનવતા રડી, પણ સ્વતંત્રતાની જ્યોત કદી બુઝાઈ નહીં.
SHARE

કાલા પાણીની સેલ્યુલર જેલ: જ્યાં માનવતા રડી, પણ સ્વતંત્રતાની જ્યોત કદી બુઝાઈ નહીં.

 

કાલા પાણી: શહીદોના રક્તથી લખાયેલી આઝાદીની અમર ગાથા.

 

ભારતના સ્વતંત્રતા સંગ્રામના પાનાંઓમાં કેટલાક એવા અધ્યાયો છે, જે માત્ર વાંચવામાં નથી આવતા, પરંતુ હૃદયને હચમચાવી નાખે છે. આંદામાન નિકોબારના વિરાન દ્વીપમાં આવેલી “કાલા પાણીની જેલ” એવો જ એક અધ્યાય છે, જ્યાં માણસને જીવતા જીવ મરી જવાનો શ્રાપ મળતો હતો, પરંતુ દેશપ્રેમની જ્યોત કદી બુઝાતી નહોતી.

ભારતના સ્વતંત્રતા સંગ્રામની ગાથા માત્ર શબ્દોમાં સીમિત નથી, તે બલિદાન, પીડા અને અડગ સંકલ્પનો જીવંત ઈતિહાસ છે. આ ઈતિહાસમાં આંદામાન નિકોબારના દરિયાની વચ્ચે આવેલી “સેલ્યુલર જેલ” એક એવી સાક્ષી છે, જ્યાં માનવતા પર અત્યાચાર થયો, પરંતુ દેશપ્રેમ કદી ઝુક્યો નહીં. અહીં કેદ થયેલા શૂરવીરો પર થયેલી યાતનાઓ, ફાંસી અને અનગણિત મૃત્યુ છતાં, તેમની અંદર સ્વતંત્રતાની જ્યોત સતત પ્રગટતી રહી. આ જેલ માત્ર એક ઈમારત નથી, પરંતુ ભારતની આઝાદી માટે આપેલા અમૂલ્ય બલિદાનનું પ્રતિક છે.

૧૯૪૨ થી ૧૯૪૫ સમય ગાળા દરમિયાન આંદામાન નિકોબાર દ્વીપસમૂહ પર જાપાનનો કબજો હતો ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે ૧૯૪૩માં ત્યાં પ્રથમવાર ભારતનો તિરંગો લહેરાવ્યો હતો અને આ દ્વીપોને ‘શહીદ’ અને ‘સ્વરાજ’ નામ આપ્યા હતા. ત્યારબાદ ૧૯૪૫માં ફરીથી તેના પર બ્રિટિશ શાસને કબજો મેળવ્યો. અંતે, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારતને સ્વતંત્રતા મળતાં, આ દ્વીપસમૂહ પણ સત્તાવાર રીતે ભારતનો ભાગ બન્યો.

કાલા પાણીની જેલ વિશે કેટલીક એવી ઓછી જાણીતી પરંતુ ખૂબ પ્રેરણાદાયી વાતો છે, જે માત્ર ઇતિહાસ નથી કહેતો પણ આજના સમયમાં પણ જીવવાનો માર્ગ બતાવે છે.

૧. દિવાલો વચ્ચે લખાતી ક્રાંતિ:

ઘણા કેદીઓ પાસે કાગળ-પેન નહોતો

ત્યારે તેઓ જેલની દિવાલો પર નખ અથવા કાંકરા વડે લખતા,ખાસ કરીને વિનાયક દામોદર સાવરકર, તેમણે જેલની દીવાલો પર કાંકરાથી જે કવિતા લખી હતી તેનું નામ ‘કમલા’ હતું. તેમણે ૧૦,૦૦૦ થી વધુ પંક્તિઓ કંઠસ્થ કરી હતી. આ આપણને પ્રેરણા આપે છે કે, “સાધનોની કમી સંકલ્પને કદી રોકી શકતી નથી.”

૨. યાદશક્તિ જ બની પુસ્તક:

સાવરકરે લખેલી કવિતાઓને યાદ રાખવા માટે, તેઓ તેને અન્ય કેદીઓને મોઢે બોલાવીને યાદ કરાવતા. પછી જ્યારે તેઓ છૂટ્યા, ત્યારે આ કવિતાઓ ફરી લખાઈ. આ સમજાવે છે કે, “જ્ઞાનને કોઈ તાળા કે સાંકળ બંધ કરી શકતી નથી.”

૩. ભૂખ હડતાળ – શાંતિથી કરેલો સંઘર્ષ:

૧૯૩૦ ના દાયકામાં કેદીઓએ ભૂખ હડતાળ કરી. આ લડત હિંસા વગર હતી, પણ એટલી શક્તિશાળી હતી કે બ્રિટિશ શાસન હચમચી ગયું હતું. આ સંદેશ આપે છે કે, “શાંતિપૂર્ણ સંઘર્ષ પણ સૌથી મોટી ક્રાંતિ બની શકે છે.”

૪. તેલના ઘાણાંમાં શરીર તૂટી ગયા, પરંતુ મન મક્કમ રહ્યા:

કેદીઓને રોજ કલાકો સુધી તેલ કાઢવાનો “ઘાણો” ફેરવવો પડતો. જો કામ પૂરું ન થાય તો કોયડા મારવામાં આવતા. ઘણા કેદીઓ બેભાન થઈ જતા. આવી શારીરિક અને માનસિક યાતના ભોગવવા છત્તાં તેઓના મન મક્કમ હોવાથી તેઓ ફરી ઊભા થઈ જતા. આ એ પ્રેરણા આપે છે કે, “પરિસ્થિતિ માણસને તોડી શકે, પરંતુ મનોબળને નહીં.”

૫. એકબીજાને જોયા વગર પણ એકતા:

કેદીઓને એકબીજા સાથે વાત કરવાની મનાઈ હતી. પણ તેઓ ભીંતો પર ટકોરા મારીને એક બીજાને સંદેશો આપતા. આ રીતે એકતા અને હિંમત જીવંત રાખી હતી. આના પરથી એ પ્રેરણા મળે કે, “સાચી એકતા માટે શબ્દોની જરૂર નથી, ભાવનાની જરૂર છે.”

૬. મૃત્યુ સામે પણ હસતા વીર:

ઘણા કેદીઓએ ફાંસી પહેલાં “વંદે માતરમ્” અને “ભારત માતા કી જય” ના નારા લગાવતા. મૃત્યુ સામે હતું પણ ડર નહોતો, ગૌરવ અનુભવતા. આ પ્રેરણા આપે છે કે, “સાચો દેશપ્રેમ મૃત્યુને પણ નમાવી દે છે.”

૭. અંધકારમાંથી જન્મેલો પ્રકાશ:

કાલા પાણી એ એક એવી જગ્યા હતી જ્યાં માનવતા પર અત્યાચાર થયો પણ ત્યાંથી જ સ્વતંત્રતાની જ્વાળા વધુ પ્રગટ બની. આ પ્રેરણા આપે છે કે, “જ્યાં સૌથી વધુ અંધકાર હોય, ત્યાંથી જ પ્રકાશ જન્મે છે.”

૮. ખોરાકની હાડમારી:

ક્રાંતિવીરોને જે ખોરાક અપાતો તે અપૂરતો તેમજ જીવડાં અને કાંકરા વાળો આપવામાં આવતો. પીવાનું પાણી પણ મર્યાદિત આપવામા આવતું. કાલા પાણીની જેલ આપણને શીખવે છે કે, “પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, જો મનમાં હિંમત, એકતા અને સંકલ્પ હોય, તો કોઈ પણ સાંકળ આપણને બાંધી શકતી નથી.”

આજના સમયની ગુલામીના સમય સાથે એક વિચારપૂર્ણ સરખામણી:

૧. ત્યારે–જીવન પણ અર્પણ, આજે–જીવનમાં અર્થની શોધ:

ગુલામીના સમયમાં દેશ માટે જીવ આપી દેવો એક સામાન્ય ભાવના હતી.

લોકો પાસે ગુમાવવાનું બધું હતું, સ્વાભિમાન, સ્વતંત્રતા, ઓળખ. જેમ કે ભગત સિંઘ, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક યુવાનો માત્ર ૨૦-૩૦ વર્ષની ઉંમરે તેમનું જીવન દેશને અર્પણ કરી દીધું હતું. ત્યારે લોકો, જીવીને દેશ માટે કંઈક કરી છૂટવાનું વધુ પસંદ કરતા હતા. આજે, દેશ માટે જીવ આપી દેવાનું જનૂન ક્યાંય દેખાતું નથી, વર્તમાન યુદ્ધને કારણે થોડી અછત પણ નથી ભોગવી શકતા. પણ એનો અર્થ એ નથી કે દેશપ્રેમ ખતમ થઈ ગયો છે. ઘણા લોકોના હ્દયમાં તે હજુ જીવંત છે.

૨. ત્યારે સંઘર્ષ બહાર હતો, આજે અંદર છે:

ત્યારે બ્રિટિશ શાસન જેવા, શત્રુ સ્પષ્ટ હતા. આજે ભ્રષ્ટાચાર, બેદરકારી, અજ્ઞાનતા અને સ્વાર્થ જેવા શત્રુ અદૃશ્ય રીતે કામ કરે છે. આજે લડાઈ તલવારથી નહીં, પરંતુ વિચાર, શિક્ષણ અને જવાબદારીની રહી છે.

૩. ત્યારે બલિદાન જરૂરી હતું, આજે જાગૃતિ જરૂરી છે:

ત્યારે સ્વતંત્રતા મેળવવા માટે બલિદાન આપવું પડતું. આજે સ્વતંત્રતા જાળવવા માટે, જાગૃત નાગરિક બનવું વધુ જરૂરી બન્યું છે.

૪. શું આજના યુવાનોમાં દેશ માટે જીવ આપવાનો જજ્બો છે?

સાચો જવાબ સીધો “હા” કે “ના” નથી. સૈનિકો, પોલીસ અને કેટલાક દેશભક્તોમાં આજે પણ એ જ જજ્બો છે. પણ સામાન્ય જીવનમાં નેતા કે લોકો દેશ માટે “મરવા” કરતાં “સુખથી જીવવા” પર વધુ ધ્યાન આપે છે. આજના સમયમાં પણ એક મહત્વની વાત એ છે કે, “દેશ માટે જીવવું” પણ એટલું જ મોટું બલિદાન છે.”

મારા આ લેખ દ્રારા પ્રયત્નોનું મહત્વ, હું સંઘર્ષની વાતો લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું જે આજના સમયમાં ખૂબ જ કિંમતી છે. કારણ કે,“જ્યારે ઇતિહાસ ભૂલાઈ જાય, ત્યારે સંસ્કાર પણ ખોવાતો જાય છે.”આ પ્રયત્નોથી,

યુવાનોમાં જાગૃતિ આવશે. દેશપ્રેમ ફરી જીવંત બનશે અને લોકો સમજશે કે આઝાદી કેટલી કિંમતી છે. “ત્યારે લોકો દેશ માટે મરતા હતા, આજે આપણે દેશ માટે જીવવાનું શીખવું પડશે. ત્યારે સાંકળો તોડવાની લડાઈ હતી, આજે સંસ્કારો જાળવવાની જવાબદારી છે.”

દેશપ્રેમનું સ્વરૂપ બદલાયું છે, પરંતુ તેની જરૂર આજે પણ એટલી જ છે.

“પહેલા લોહી વહેતું હતું, આજે પસીનો વહાવવો પડશે. પહેલા બલિદાનથી સ્વતંત્રતા મળી, આજે સંસ્કારથી તેને જાળવવી પડશે.”

યુવાનો માટે ખાસ સંદેશ- “દેશ માટે મરવું નહીં, પણ દેશ માટે જીવતા શીખો:”

આજનો યુવાન ટેક્નોલોજીથી ભરપૂર છે, સપનાઓથી ભરેલો છે અને તકોની દુનિયામાં જીવે છે. પરંતુ એક પ્રશ્ન આપણને પોતાને પૂછવો જ પડશે, શું આપણે આપણા દેશ માટે એટલા જ સંવેદનશીલ છીએ, જેટલા આપણા સ્વાર્થ માટે છીએ? એક સમય એવો હતો, જ્યારે દેશ ગુલામ હતો ત્યારે યુવાનોના દિલમાં એક જ આગ ધગતી હતી, “દેશ માટે જીવવું, અને જરૂર પડ્યે મરવું. ” ભગતસિંઘ માત્ર 23 વર્ષની ઉંમરે ફાંસીએ ચઢી ગયા. સુભાષચંદ્ર બોઝે બધું ત્યજીને આઝાદી માટે લડત પસંદ કરી. તેમણે જીવનનો અર્થ સમજાવ્યો, “વ્યક્તિથી મોટો દેશ છે.”

આજના સમયમાં, બદલાતું સ્વરૂપ, બદલાતી જવાબદારી. આજે આપણો દેશ સ્વતંત્ર છે. પણ પ્રશ્ન એ છે કે, શું આપણે સાચા અર્થમાં સ્વતંત્ર છીએ?

આજે કોઈ વિદેશી શાસક નથી, પણ આપણા સામેના દુશ્મનો બદલાઈ ગયા છે. ભ્રષ્ટાચાર, બેદરકારી, અજ્ઞાનતા અને સ્વાર્થ જેવા દુશ્મનો હાવી થઈ ગયા છે. આ લડાઈ બંદૂકથી નહીં, પરંતુ વિચાર, શિક્ષણ અને સંસ્કારથી જીતવાની છે.

યુવાનો માટે સાચો દેશપ્રેમ શું છે?

દેશપ્રેમ માત્ર નારા લગાવવાથી નથી આવતો, દેશપ્રેમ એ છે કે, દરેકે

ઈમાનદારીથી કામ કરવું, દરેક સમાજ માટે જવાબદાર બનવું, ખોટા સામે અવાજ ઉઠાવવો અને પોતાના કામમાં શ્રેષ્ઠતા લાવવી. “દેશ માટે જીવવું” એ આજનુ સૌથી મોટો બલિદાન છે.

ઇતિહાસ ભૂલશો નહીં, તેમાંથી પ્રેરણા લો, આંદામાનની “કાલા પાણી” જેવી જેલોમાં યુવાનો પર થયેલી યાતનાઓ માત્ર પીડા નહોતી, તે પ્રેરણાનો અગ્નિ છે. ત્યાં કેદ થયેલા વીરોએ ભુખ, માર અને એકાંત સહન કરીને પણ પોતાના દેશપ્રેમને કદી મરવા દીધો નહીં.

ત્યારે યુવાનો દેશ માટે મરી ગયા, આજે તમારે દેશ માટે જીવવાનુ છે. ત્યારે સાંકળો તોડવાની લડાઈ હતી, આજે સંસ્કાર જાળવવાની જવાબદારી છે.

ત્યારે સ્વતંત્રતા મેળવવાનો જંગ હતો,

આજે તેને મહાન બનાવવાની ફરજ છે.

ઉઠો યુવાનો, સમય આવી ગયો છે, તમે સફળતાની સાથે, દેશને ઉપયોગી બનો.

કાળા પાણીની સજા, વિશે આપણે જાણીએ છીએ પણ જેલ અને તેમાં ક્રાંતિકારીઓ ઉપર થયેલ દમન વિશે જાણીએ,

*  દમન માટે રચાયેલ જેલ:

1896 થી 1906 દરમિયાન બ્રિટિશ શાસકોએ આ જેલનું નિર્માણ કર્યું. તેનો હેતુ ગુનેગારોને સજા આપવાનો નહોતો, પરંતુ ભારતના સ્વતંત્રતા સેનાનીઓને સમાજથી અને તેમના સ્વજનોથી કાયમ માટે દૂર કરી દેવાનો હતો. સમુદ્રની વચ્ચે આવેલી આ જેલ “કાલા પાણી” બની, જ્યાં જવું એટલે જીવતા હોવા છતાં નર્ક ભોગવવું. આ માત્ર જેલ નહોતી, આ બ્રિટિશ ક્રૂરતાની એ કહાની છે, જે સાંભળીને આત્મા ધ્રૂજી ઉઠે. અહીં વીર સાવરકર અને હજારો ક્રાંતિકારીઓને એવી યાતનાઓ આપવામાં આવી કે માણસ તૂટી જાય, પણ તેમની આત્મા નહોતી તૂટી. આ જેલ ખરેખર “મૃત્યુનું ઘર” બની ગઈ હતી. આ જેલની રચના ‘સાયકલના પૈડાંના આરા’ જેવી હતી. વચ્ચે એક કેન્દ્ર ટાવર હતો અને ત્યાંથી સાત અલગ-અલગ પાંખો નીકળતી હતી, જેથી ચોકીદારો એક જ જગ્યાએથી બધા કેદીઓ પર નજર રાખી શકે.

*  698 કોઠીઓમાં બંધ સંઘર્ષ:

આ જેલમાં કુલ 698 કોટડીઓ હતી અને દરેકમાં માત્ર એક કેદી રાખવામાં આવતો. એટલે કે, એક સમયે વધુમાં વધુ 698 કેદીઓને રાખવાની ક્ષમતા હતી. જેલની રચના એવી હતી કે કોઈ કેદી બીજાને જોઈ કે મળીને વાત કરી શકે નહીં, એકાંત અને મૌન જ તેમની દુનિયા બની જતી હતી.

*  યાતનાઓની હદ:

અહીં ક્રાંતિવીરોને જે સહન કરવું પડતું હતું તે અત્યંત અમાનવીય હતું. દિવસભર કઠોર મજૂરી, તેલના ઘાણાં ફેરવવા, બેળી અને સાંકળમાં બાંધી રાખવા, નાની ભૂલ માટે ક્રૂર મારપીટ,

ભૂખ અને ત્રાસ આપવો. આ બધું તેમને શારીરિક અને માનસિક રીતે તોડી નાખવા માટે હતું.

*  ફાંસી અને મૃત્યુનો કાળો ઇતિહાસ:

આ જેલમાં ફાંસી માટે ખાસ ગેલોઝ બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક સાથે ત્રણ કેદીઓને ફાંસી આપી શકાય.

ઘણા સ્વતંત્રતા સેનાનીઓને અહીં ફાંસી આપવામાં આવી હતી. અનેક કેદીઓ યાતનાઓ, બીમારીઓ અને ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. ઇતિહાસ અનુસાર, સૈંકડો ક્રાંતિવીરોએ અહીં પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

*  અડગ સંકલ્પના પ્રતિક:

આ જેલમાં પણ દેશપ્રેમ કદી મર્યો નહીં. પ્રખર રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી

વિનાયક દામોદર સાવરકર અને બટુકેશ્વર દત્ત્ જેવા અનેક ક્રાંતિવીરો, જેમણે અતિશય યાતનાઓ સહન કરી, પરંતુ પોતાના દેશ માટેનો સંકલ્પ કદી છોડ્યો નહીં.

*  સંઘર્ષ અને વિરોધની જ્વાળા:

1930ના દાયકામાં કેદીઓએ ભૂખ હડતાળ કરી, જે બ્રિટિશ શાસન સામે એક શક્તિશાળી અવાજ બન્યો. તેમણે સાબિત કર્યું કે “શરીરને કેદ કરી શકાય, પરંતુ આત્માને નહીં.”

કાલા પાણીની જેલ માત્ર ઈંટ-પથ્થરની ઈમારત નથી, પરંતુ તે બલિદાન, સંઘર્ષ અને દેશપ્રેમનું જીવંત પ્રતિક છે. “અંધકાર કેટલો પણ ઘેરો હોય, જો સંકલ્પ મજબૂત હોય, તો સ્વતંત્રતાનો સૂર્ય જરૂર ઉગે છે.” આજના યુવાનો માટે આ સંદેશ સ્પષ્ટ છે કે,

સ્વતંત્રતાની કિંમત સમજો, દેશ માટે જવાબદારી નિભાવી અને શહીદોના બલિદાનને વ્યર્થ ન જવા દો.

કાલા પાણીની જેલ- “જ્યાં માનવતા રડી, પણ સ્વતંત્રતાની જ્યોત કદી બુઝાઈ નહીં.”

આજે આ જેલ એક રાષ્ટ્રીય સ્મારક છે, પરંતુ તેની દરેક દિવાલ આજે પણ કહે છે, “સ્વતંત્રતા સહેલાઈથી મળતી નથી, તે બલિદાન માંગે છે.” ભલે આજે આ જેલને આંતરરાષ્ટ્રીય સ્તરે UNESCO ની સત્તાવાર મ્હોરની રાહ હોય, પરંતુ કરોડો ભારતીયો માટે તો આ એક પરમ પવિત્ર તીર્થધામ જ છે.

“આઝાદી એ અમૂલ્ય વારસો છે, જે શહીદોના લોહીથી સિંચાયો છે.”

જેઓએ દેશની આઝાદી માટે તેમના જીવનુ બલિદાન આપ્યું એવા ગુમનામ નાયકોને નમન. વંદે માતરમ્.

You Might Also Like

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા
ગોંડલ

ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા

Editor By Editor 4 days ago
ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ધો.૧૦–૧૨ના તેજસ્વી તારલાઓનો ‘જ્ઞાનરત્ન અભિવાદન’ સમારોહ યોજાયો
 મંત્રી કાંતિ અમૃતિયા પોતાના ગામના ખેડૂતોને જ મનાવવામાં રહ્યા નિષ્ફળ
18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર
તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?