ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે
આરક્ષિત સીટોની ઉપલબ્ધતા વધશે તેમજ મુસાફરી વધુ આરામદાયક બનશે
અગ્ર ગુજરાત, રાજકોટ
મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી ખાસ કરીને પીક સીઝન દરમિયાન આરક્ષિત સીટોની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સુવિધા ટ્રેન સંખ્યા 19210 (ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ): 2 જૂન 2026 થી, ટ્રેન સંખ્યા 19209 (ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ): 1 જૂન 2026 થી અમલમાં આવશે. વધારાનો કોચ જોડ્યા બાદ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં 1 થર્ડ એસી, 3 સ્લીપર, 10 જનરલ અને 2 લગેજ વેન કોચનો સમાવેશ થશે. મુસાફરોની સુવિધા માટે આ વધારાના કોચનું બુકિંગ પીઆરએસ (PRS) કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC)ની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.


