સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રધ્ધાંજલિ પાઠવતાં અમરેલીના મહેશ રાઠોડ
અગ્ર ગુજરાત, અમરેલી
ભારતીય સંગીત જગતનો એક ઝળહળતો સિતારો આશા ભોંસલે અનંતની યાત્રાએ નીકળી ગયા છે. ૯૨ વર્ષની ઉંમરે આશા ભોંસલેના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે. આ દુઃખદ અવસરે તેમના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડે ઘેરા શોકની લાગણી સાથે સાંત્વના પાઠવી છે. મહેશભાઈ રાઠોડ ૨૮ વર્ષથી ભારતરત્ન સૂરોની મલ્લિકા એવા લતા જી મંગેશકર સાથે એમના અંગત મદદનીશ તરીકે સેવા પણ આપી ચુક્યા છે જે અમરેલી જિલ્લા તથા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ કહેવાય છે. રાજુલા તાલુકાના મોરંગી ગામના વતની મહેશભાઈ રાઠોડ તેઓ લતાજીના નિધન બાદ લાંબા સમયથી આશાજીના અંગત મદદનીશ તરીકે મુંબઈ ખાતે સેવા આપી રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે આશાજીનું નિધન સંગીત સૃષ્ટિ માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છે. આશાજીના મધુર અવાજથી અનેક દિલમાં વસેલા ગીતો લોકોના આજે પણ યાદગાર બની ગયાં છે. ઉલ્લેખનીય છે કે મહેશભાઈ અગાઉ ભારતના સ્વર કોકિલા સ્વ. લતા મંગેશકરજીના પણ અંગત મદદનીશ તરીકે રહી ચૂક્યા છે.અને ખાસ ખુદ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીએ પણ મહેશભાઈ ને બિરદાવ્યા છે. મંગેશકર પરિવાર સાથેના પોતાના વર્ષો જૂના આત્મીય સંબંધોને યાદ કરતા મહેશભાઈ ભાવુક થયા હતાં અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી….
રીપોર્ટર:- ધર્મેશ મહેતા રાજુલા…..


