અગ્ર ગુજરાત,મહીસાગર
રીપોર્ટ આસીફ લુણાવાડા
મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનનાઓએ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ય પોલીસ ઇન્સ.એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.
દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઈ નાઓને મળેલ બાતમીના આધારે (૧) લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૯૭-૨૦૨૬ (૨) ગોધરા શહેર બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૬૬૩-૨૦૨૫ (૩) ગોધરા શહેર બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૭૧૭-૨૦૨૫ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનીયમ મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી- અકીબ જાવેદ રફિક મિસ્ત્રી રહે, ૮/૮૦૬ એ.બી. ગોધરા ઓડા સિવીલ લાઇન્સ રોડ ગોધરા તા- ગોધરા જી-પંચમહાલ નાને લુણાવાડા બસ સ્ટેશન ખાતેથી ઝડપી લઇ આગળની કાયદેસરની કાર્યવાહીમાં આવેલ છે


