અગ્ર ગુજરાત,મહીસાગર
રીપોર્ટ આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

“પ્રકૃતિથી પ્રેરિત આબોહવા માટે, આપણા ભવિષ્ય માટે” ના મંત્ર સાથે લુણાવાડા કોર્ટ સંકુલમાં પર્યાવરણ પર્વ મનાવાયો
મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે ડીસ્ટ્રીક્ટ કોર્ટ કંમ્પાઉન્ડ ખાતે પર્યાવરણ દીવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે પર્યાવરણ દીન નિમિત્તે “પ્રકૃતિથી પ્રેરીત આબોહવા માટે, આપણા ભવિષ્ય માટે” ની થીમ સાથે આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન તથા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ શ્રીમતી એમ. એન. ગડકરીની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનના સંદેશને સાર્થક કરવામાં આવ્યો હતો.
આ વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમમાં ન્યાયતંત્રના વિવિધ મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ફેમીલી જજ ટી.એચ.દવે, એડી. ડીસ્ટ્રીક્ટ જજ એન.જી.દવે, ચીફ જ્યુડી. મેજી. એચ.એ.પંડ્યા, ફુલ ટાઈમ સેક્રેટરી કે.ટી.ગુરનાની, એડી. સીવીલ જજ આર.એ.પટેલ, ડી.જી.પી. એસ.આર.ડામોર અને મહીસાગર બારના પ્રમુખ જે.જે. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
આ મહાનુભાવો ઉપરાંત, કાર્યક્રમમાં ચીફ એલ.એ.ડી.સી., તમામ એલ.એ.ડી.સી. વકીલો, અન્ય વકિલો તથા ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતેના તમામ કર્મચારી ગણ પણ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. સૌએ સાથે મળીને પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષોના જતન માટે હકારાત્મક સંદેશ આપ્યો હતો.



