મેંગોપીપલ પરિવારે અષાઢીબીજે સ્લમવિસ્તારના બાળકો માટે યોજી ‘ખીર-પુરી પાર્ટી’
પવિત્ર પર્વની સેવાકાર્ય દ્વારા ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
પવિત્ર અષાઢીબીજના મંગલમય પર્વે સામાન્ય રીતે લોકો ઉત્સવોની ઉજવણી કરતા હોય છે, ત્યારે સામાજિક ક્ષેત્રે સક્રિય ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા ખૂબ જ સંવેદનશીલ અને સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા સ્લમવિસ્તારમાં રહેતા વંચિત અને જરૂરિયાતમંદ બાળકો માટે એક સુંદર અને ભવ્ય ‘ખીર-પુરી પાર્ટી’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
અષાઢીબીજના પવિત્ર દિવસે જ્યારે આ નાના બાળકોને પ્રેમપૂર્વક ગરમાગરમ ફૂલેલી પૂરીઓ, મસાલેદાર સુકીભાજી, ક્રિસ્પી ફ્રાઇમ્સ, ગરમાગરમ ખમણ અને મોંમાં પાણી લાવી દે તેવી મીઠી ખીર પીરસવામાં આવી, ત્યારે બાળકોના ચહેરા પર અદભુત રાજીપો અને સંતોષ જોવા મળ્યો હતો. ભૂખ્યા બાળકોનું પેટ ઠારીને અને તેમના મુખ પર તૃપ્તિનો ઓડકાર લાવીને સંસ્થાના સભ્યોએ સાચી ઈશ્વર ભક્તિનો અનુભવ કર્યો હતો. આ પ્રેરણાદાયી ભોજન સમારંભ અને મનીષભાઈ રાઠોડ તથા રૂપલબેન રાઠોડના આ સતકર્મને પૂર્વીબેન કવા, નિલેશભાઈ જોશી, મોનાબેન રાજવીર તથા વિશાલભાઈ નેનુજીએ ખુબ સરાહના કરવામાં આવી હતી.


