મેરા યુવા ભારત દ્વારા ITI ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
પર્યાવરણની જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આઈ.ટી.આઈ ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધાનું આયોજન રાજકોટ જિલ્લાના અધિકારી સ્વરૂપ દેશ ભરથાર તથા માય ભારતના રાજુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો. આ કાર્યકમના મુખ્ય મહેમાન સામાજિક અને પર્યાવરણના તત્વજ્ઞાની ભરતભાઈ કોરાટ તેમજ રાજકોટ ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણભાઈ નિર્મળ, આઈ.ટી.આઈના પ્રિન્સિપાલ રાડીયા, પર્યાવરણ પ્રેમી અને આદર્શ પર્યાવરણ શિક્ષિકા કૃતિબેન ડોડીયા (ખામટા); આઈટીઆઈના પ્રિન્સિપાલ રાડિયા ઉપસ્થિત રહયા હતા.
પ્રસંગોચિત ઉદબોધન કરતા ભરતભાઈ કોરાટે જણાવ્યું કે, આજે વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીનું સ્મરણ કરાવતો અવસર છે. વૃક્ષો, પાણી અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરીને જ આપણે આવનારી પેઢીને સ્વસ્થ અને હરિયાળું ભવિષ્ય આપી શકીશું. પર્યાવરણનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. વધુમાં વધુ વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને સ્વચ્છતાના સંકલ્પ દ્વારા આપણે પર્યાવરણ સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ. બાળકોને સામાજિક પર્યાવરણ વિશે માહિતગાર કરેલ હતા તમામ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું.
વિશ્વ પર્યાવરણ દિવસમાં ભાગ લેનાર પ્રથમ વિજેતા કોરડીયા તુફેલ, દ્વિતિય વિજેતા જાદવ હેતલબેન, તૃતીય ગૌસ્વામી હિમેશગીરીને શિલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા તેમજ તમામ 80 બાળકોને મહેમાનોના વરદ હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યસ દર્શના પરમાર હેમાંગી ચૌહાણ જહેમત ઉઠાવેલ હતી .આ પ્રસંગે ITI કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


