ગોંડલમાં નગરપાલિકાની ચુંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો : તમામ 44 બેઠકો ઉપર વિજયી
ગુંડાગીરીની વાતો અને મિરઝાપુર ફેકટરને પ્રજાએ જાકારો આપ્યો : ફરી એકવાર વિપક્ષ વિહીન બની નગરપાલિકા:
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ નગરપાલિકાની ચુંટણી માં ભાજપ ની 20 બેઠકો બીનહરીફ થયા બાદ 24 બેઠકો ની યોજાયેલી ચુંટણી માં કોંગ્રેસ અને આપ નો સફાયો કરી ભાજપે 24 બેઠક ઉપર વિજય પ્રાપ્ત કરતા નગરપાલિકા નાં કુલ 11 વોર્ડ ની તમામ 44 બેઠકો પર ભગવો લહેરાયો છે.વિપક્ષ ને સમ ખાવા પુરતી એક પણ બેઠક મળી નાં હોય નગરપાલિકા ફરી એકવાર વિપક્ષ વિહીન બનીછે.
આપ નાં જીગીશા પટેલ તથા કોંગ્રેસ નાં યતિષભાઈ દેસાઈ દ્વારા ગોંડલ માં ગુંડાગીરી અને મિરઝાપુર ની વાતો પોકળ સાબીત થઇ છે અને લોકોએ જયરાજસિહ જાડેજા પર પોતાનો વિશ્ર્વાસ બરકરાર રાખ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આજે મત ગણતરી નાં દિવસે એમ.બી.કોલેજ ખાતે ગણતરી શરુ થતા શરુઆત થીજ ભાજપ આગળ દોડતો હોય ભગવો લહેરાયો હતો.મત ગણતરી કેન્દ્ર પર ઉમટી પડેલા ભાજપ નાં કાર્યકરોએ જ્વલંત વિજય ને ફટાકડા ફોડી વધાવ્યો હતો.
વોર્ડ નંબર-1,વોર્ડ નંબર-6,વોર્ડ નંબર-9 અને વોર્ડ નંબર-11 નાં તમામ તથા વોર્ડ નંબર-2 માં એક,વોર્ડ નંબર-7 માં બે અને વોર્ડ નંબર-10 માં 1 મળી કુલ 20 બેઠકો પર પહેલે થીજ ભાજપ નાં ઉમેદવારો બીનહરીફ જાહેર થયા હતા. ત્યારે બાકી રહેતાં વોર્ડ નંબર-2,3,4,5,7,8 તથા વોર્ડ નંબર-10ની 24 બેઠકો માટે મતદાન થયા બાદ આજે મત ગણતરી હાથ ધરાતા તમામ બેઠકો પર ભાજપ નાં ઉમેદવારો વિજેતા બન્યાં હતાં. આમ વર્ષ 2021 ની ચુંટણીઓ ની માફક ભાજપે તમામ બેઠકો કબ્જે કરી કોંગ્રેસ અને આપ ફરી ઘરભેગા દિધા છે.
ભાજપ નાં મોવડી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા તેમનાં સહયોગી અશોકભાઈ પીપળીયા ,પીન્ટુભાઇ ચુડાસમા નું માઇક્રો પ્લાનિંગ અને સંગઠનાત્મક વ્યુહરચના ને કારણે કોંગ્રેસ ને ઘોબી પછડાત આપી ભાજપ ને ભવ્ય વિજય અપાવવા માં સફળતા મળી છે. ભાજપ દ્વારા ઉમેદવારો ની પસંદગી પણ પરીણામ લક્ષી બની હતી.બીજી બાજુ કોંગ્રેસ અને આપ ને ઉમેદવારો નાં ફાફા પડ્યાં હતા. નગરપાલિકા ની ચુંટણીનાં પરીણામો જોતા ભાજપે ગોંડલ માં પોતાનો ગઢ જાળવી રાખ્યો છે.


