By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: 24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ

AgraGujarat Rajkot
Last updated: 2025/10/17 at 4:32 PM
7 months ago
Share
24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ
SHARE

તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ (મોક્ષ) એ માત્ર એક ઘટના નથી, પરંતુ જૈન ધર્મ માટે એક મહાન પર્વ અને આત્મસાધનાની પરાકાષ્ઠાનું પ્રતીક છે. તેઓ વર્તમાન અવસર્પિણી કાળના ચોવીસમા અને અંતિમ તીર્થંકર હતા, જેમણે વિશ્વને અહિંસા, સત્ય અને અપરીગ્રહના પાયા પર ટકેલો શાશ્વત ધર્મ આપ્યો.

નિર્વાણ પહેલાંનો અંતિમ સમય

ભગવાન મહાવીરે 30 વર્ષની વયે રાજપાટનો ત્યાગ કરીને દીક્ષા લીધી અને સાડા બાર વર્ષની ઘોર સાધના બાદ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન બાદ તેમણે લગભગ 30 વર્ષ સુધી દેશના (ધર્મોપદેશ) આપીને કરોડો જીવોને ધર્મમાર્ગે વાળ્યા. તેમના અનુયાયીઓમાં રાજાઓ, ગણધરો, સામાન્ય સ્ત્રી-પુરુષો સૌનો સમાવેશ થતો હતો.

તેમના જીવનના અંતિમ સમયમાં 72 વર્ષની વયે તેઓ બિહારના પાવાપુરી (વર્તમાન નાલંદા જિલ્લામાં આવેલું) નામના સ્થળે પધાર્યા. અહીં તેમણે હસ્તિપાલ રાજાના તલાટીની કચેરીમાં ચાતુર્માસ (ચોમાસુ) માટે નિવાસ કર્યો. ભગવાન મહાવીર જાણતા હતા કે તેમનો મોક્ષ સમય નજીક છે, તેથી તેમણે પોતાની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ ધર્મનો પ્રચાર કરવામાં કર્યો.

અનવરત દેશના (48 કલાકનો ઉપદેશ)

પાવાપુરીમાં મહાવીર સ્વામીએ તેમનો અંતિમ અને સૌથી લાંબો ઉપદેશ આપ્યો. જૈન શાસ્ત્રો અનુસાર આ દેશના સતત સોળ પ્રહર એટલે કે 48 કલાક સુધી અવિરત વરસતી રહી હતી. આ સમય દરમિયાન તેમણે કેવળજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલા ધર્મનું સંપૂર્ણ રહસ્ય ખુલ્લું કર્યું. તેમના ઉપદેશને સાંભળવા માટે માનવીઓ, દેવો અને તિર્યકો(પ્રાણીઓ)નો મોટો સમુદાય એકઠો થયો હતો. 48 કલાકના ઉપદેશ બાદ તેમણે છઠ્ઠના ઉપવાસ (બે દિવસના ઉપવાસ) ધારણ કર્યા. આ સમયે તેમના શરીરનાં તમામ કર્મો ક્ષીણ થવાની પ્રક્રિયામાં હતાં.

નિર્વાણ અને મોક્ષની પ્રાપ્તિ

કાર્તિક કૃષ્ણ અમાસ (આપણે ત્યાં દિવાળીનો દિવસ)ની વહેલી સવારે, બ્રહ્મમુહૂર્તમાં ઈ.સ. પૂર્વે 527માં ભગવાન મહાવીર સ્વામીએ પાવાપુરી ખાતે નિર્વાણ પ્રાપ્ત કર્યું. મોક્ષની પળ નજીક આવતાં તેઓ સંપૂર્ણપણે ધ્યાનસ્થ અવસ્થામાં હતા. તેમના શરીરનાં બધાં કર્મો – જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય બળીને ભસ્મ થઈ ગયા અને તેઓ પરમ સિદ્ધ બન્યા. તે ક્ષણે તેમનો આત્મા જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈને લોકાકાશના સર્વોચ્ચ શિખર સિદ્ધશિલામાં બિરાજમાન થયો, જ્યાં તેમને શાશ્વત સુખ પ્રાપ્ત થયું. આ સ્થિતિને જૈન ધર્મમાં મોક્ષ કે પરિનિર્વાણ કહેવામાં આવે છે.

દીપોત્સવની પરંપરા

જે રાત્રે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું તે અમાસની રાત હતી, જે ઘોર અંધકારવાળી હોય છે. તે સમયે હાજર રહેલા દેવો અને મનુષ્યોએ ભગવાન મહાવીરના જ્ઞાનના પ્રકાશને યાદ કરવા લાખો દીવાઓ પ્રગટવીને સંદેશ આપ્યો કે, ભલે મહાવીર સ્વામીનું શરીર ન રહ્યું, પરંતુ તેમનો ધર્મરૂપી પ્રકાશ હંમેશાં વિશ્વને માર્ગદર્શન આપતો રહેશે. આ જ કારણથી ત્યારથી લઈને આજ સુધી જૈન સમુદાય આ દિવસને નિર્વાણ કલ્યાણક તરીકે ઊજવે છે અને આ પવિત્ર દીપ પ્રગટાવવાની પરંપરાને લીધે જ આ દિવસે ભારતમાં દીપાવલિ(દિવાળી)નો ઉત્સવ ઊજવવાની પ્રથા પ્રચલિત થઈ હોવાનું માનવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ એ કર્મો પર વિજય મેળવવાની અને સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરવાની યાત્રાનું સમાપન હતું. પાવાપુરીનું જલમંદિર આજે પણ તે પવિત્ર સ્થળની યાદ અપાવે છે, જ્યાં ચરમ તીર્થંકરે પોતાના જીવનના પરમ લક્ષ્યને સિદ્ધ કર્યું. તેમનો મોક્ષ એ જૈન ધર્મના અનુયાયીઓ માટે આત્મકલ્યાણ માટેની પ્રેરણાનો અખૂટ સ્રોત છે.

You Might Also Like

 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘા, જનતાના ખિસ્સા ખાખ
ગાંધીનગર

પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘા, જનતાના ખિસ્સા ખાખ

Editor By Editor 5 hours ago
 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું
સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ
રાજકોટમાં ‘રાજકોટ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન
 સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?