By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    3 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    6 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: નર્સિંગ વિદ્યાર્થીનીને સરધારમાં બંધક બનાવી દુષ્કર્મ, છોડવા માટે પિતા પાસે 20 લાખની ખંડણી મંગાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

નર્સિંગ વિદ્યાર્થીનીને સરધારમાં બંધક બનાવી દુષ્કર્મ, છોડવા માટે પિતા પાસે 20 લાખની ખંડણી મંગાઈ

Editor
Last updated: 2026/06/05 at 4:47 PM
20 minutes ago
Share
નર્સિંગ વિદ્યાર્થીનીને સરધારમાં બંધક બનાવી દુષ્કર્મ, છોડવા માટે પિતા પાસે 20 લાખની ખંડણી મંગાઈ
SHARE

નર્સિંગ વિદ્યાર્થીનીને સરધારમાં બંધક બનાવી દુષ્કર્મ, છોડવા માટે પિતા પાસે 20 લાખની ખંડણી મંગાઈ

કચ્છની વિદ્યાર્થીનીને પરિચયનો લાભ લઈ સરધાર લઈ જઈ આચરવામાં આવ્યું કાંડ ; પરિવારજનો અને જિલ્લા પંચાયત સભ્યના પતિ સામે ગુનો નોંધાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

કચ્છ જિલ્લાના રાપર પંથકની 20 વર્ષીય યુવતીને રાજકોટમાં પરિચિત યુવાન દ્વારા બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એટલું જ નહીં, યુવતીને મુક્ત કરવા બદલ રૂ.20 લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં દુષ્કર્મ, ખંડણી, ધમકી અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
ફરિયાદ મુજબ યુવતી અગાઉ રાજકોટમાં ધોરણ-12નો અભ્યાસ કરતી હતી. તે દરમિયાન રાજપરા વિસ્તારના રહેવાસી રામ છૈયા સાથે તેની ઓળખાણ થઈ હતી. યુવતીના જણાવ્યા અનુસાર, રામ તેને સતત સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરતો હતો, જોકે ત્યારબાદ તેણી ધ્રોલ ખાતે નર્સિંગનો અભ્યાસ કરવા જતી રહી હતી. બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે પોતાના વતન કચ્છ પરત ફરી હતી.
યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી મહિનામાં નર્સિંગનું પરિણામ મેળવવા માટે તે ધ્રોલ ગઈ હતી. ત્યાંથી બહાર નીકળતાં જ આરોપી રામ કાર લઈને આવ્યો હતો અને બળજબરીપૂર્વક તેને વાહનમાં બેસાડી હતી. આ દરમિયાન કોરા કાગળો પર સહી કરાવવામાં આવી હતી તેમજ કેટલાક ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને રાજકોટમાં ઉતારી દેવામાં આવી હતી.
મામલાનો વળાંક માર્ચ મહિનામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, યુવતી પોતાના બીમાર સગાંની મુલાકાત લેવા સામખીયારી જવા નીકળી હતી ત્યારે રસ્તામાં કારમાં આવેલા રામ અને તેના સાથીઓએ તેને રોકી લીધી હતી. તેનો મોબાઇલ ફોન કબજે કરી સંપર્ક તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીને નવાગામ (સરધાર) ખાતે લઈ જવામાં આવી હતી.
યુવતીનો આક્ષેપ છે કે તેને એક રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી અને તેની ઇચ્છા વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપી રામ ઉપરાંત તેના પિતા મુકેશ અને ભાઈ શ્યામ દ્વારા પણ સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી. વિરોધ કરવાથી મારપીટ અને માનસિક ત્રાસ અપાતો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
ફરિયાદમાં વધુ એક ચોંકાવનારો આરોપ એ છે કે આરોપીઓના સંબંધી અને જિલ્લા પંચાયત સભ્યના પતિ તરીકે ઓળખાતા રાજેશ ઉર્ફે રાજા ચાવડાએ યુવતીને ધમકાવી હતી. યુવતીના જણાવ્યા પ્રમાણે તેના માથા પર બંદૂક જેવું હથિયાર મૂકી પરિવાર પાસેથી રૂ.20 લાખ લાવવાની માંગણી કરવામાં આવી હતી. પૈસા નહીં મળે તો ક્યારેય મુક્ત નહીં કરવામાં આવે તેવી ધમકી પણ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
ઘટનાક્રમ દરમિયાન યુવતીને બહારની દુનિયા સાથે સંપર્ક સાધવાની કોઈ તક મળતી નહોતી. જોકે થોડા દિવસ પહેલાં તેને આરોપીનો મોબાઇલ હાથમાં આવતા તેણે સોશિયલ મીડિયા મારફતે પોતાના ભાઈનો નંબર મેળવ્યો હતો અને ગુપ્ત રીતે સંપર્ક સાધ્યો હતો. યુવતીએ પરિવારજનોને પોતાની સ્થિતિ વિશે જાણ કરતાં તેઓ તાત્કાલિક નવાગામ પહોંચી ગયા હતા.
પરિવારજનોએ આરોપી પક્ષ સાથે ચર્ચા કરી યુવતીને પરત સોંપવા વિનંતી કરી હતી, પરંતુ યુવતીના જણાવ્યા મુજબ આરોપીઓએ પૈસાની માંગણી જ ચાલુ રાખી હતી. અંતે યુવતીનો ભાઈ અને અન્ય સગાંઓએ જે રૂમમાં તેને રાખવામાં આવી હતી તેનો દરવાજો તોડી તેને બહાર કાઢી પોતાની સાથે લઈ ગયા હતા.
પ્રારંભિક તબક્કે ફરિયાદ કચ્છ જિલ્લાના આડેસર પોલીસ મથકમાં નોંધાઈ હતી. ઘટનાનો વિસ્તાર રાજકોટ સાથે સંકળાયેલો હોવાથી કેસને આજીડેમ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી રામ મુકેશ છૈયા, મુકેશ રાયધણ છૈયા, શ્યામ મુકેશ છૈયા અને રાજેશ ઉર્ફે રાજા ચાવડા સામે દુષ્કર્મ, ખંડણી, અપહરણ, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની દરેક દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. યુવતીના નિવેદનો, મોબાઇલ ફોનની વિગતો, સોશિયલ મીડિયા ચેટ્સ તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાએ રાજકોટ અને કચ્છ બંને વિસ્તારોમાં ભારે ચર્ચા જગાવી છે અને હવે તપાસના પરિણામો પર સૌની નજર મંડાઈ છે.

 

You Might Also Like

શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય

રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ

જૂના ચહેરા આઉટ, કેડર નેતાઓને દિલ્હીની ટિકિટ

વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત

પડધરીની ડોંડી નદી કાંઠે મહિલાની આબરૂ લૂંટનારને અદાલતે ફટકારી આજીવન કેદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોલેરાના નિર્માણધિન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર VT CNS એરક્રાફટનું સફળ ટેસ્ટિંગ
ગુજરાત

ધોલેરાના નિર્માણધિન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર VT CNS એરક્રાફટનું સફળ ટેસ્ટિંગ

Editor By Editor 4 hours ago
સાયબર માફિયાઓ સામે ગુજરાત સરકારનો મોટો પ્રહાર
ખેતરમાં અણછાજતી હરકત, ધમકી અને બ્લેકમેઇલથી કંટાળેલા ખેડૂતે જીવન ટૂંકાવ્યુ
વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ
જંગલખાતુ એલર્ટ : ૨૦૦ કર્મચારીઓને ખડેપગે રખાયા, ૧૦ કિલોમીટરમાં સતત થતુ મોનિટરીંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?