અંબાજી મંદિરના મહારાજનું નટેશ્વર ધામ ખાતે સ્વાગત
પર્યાવરણ પ્રેમી આંદોલન ચલાવતા ગજેન્દ્રસિંહ ઝાલાનું મહારાજ દ્વારા સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં રાજકોટમાં અંબાજી મંદિરના (જીલ્લો બનાસકાંઠા ઉત્તર ગુજરાત) લક્ષ્મીરામ મહારાજ કોઠારીયા કોલોની ખાતે પધારેલ હોય ત્યારે કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને નટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ (નટેશ્વર ધામ) દ્વારા મહારાજનું ફૂલહાર, પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી નટેશ્વર મંદિરના પ્રમુખ સુરૂભા જાડેજા એ સન્માન કર્યું હતું. આ પ્રસંગે કોઠારીયા કોલોની અન્ય વિસ્તારોમાંથી ભાવિકો મહારાજના આશીર્વચન લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ધર્મ પ્રેમી ભાવિકોને અંબાજી મંદિરના મહારાજ તરફથી રક્ષા પોટલી, કુમકુમ, પ્રસાદ અને માતાજીની ચુંદડી પ્રસાદ રૂપે અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે મહારાજ દ્વારા વૃક્ષોનું જતન કરવા અને વડ, પીપળા, ઉબરો સહિતના વૃક્ષો અંગે તેમનું મહત્વ સમજાવ્યું હતું અને કોઠારીયા કોલોની વોર્ડ નંબર 14 માં મહાનગરપાલિકા વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાની જે સાજીસ ચાલી રહી છે તેમાં યુવા ગ્રુપના નેજા હેઠળ પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા મહાનગરપાલિકા સામે વૃક્ષ છેદનની પ્રક્રિયા સામે પર્યાવરણ પ્રેમીઓએ રુક જાઉ નો આદેશ આપી આંદોલન ચાલી રહ્યું છે જેમાં થાળી વગાડ, ધરણા સહિતના કાર્યક્રમો અપાય છે. કમિશનર અને શાસકોને સદબુદ્ધિ આપે એ માટે પ્રાર્થના સભા પણ કરવામાં આવી હતી. આ પર્યાવરણ પ્રેમી અને આંદોલનના પ્રણેતા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા નું અંબાજી મંદિરના લક્ષ્મીરામ મહારાજ દ્વારા બાલ હનુમાન ની મોમેન્ટ આપી સન્માન કરાયું હતું.
નટેશ્વર ધામ ખાતે ના કાર્યક્રમમાં સુરુભા જાડેજા, ગજેન્દ્રસિંહ ઝાલા, મનોજભાઈ ચોટલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, નટવરસિંહ સરવૈયા, ભરતસિંહ જાડેજા (કાનાભાઈ), ધીરુભાઈ, ફતેસિંહ જાડેજા, ચેતનભાઇ સોલંકી, મહેશભાઈ ચોટલીયા, ધનરાજસિંહ જાડેજા, ઉપમન્યુ ભટ્ટ (ભોલાભાઈ), મનીષભાઈ કવા, સાગરભાઇ રાઠોડ, અમિતભાઈ મહેતા, શક્તિસિંહ તેમજ બહેનોમાં ધ્રુપદબા જાડેજા, જસુબા વાંક, રસમિતાબેન મહેતા, જયશ્રીબેન વસાણી, જ્યોતિબેન કથરેચા સહિતના બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.


