જીલ્લા ભાજપા દ્વારા પ્રશિક્ષણ વર્ગ અક્ષર મંદિર ગોંડલ ખાતે યોજાયો
નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સફળ વિદેશનીતિને કારણે દેશ સુરક્ષિત બન્યો : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનસંઘના સ્થાપના કાળથી જ તેની વિચારધારા રાષ્ટ્રવાદની રહી છે. ભારતીય જનતા પાર્ટી તેની મૂળ વિચારધારાને સાથે રાખીને દેશમાં સુશાસન ચલાવી રહી છે. ભાજપા આજે કરોડોની સભ્ય સંખ્યા ધરાવતી વિશ્વમાં સૌથી મોટો રાજકીય પક્ષ છે. તેનું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકરને તેનું ગૌરવ છે.
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સુચના અનુસાર તેમજ પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી, પ્રશિક્ષણ વર્ગના વાલી પ્રદીપભાઈ વાળાના માર્ગદર્શન અનુસાર ગુજરાતભરમાં ભાજપાના કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા ભાજપા મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માંકડિયા, વલ્લભભાઈ ઝાપડિયા, જીલ્લા પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ રાજેન્દ્રભાઈ ધારૈયા, સહ-ઇન્ચાર્જ દીપકભાઈ પીપળીયા, રીનાબેન ભોજાણીની આગેવાનીમાં જુદા-જુદા વિભાગની ટીમોના બનાવી અને જવાબદારી સોંપીને અક્ષર મંદિર, ગોંડલ ખાતે જીલ્લા પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો.
આ જીલ્લા પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, રાજકોટ જીલ્લા ભાજપા સંગઠનના પ્રભારી ભરતભાઈ આર્ય, રાજકોટ જીલ્લા કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યો જયેશભાઈ રાદડિયા, ભાનુબેન બાબરીયા, ગીતાબા જે.જાડેજા, ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, જીલ્લા પંચાયત અધ્યક્ષ સંજયભાઈ પીપળીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ જીલ્લા પ્રમુખો ડિ.કે.સખીયા, નાગદાનભાઈ ચાવડા, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, પ્રવિણાબેન રંગાણી સહીત ભાજપાના અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશમાંથી આવેલ વક્તાઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ડો.વિમલભાઈ કગથરા, ડો.રાજીવભાઈ પંડ્યા, કૌશિકભાઈ વેકરીયા, સુરેશભાઈ માંગુકિયા, આશાબેન નકુમ, બ્રિજેશભાઈ મેરજા, પ્રદીપભાઈ ખીમાણી, હર્ષદગીરી ગોસાઈ, ભરતભાઈ પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રશિક્ષણ વર્ગના સત્ર અધ્યક્ષઓ અલ્પેશભાઈ ઢોલરીયા, કુંવરજીભાઈ બાવળિયા, ભરતભાઈ આર્ય, ભૂપતભાઈ બોદર, રમેશભાઈ ધડુક, ભાનુબેન બાબરીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, સંજયભાઈ પીપળીયા, લાખાભાઈ સાગઠીયા, જયેશભાઈ રાદડિયા રહ્યા હતા, તેમજ પ્રશિક્ષણ વર્ગમાં વિવિધ સત્રમાં સંચાલક તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માંકડિયા, વલ્લભભાઈ ઝાપડિયા, પ્રફુલભાઈ ટોળીયા, રીનાબેન ભોજાણી, ડો.દીપકભાઈ પીપળીયા, પ્રવિણાબેન રંગાણી, રાજુભાઈ ગોંડલીયા, દેવભાઈ કોરડીયા, સતીશભાઈ ભીમજીયાણી, વિનોદભાઈ દક્ષિણી અને અંતમાં જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને તથા વક્તા ભરતભાઈ પંડ્યાના દીર્ઘદ્રષ્ટિ અને પ્રભાવી વક્તવ્ય સાથે તેમજ અક્ષર મંદિરના સ્વામી દિવ્યસ્વરૂપસ્વામીના આશીર્વચન સાથે સમાપન સત્ર બાદ વર્ગની પૂર્ણ કરવામાં આવ્યો હતો.
વર્ગની વ્યવસ્થામાં જીલ્લા યુવા મોરચા મહામંત્રી દેવભાઈ કોરડીયા, મહામંત્રી સુરજભાઈ ડેર, કિશનભાઈ ઠુંમર સહીત યુવા મોરચાની ટીમ તેમજ વિવિધ વ્યવસ્થા ટીમના સભ્યો જોડાયા હતા.
પ્રશિક્ષણ વર્ગના રજીસ્ટ્રેશનની વ્યવસ્થા અલ્પેશભાઈ અગ્રાવતના માર્ગદર્શન હેઠળ વિવેક સાતા, કિશોર રાજપૂત સહીતનાએ સંભાળી હતી. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવે છે.


