ૐદાદાના સાનિધ્યમાં ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ સંપન્ન
૧૫૦૦થી વધારે ભાવિકોની હાજરીમાં ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ પૂજ્ય ૐદાદાના દિવ્ય સાનિધ્યમાં ૐદાદા ફાઉન્ડેશન, ૐકારા ફાઉન્ડેશન તથા ૐકારા આર્મીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ ભક્તિ, સમર્પણ અને આધ્યાત્મિક ચૈતન્યના અલૌકિક વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થયો હતો. મહોત્સવમાં 1,500થી વધુ ૐભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મંગલવિધિથી થઈ હતી. ત્યારબાદ ગુરુપૂજન, ભાવાંજલિ, દિવ્ય આશીર્વચન, શક્તિપાત, દિવ્ય દર્શન અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પરમ પૂજ્ય શ્રી ૐદાદાએ પોતાના યોગબળ અને વિશિષ્ટ સંકલ્પ દ્વારા ઉપસ્થિત ભક્તોને દિવ્ય શક્તિપાતના આશીર્વાદ પ્રદાન કર્યા હતા.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન કોર્પોરેટર દર્શનભાઈ ભીલ, કોર્પોરેટર અરુણાબેન આડેસરા, ભાજપ અગ્રણી રાજભાઈ જાડેજા, વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કૌશિકભાઈ સરધારા, કોંગ્રેસ અગ્રણી તથા સોની સમાજના આગેવાન જીગ્નેશભાઈ વાગડિયા, આમ આદમી પાર્ટીના અગ્રણી પરેશભાઈ શિંગાળા, અગ્રણી એડવોકેટ તથા JBOના સ્થાપક હર્ષિલભાઈ શાહ, બોલબાલા ટ્રસ્ટ જયેશભાઈ ઉપાધ્યાય, શિવશક્તિ હોટલ પદુભા વાઘેલા, શિવશક્તિ ટ્રાવેલ દીપકસિંહ વાઘેલા, સિનિયર રિપોર્ટર દિગુભા ઝાલા, રાજુભાઈ બગડાઈ, એ.ડી. ગ્રુપના અમિતભાઈ ધામેલિયા, નવનાત વણિક સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, જૈન સમાજના અગ્રણી રાકેશભાઈ ડેલીવાલા, સમાજસેવક મુરલીભાઈ દવે તેમજ નવજીવન વિકલાંગ સેવાશ્રય, ભચાઉના સંસ્થાપક જીતેન્દ્રભાઈ જોષી સહિત રાજકીય, સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક અને મીડિયા ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પરમ પૂજ્ય શ્રી ૐદાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અજય ટીટા દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી મિતેશભાઈ દોશી અને અમિતભાઈ લોકવાણી, અનન્ય ભાવિક દર્શનભાઈ ભીલ, નયનભાઈ કોઠારી, વિરાજભાઈ લાઠીયા, હર્ષિલભાઈ શાહ, અમિતભાઈ બોસામિયા, ભાવેશભાઈ બાબરિયા, હરેશભાઈ અઘારા, હેમાંગભાઈ દસાડિયા, રવિભાઈ શુક્લા, રાજેશભાઈ વાઘેલા તથા કમલભાઈ ઘોરેચા સહિત સમગ્ર શિષ્યમંડળ અને સ્વયંસેવકોએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.


