ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન
રણછોડદાસજી આશ્રમ, BAPS સ્વામીનારાયણ મંદિર, રામકૃષ્ણ આશ્રમ, બ્રહ્માકુમારી આશ્રમ ખાતે કાર્યક્રમ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેર ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલ વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગુરૂપૂજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. આ તકે શહેરના વિવિધ મંદિરો-આશ્રમોમાં ભાજપ અગ્રણીઓ દ્વારા ગુરૂવંદના તેમજ ભાવવંદના કરી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ વિધાનસભાવાઈઝમાં રણછોડદાસજી મહારાજ આશ્રમ, રામકૃષ્ણ આશ્રમ, સ્વામીનારાયણ મંદિર તેમજ બ્રહ્માકુમારી આશ્રમ ખાતે શહેર ભાજપ અગ્રણીઓ દ્વારા ગુરૂપૂજન કરવામાં આવેલ હતું.
આ તકે વિધાનસભા-૬૮ માં રણછોડદાસજી મહારાજ આશ્રમ ખાતે મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, સ્ટે.કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, પુર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા કોર્પોરેટરો તથા વિધાનસભા-૬૮ માં આવતા શહેરના હોદ્દેદારોઓ તેમજ વિધાનસભા-૬૯ માં સ્વામીનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, પ્રમુખ ડૉ. માધવ દવે, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, ડે.મેયર દક્ષાબેન વસાણી, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા અને વિધાનસભા-૬૯ માં આવતા શહેરના હોદ્દેદારો
આ ઉપરાંત વિધાનસભા-૭૦માં આવેલ રામકૃષ્ણ આશ્રમ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, તેમજ શહેરના હોદ્દેદાર, કોર્પોરેટરો અને વિધાનસભા-૭૧ માં બ્રહ્માકુમારી આશ્રમ ખાતે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, વિધાનસભા-૭૧માં આવતા શહેરના હોદ્દેદારો, કોર્પોરેટરો સહિતનાઓએ ફુલહાર તેમજ વંદનથી ગુરૂ પૂજન કરી આર્શીવાદ લીધા હતા. આ તકે રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો, વોર્ડ પ્રભારીઓ, વોર્ડ પ્રમુખો, વોર્ડ મહામંત્રીઓ સહિતના અગ્રણીઓ સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. માધવ દવેએ જણાવ્યું હતું કે જીવનયાત્રાને પાર પાડવા ગુરૂ પથદર્શકની ભુમિકા ભજવે છે. સદગુરૂ શિષ્યના જીવનને દિશા આપે છે તેમજ જીવનની દરેક પળે ગુરૂની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહામાનવને યાદ કરવાનો અવસર એવા ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે ગુરૂનો મહિમા ગાવા, ગુરૂ ઋૂણનું સ્મરણ કરવા અને ગુરૂ પ્રાપ્તિનો પરમાનંદ માણવા અને ગુરૂમય બની જવાના આ શુભ દિવસે રાજકોટ શહેર ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમા પાવન પર્વ અંતર્ગત શહેરના તમામ વોર્ડના વિવિધ મંદિરો, આશ્રમોમાં ભાવવંદના અને ભકિતસભર ગુરૂપૂજનના કાર્યક્રમો શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડ પ્રમુખોની આગેવાનીમાં કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


