ગુંજન પાર્કમાં યોજાયો કેન્સર અવેરનેસ કાર્યક્રમ
નિષ્ણાંત સર્જનો દ્વારા માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
આજકાલ કેન્સરના દર્દીઓમાં થઈ રહેલા અવિરત વધારાને ધ્યાનમાં લઈને ગુંજન પાર્ક ઓનર્સ એસોસિએશન અને આર્યા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે બ્રેસ્ટ હેલ્થ અને કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન ગુંજન પાર્ક, રાજકોટમાં કરવામાં આવ્યું હતું.
આ અવેરનેસ કાર્યક્રમમાં શાશ્વત હોસ્પિટલ અને પંચનાથ હોસ્પિટલમ, રાજકોટના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ ઓન્કોલોજી સર્જન ડૉ. અશ્વિનીબહેન જસાણી – મોદીએ બ્રેસ્ટ હેલ્થ અને કેન્સર વિશે સરળ ભાષામાં વિસ્તૃત જાણકારી આપી હતી. વાર્તાલાપ પછી પ્રશ્નોત્તરીમાં બહેનોને મૂંઝવતા પ્રશ્નો પૂછીને મૂંઝવણનું સમાધાન કર્યું હતું. સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સક અને યોગ નિષ્ણાત ડૉ. ભાવનાબેન ઠક્કરે પણ સહ આયોજક તરીકે આરોગ્યલક્ષી રાખવી જોઈતી જાગૃતિ અંગે સરળ શૈલીમાં સમજણ આપી હતી.
આ અવેરનેસ કાર્યક્રમમાં ગુંજન પાર્ક અને આજુબાજુની સોસાયટીના બહેનોએ ઉપસ્થિત રહી આ અવેરનેસ કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુંજન પાર્કના પૂર્વ પ્રમુખ વી. ડી. વઘાસિયા, વર્તમાન પ્રમુખ સ્પૃહાબહેન પટેલ, માનદ મંત્રી અતુલભાઈ મણવર, ઉપપ્રમુખ ડૉ.સ્વાતિબહેન જોશી – ભટ્ટ,અને કારોબારી સભ્યો ગિરાબહેન, જયશ્રીબહેન, ભરતભાઈ, જિગ્નેશભાઈ, નિર્મલભાઈ, ગૌતમભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમનું સુંદર સભા સંચાલન ઉપપ્રમુખ ડૉ.સ્વાતિબહેન જોશી – ભટ્ટએ કર્યું હતું. આભાર દર્શન પ્રમુખ સ્પૃહાબહેન પટેલે દ્વારા કરવામાં આવ્યું હતું.


