અષાઢી બીજના પાવન પર્વે ઓશો ધ્યાન મંદિરોમાં ગુંજશે ભક્તિના સૂર
ઓશો સત્યપ્રકાશ અને ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે આવતીકાલે વિશિષ્ટ ધ્યાન અને સત્સંગના કાર્યક્રમો યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ઓશોના સૂત્ર ઉત્સવ આસાર નીતિ આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, સન્યાસ ઉત્સવ, વિવિધ સંપ્રદાયના ઉત્સવો, ભજનકિર્તન, ગીત સંગીત, મૃત્યુ ઉત્સવ, વિશ્વદિન વગેરે રાજકોટમાં ર૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા ૪૧ વર્ષોથી અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.
કાલે તા. ૧૬ ગુરૂવારના રોજ અષાઢી બીજ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે તથા ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે સાંજના ૬:૩૦ થી ૮ દરમ્યાન અષાઢી બીજ કિર્તન ઉત્સવ તથા સંધ્યા ધ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઓશો સન્યાસી પ્રેમીઓને ત્રિપુટી બંધુએ અનુરોધ કરેલ છે. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, ડા માર્ટ પાછળ, રાજકોટ. (ર) ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર, કિસાનપરા ચોક, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં, એ.જી. ઓફિસ પાછળ, રાજકોટ. વિશેષ માહિતી માટે : સ્વામિ સત્યપ્રકાશ – ૯૪ર૭રપ૪ર૭૬, સ્વામિ સંજીવ રાઠોડ – ૯૮ર૪૮૮૬૦૭૦


