By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    17 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું

Editor
Last updated: 2026/07/20 at 3:20 PM
2 days ago
Share
સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું
SHARE

NEET મુદ્દે 23 દિવસની હડતાળ પછી બદલાયો એજન્ડા?

સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું

સંસદ તરફ કૂચ દરમિયાન ટિયર ગેસ અને પ્રદર્શનકારીઓની અટકાયતો, CJPના પ્રતિનિધિઓ જેપી નડ્ડાને મળ્યા

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ગાયબ, સંસદ માર્ચ વચ્ચે સરકાર-પ્રદર્શનકારીઓ વચ્ચે સમાધાનની અટકળો તેજ

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવાની માગ સાથે છેલ્લા 23 દિવસથી આમરણાંત ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકના વલણમાં અચાનક આવેલા બદલાવને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. અત્યાર સુધી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને કેન્દ્રમાં રાખીને ચાલી રહેલા આંદોલનમાં હવે વાંગચુકે જાહેર કરેલી ત્રણ નવી શરતોમાં રાજીનામાનો કોઈ ઉલ્લેખ ન હોવાથી સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે કોઈ અંદરખાને સમાધાન થયું હોવાની અટકળો ઉઠી રહી છે.
રવિવારે સોનમ વાંગચુકે પોતાના સોશિયલ મીડિયા પર હાથથી લખેલી નોંધ જાહેર કરીને જણાવ્યું હતું કે સરકાર શિક્ષણ વ્યવસ્થાની તાજેતરની ભૂલોની જવાબદારી સ્વીકારે, સંસદમાં શિક્ષણ મુદ્દે ચર્ચાની ખાતરી આપવામાં આવે અથવા તેમની તબિયત વધુ બગડતાં વિવિધ પક્ષોના સાંસદો અને નેતાઓ આવીને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી આપે તો તેઓ ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે. આ ત્રણેય શરતોમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગનો અભાવ નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે.
બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ સંસદ નજીક પહોંચતા પોલીસે બેરિકેડિંગ કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ તંગ બનતાં ટિયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અનેક પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશન સુધી પહોંચેલા કેટલાક પ્રદર્શનકારીઓ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા હતા.
આ દરમિયાન CJPના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાને મળવા પહોંચ્યા હતા. સૌરભ દાસે દાવો કર્યો કે સરકાર તરફથી ચર્ચા માટે પહેલ કરવામાં આવી છે. આ ઘટનાએ સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમાધાનની અટકળોને વધુ બળ આપ્યું છે.
વાંગચુક હાલ સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે હોસ્પિટલ પ્રશાસનને પત્ર લખીને સંસદ માર્ચમાં જોડાવા માટે ડિસ્ચાર્જ કરવાની માંગ કરી છે. બીજી તરફ, CJPના સ્થાપક અભિજીત દીપકે પણ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી હોવાનું જાહેર કર્યું છે. AISAના ત્રણ વિદ્યાર્થી નેતાઓએ પણ 23 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યો છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે શરૂઆતથી જ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને મુખ્ય મુદ્દો બનાવનાર આંદોલન હવે સંસદમાં ચર્ચા અને રાજકીય આશ્વાસન સુધી સીમિત થતું દેખાઈ રહ્યું છે. કેટલાક વરિષ્ઠ પત્રકારોએ તેને સરકારની વ્યૂહાત્મક સફળતા ગણાવી છે, જ્યારે કેટલાકના મતે સોનમ વાંગચુકની સતત બગડતી તબિયત અને લાંબા ઉપવાસને કારણે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.
દરમિયાન અમદાવાદમાં પણ સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. લો ગાર્ડન નજીક ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવીને અટકાયત કરી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

વાંગચુકની ત્રણ નવી શરતો

સરકાર શિક્ષણ વ્યવસ્થાની ભૂલોની જવાબદારી સ્વીકારે.
સંસદમાં શિક્ષણ મુદ્દે ચર્ચાની ખાતરી આપવામાં આવે.
તબિયત બગડે તો સાંસદો-નેતાઓ આવી ખાતરી આપે તો ઉપવાસ સમાપ્ત કરશે.

રાજીનામાની માગ કેમ બની ચર્ચાનો વિષય?

આંદોલનની શરૂઆતથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સૌથી મોટો મુદ્દો હતી. હવે નવી શરતોમાં તેનો ઉલ્લેખ ન હોવાથી વાંગચુકે પોતાનું વલણ નરમ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

સંસદ માર્ચ દરમિયાન ભારે હોબાળો

પ્રદર્શનકારીઓ સંસદ નજીક પહોંચતા પોલીસે બેરિકેડિંગ કર્યું, ટિયર ગેસ છોડ્યો અને અનેક લોકોને કસ્ટડીમાં લીધા. સંસદ વિસ્તારના તમામ ગેટ પર સુરક્ષા વધારવામાં આવી.

જેપી નડ્ડા સાથે CJPની મુલાકાત

CJPના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા આરોગ્યમંત્રી જેપી નડ્ડાને મળ્યા. સરકાર દ્વારા ચર્ચા માટે પહેલ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભૂખ હડતાળમાં મોટો ફેરફાર

CJPના સ્થાપક અભિજીત દીપકે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી. AISAના ત્રણ વિદ્યાર્થી નેતાઓએ પણ 23 દિવસ બાદ ઉપવાસ પૂર્ણ કર્યો.

અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન

લો ગાર્ડન નજીક સોનમ વાંગચુકના સમર્થનમાં અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન થયું. પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવી અનેકની અટકાયત કરી.

સમાધાન કે વ્યૂહરચના?

સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે અંદરખાને કોઈ સમજૂતી થઈ હોવાની અટકળો છે. જોકે, હજુ સુધી બંને પક્ષ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

You Might Also Like

રી-નીટનું પરિણામ જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય

દેશમાં હવે 1.36 લાખથી વધુ MBBS સીટ

દીવના વણાકબારા સમસ્ત ખારવા સમાજની નવી કારોબારીની સર્વાનુમતે વરણી

10 દિવસમાં 24,662 કરોડનું રોકાણ

18 જુલાઈ પછી મેઘરાજા કરશે ધમાકેદાર વાપસી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું
જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું

Editor By Editor 2 days ago
રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મેગા મીલેટ્સ ફાઈનલ યોજાયો
નીલાંબર વૈભવે ઝળહળતા શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
રી-નીટનું પરિણામ જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય
બામણબોર ચેકપોસ્ટે ટ્રકમાં સિરામીક પાવડરની બોરીઓ નીચે છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?