By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય

Editor
Last updated: 2026/05/16 at 4:08 PM
3 months ago
Share
પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય
SHARE

પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય

શાપરની પેઢીના સંચાલક સામે ફરિયાદ, રૂ.3.57 લાખનો સ્ક્રેપ લઈ ચૂકવણી કર્યા વગર ગાયબ થયો હોવાનો આક્ષેપ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં પ્લાસ્ટિક સ્ક્રેપના વેપારમાં વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી લાખોની છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી એક પેઢી પાસેથી શાપર ખાતેના વેપારીએ હપ્તાવાર રીતે 6274 કિલો પ્લાસ્ટિક સ્ક્રેપ મંગાવી લીધા બાદ રૂપિયા ચૂકવ્યા વગર ફોન બંધ કરી ગાયબ થઈ જતા આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. સમગ્ર ઘટનામાં રૂ.3.57 લાખની છેતરપીંડી થયાનો આક્ષેપ સાથે બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ બનાવ અંગે રૈયા રોડ પર આવેલા સવન સિગ્નેટ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ મનહરભાઈ રૂપારેલીયા (ઉંમર 52) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે શાપર ખાતે અક્ષર પોલીમર્સ નામની પેઢી ચલાવતા મેહુલ મનુ વિરજાનું નામ આપવામાં આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદી હિતેશભાઈએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના નાના ભાઈ જયેશભાઈ રૂપારેલીયાની માલિકીની પ્રકાશ પોલીમર્શ કંપની એમ.એમ. રૂપારેલીયા નામની પેઢી લાતી પ્લોટ વિસ્તારમાં જામનગર ટ્રાન્સપોર્ટ પાસે કુવાડવા રોડ પર આવેલી છે. પેઢીમાં પ્લાસ્ટિક સ્ક્રેપ અને પ્લાસ્ટિક દાણા રિસાયકલ કરવાનો વ્યવસાય કરવામાં આવે છે. હિતેશભાઈ પેઢીનું હિસાબ-કિતાબ સંભાળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી મેહુલ વિરજા સાથે વેપારી સંબંધો હતા. મેહુલ શાપર ખાતે અક્ષર પોલીમર્સ નામે પેઢી ચલાવતો હતો અને તેની જરૂરિયાત મુજબ પ્લાસ્ટિક સ્ક્રેપનો માલ સમયાંતરે મોકલવામાં આવતો હતો. અગાઉના વ્યવહારોમાં મેહુલ સમયસર ચેક અથવા આરટીજીએસ મારફતે પેમેન્ટ કરી દેતો હોવાથી બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો હતો.
આ વિશ્વાસનો લાભ લઈને મેહુલે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મોટા પ્રમાણમાં માલ મંગાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ તા. 7 ઓગસ્ટ 2025ના રોજ મેહુલ વિરજાએ ફોન કરી તાત્કાલિક પ્લાસ્ટિક સ્ક્રેપની જરૂર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે પોતાની બોલેરો ગાડી મોકલી હતી, જેમાં રૂ.93,936ની કિંમતનો 1648 કિલો પ્લાસ્ટિક સ્ક્રેપ ભરાવી મોકલવામાં આવ્યો હતો.
તે સમયે માલનું જીએસટી બિલ બનાવવા માટે મેહુલ પાસે જીએસટી નંબર માંગવામાં આવ્યો હતો. જોકે તેણે પછી મોકલી આપીશ, કહી સમય કાઢ્યો હતો. જેથી માત્ર માલનું ચલણ બનાવી સામાન મોકલી આપવામાં આવ્યો હતો. આ ઘટનાના માત્ર બે દિવસ બાદ એટલે કે તા. 9 ઓગસ્ટ 2025ના રોજ મેહુલ વિરજાએ ફરી સંપર્ક કરી વધુ માલની માંગણી કરી હતી. આ વખતે તેની તરફથી આઇસર ગાડી મોકલવામાં આવી હતી. જેમાં રૂ.2.63 લાખની કિંમતનો 4626 કિલો પ્લાસ્ટિક સ્ક્રેપનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. તે વખતે પણ જીએસટી નંબર આપવાનું ટાળવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
માલ પહોંચ્યા બાદ વેપારી પાસેથી બિલ બનાવવા અને પેમેન્ટ મેળવવા માટે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મેહુલ વિરજાનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. આ દરમિયાન લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળતા વેપારીઓને શંકા ગઈ હતી કે તેમની સાથે છેતરપીંડી થઈ રહી છે.
ફરિયાદ મુજબ લગભગ એક મહિના બાદ મેહુલ વિરજાનો ફરી ફોન આવ્યો હતો. તેણે કુલ 6274 કિલો પ્લાસ્ટિક સ્ક્રેપનો હિસાબ સ્વીકારી રૂપિયા 3,57,618ની બાકી રકમ ચૂકવવાની વાત કરી હતી તેમજ જીએસટી નંબર પણ આપી દેવાની ખાતરી આપી હતી. જોકે ત્યારબાદ ફરી સંપર્ક તૂટી ગયો હતો અને આજદિન સુધી ન તો પેમેન્ટ કરવામાં આવ્યું છે કે ન તો જીએસટી સંબંધિત વિગતો આપવામાં આવી છે. વેપારીને વારંવાર ટાળટૂળ અને ખોટી ખાતરી આપ્યા બાદ આખરે છેતરપીંડી થયાનું સ્પષ્ટ બનતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે હાલ આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. વેપારી વર્તુળોમાં આ ઘટનાએ ચકચાર મચાવી છે, કારણ કે લાંબા સમયથી ચાલતા વિશ્વાસના સંબંધોનો ગેરલાભ લઈ છેતરપીંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ મામલે માલ ક્યાં વપરાયો, આરોપીએ અન્ય વેપારીઓ સાથે પણ આવી રીતના વ્યવહાર કર્યા છે કે નહીં અને આર્થિક છેતરપીંડી પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

પોરબંદરમાંથી પસાર થતા NH-151 AD અને ૧૫૧ Kને ફોરલેન કરવા માંગણી

Editor By Editor 6 days ago
લોકમેળાની હરરાજીમાં આજે આઇસ્ક્રીમના ૧૭ પ્લોટનું ઓકશન, ઊંચી કિંમતે વેંચાયા
જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો
AIIMS પહોંચતા મણકા ખસી જાય તેવો રસ્તો, પાંચ ફૂટના ગાબડાનો આક્ષેપ
 વોર્ડ નં.૮ બિમારીનું ઘર, ૬૬૯ ઘરમાં મચ્છરના ઝુંડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?