વેલનાથ જયંતિ અંતર્ગત નીકળેલ શોભાયાત્રાનું સ્વાગત કરતા કેબીનેટ મંત્રી, ઘારાસભ્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
અષાઢી બીજના પાવન પર્વ અને સંત વેલનાથજી મહારાજની જન્મજયંતિ નિમિતે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા સહિતના આગેવાનો એ પારેવડી ચોક ખાતે ઉપસ્થિત રહી શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું તેમજ સંત વેલનાથજી મહારાજના પાવન દર્શન-પૂજનનો લાભ લીધો હતો.
શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ માટીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ સોમાભાઈ ભાલીયા, પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, ચુંવાળીયા કોળી સમાજના પૂર્વ પ્રમુખ વિરજીભાઈ સનુરા, વેલનાથ જયંતિ પ્રમુખ અરૂણાબેન મગવાનીયા, મહામંત્રી ચેતનભાઈ માણસુરીયા, કરશનભાઈ ભખોડીયા, વોર્ડ-૩ ભાજપ પ્રમુખ રણધીરભાઈ સોનારા, વોર્ડ-૪ના પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, વોર્ડ-૫ના પ્રમુખ પરેશભાઈ લીબાશીયા, વોર્ડ-૧૬ના પ્રમુખ હસુભાઈ કાચા, વોર્ડ-પના પ્રભારી રસીકભાઈ પટેલ, વોર્ડ–૬ના પ્રભારી સંજય ગોસ્વામી, કોર્પોરેટરો કાળુભાઈ કુંગશીયા, રાજશ્રીબેન માલવીયા, કંકુબેન ઉધરેજા, સ્મિતાબેન ગોહેલ, સંજય ચાવડા, દિલીપભાઈ લુણાગરીયા, અનિલ ચૌહાણ, પુનમબેન મોરવાડીયા, ધર્મિષ્ઠાબેન પરમાર, કોળી સમાજના આગેવાનો કાનાભાઈ ઉઘરેજા, વિજયભાઈ મેપાણીયા, સંજયભાઈ ઉધરેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સંતો-મહંતો, આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ સમાજના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ભક્તિમગ સંગીત, ઢોલ— નગારા, ધ્વજ-પતાકા અને ‘જય વેલનાથ’ ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભકિતમય અને આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠયો હતો.


