NEET પરીક્ષામાં પૂજીત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટના વિદ્યાર્થીઓનો ડંકો
ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની પાઠવી શુભેચ્છાઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલા NEET-2026ના પરિણામમાં ટ્રસ્ટના વિદ્યાર્થીઓ શ્રેયા વડગામા, આયુષી મછોયા, રિયા ચુડાસમા તથા રાજ લોખીલએ NEET પરીક્ષામાં ઉત્તમ ગુણ સાથે સફળતા પ્રાપ્ત કરી મેડિકલ ક્ષેત્રે આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો છે. વિદ્યાર્થીઓને આ ઝળહળતી સિદ્ધિ બદલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, ટ્રસ્ટી મંડળ, સમગ્ર જ્ઞાનપ્રબોધિની ટીમેં અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છેલ્લા 27 વર્ષથી જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, માર્ગદર્શન અને સર્વાંગી વિકાસની તક પૂરી પાડી રહ્યું છે. ટ્રસ્ટના અનેક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, IIT, C.A. તથા અન્ય ઉચ્ચ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં સફળતા મેળવી પોતાના કુટુંબના તારણહાર બન્યા છે.
ટ્રસ્ટ શિક્ષિત, સંસ્કારી અને આત્મનિર્ભર સમાજના નિર્માણના ધ્યેય સાથે સતત કાર્યરત છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડૉ.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી તેમજ કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, રાજુભાઈ શેઠ, પરેશભાઈ હુંબલ તથા વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ સતત જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ માહિતી માટે પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનો રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.


