રાજકોટના ચિત્રકાર વલ્લભભાઈનુ નામ આતરરાષ્ટીય ફલક પર ઝળહળ્યું
૬૬ ગોલ્ડ મેડલ અને ૨૫૫થી વધારે મેળવ્યાં એવોર્ડ
અગ્ર ગુજરાત, રાજકોટ
વલ્લભભાઈ એ કલામા અઘરો વિષય પિકટોરિરલ આર્ટ પસંદ કરી આપણાં રાષ્ટ્રીય પક્ષી મોરના 38000 થી પણ વધારે ચિત્ર કરી પોતાનું નામ ગિનિસ બુક, હારવર્ડ બુક, લંડન બુક, એશિયા બુક, દુબઈ બુક, યુ. એસ. એ. બુક ઉપરાંત કુલ 66 ગોલ્ડ મેડલ સાથે વલ્ડ રેકોર્ડ છે. 255 થી વધારે નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ છે, જેમાં મુખ્ય લાઈફ ટાઈમ એચિવમેન્ટ, રાજા રવિ વર્મા, નંદલાલ બોઝ, સુભાષચંદ્ર બોઝ, કલા ભૂષણ, રાષ્ટ્ર પ્રેરણા, વસુંધરા, વિન્સેટ વાન ગોઘ, સાલ્વા ડોર ડાલી, પાબ્લો પિકાસો, ભારત રત્ન, પદ્મશ્રી, અમેરિકન મેરિટ કાઉન્સિલ છે. સાર્ક દ્વારા બ્રિલિયન્સ એવોર્ડથી (કાઠમંડુ -નેપાળ ) ‘ પીસ ફોર ઓલ ‘ વલ્ડ આર્ટ કેમ્પ (જનકપુર – નેપાળ ) વિશિષ્ટ સન્માન. માત્ર 26 સેકન્ડમા કલર ચિત્ર કરી વલ્ડ રેકોર્ડ કર્યો. 12500 થી રેત શિલ્પની 3D કલાકૃતિઓનુ સર્જન કરેલ છે. મુબઈ એર ઈન્ડિયા માટે “નટરાજ ” અને “ગણેશ ” રેત શિલ્પ પસંદ થયેલ.
વલ્લભભાઈની કલાની નોંધ રાજય બહારના સમાચાર પત્રમા લેવામાં આવેલ છે. દુનિયાના પ્રખ્યાત મેગેઝીનમા મુખપૃષ્ટ સાથે સંપૂર્ણ કલા પરિચય લેવાયેલ છે. અમેરિકાની લુસિયાના રિસર્ચ યુનિવર્સિટી એ વલ્લભભાઈની વિશિષ્ટ નોંધ લઈ પી. એચ. ડી. ની માનદ ઉપાધિ આપી સન્માન કરેલ છે.
31, મેં 2026 ના રોજ “હિન્દુસ્તાન બુક ઓફ રેકોર્ડ ” દ્વારા આયોજિત “હિરોઝ ઓફ ઈન્ડિયા -2026” દેશના વિવિધ ક્ષેત્રના 250 વ્યક્તિના સન્માન થયેલ. કલા ક્ષેત્ર વિશિષ્ટ યોગદાન બદલ રાજકોટના વલ્લભભાઈનુ “લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – 2026 ” થી સન્માન થયેલ. આ કાર્યક્રમ હોટલ સુવર્ણ મહલ જયપુર (રાજસ્થાન) યોજાયો હતો.


