રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મેગા મીલેટ્સ ફાઈનલ યોજાયો
મીલેટ્સ અનાજ અને ઓછા ખાદ્ય તેલ સંરક્ષણ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વિજેતાઓને વિતરણ
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની “ઓછું તેલ, ઓછું ઈંધણ અને સ્વસ્થ જીવનશૈલી” અંગેની અપીલને ધ્યાનમાં રાખીને, તેમજ ગુજરાત મહિલા મોરચા પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરીયાની પ્રેરણાથી રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શહેરના તમામ વોર્ડમાં રસોડાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ રસોડા બેઠકોમાં બહેનોએ ઓછા તેલ અને ઓછા ઈંધણનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને નવીન વાનગીઓ તૈયાર કરી હતી. આ સમગ્ર અભિયાનના અનુસંધાને રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા ભવ્ય મેગા વાનગી સ્પર્ધાનું આયોજન રાજકોટ શહેર કમલમ કાર્યાલયમાં કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિવિધ વોર્ડમાંથી પસંદ થયેલી વિજેતા બહેનોએ પોતાની અવનવી, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા. આ પ્રસંગે 70થી વધુ બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામો અર્પણ કરીને તા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ લેવલે યોજાયેલ તેમજ આ મેગા મીલેટસ ફાઈનલના તમામ વિજેતાઓને રાજકોટ શહેર ભાજપ દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના સૌજન્યથી છત્રીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ શહરે પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા, યોગેન્દ્રસિંહ જાડેજા, મેયર નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, દંડક સંજયસિંહ રાણા, દ્વારા શુભકામના પાઠવામાં આવેલ હતી. આ તકે આ કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મીલેટસના આ મેગા ફાઈનલ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરના તમામ મહિલા કોર્પોરેટર બહેનો, શહેર મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી માધવીબેન જોગીયા, મયુરીબેન ભાલારા, રાજકોટ શહેર અને મહિલા મોરચા ના બેહનો નેહાબેન, અમીબેન, તૃષાબા, રીનાબા, વૈશાલીબેન, હર્ષિદાબેન, સોશ્યિલ મીડિયાના પાયલબેન, વૃંદાબેન, ચાંદનીબેન, નિનાબેન, તેમજ રાજકોટ શહેરના વોર્ડ નં. ૧ થી ૧૮ ના તમામ પ્રભારી બેહેનો, વોર્ડ મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રી, કારોબારીના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


