રાજકોટ ગુરુકુલમાં સંસ્કાર અને પ્રેરણા આપતો ભવ્ય ‘યુવતી સેમીનાર’ યોજાયો
જીવનમાં સુખ-શાંતિ ,સંતોષ પર સાંખ્યયોગી બહેનો દ્વારા પ્રવચનો અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગુરુકુલના પવિત્ર આંગણે યુવતીઓના સર્વાંગી ઘડતર માટે એક પ્રેરણાદાયી ‘યુવતી સેમીનાર’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં પૂજ્ય સાંખ્યયોગી બહેનો દ્વારા પ્રેરણાદાયી પ્રવચનો આપવામાં આવ્યા હતા, જે યુવતીઓ માટે જીવન માર્ગદર્શક બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન જીવનમાં સુખ-શાંતિ લાવનારા ‘સંતોષ’ વિષય પર સુંદર કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ આજના આધુનિક યુગમાં સંસ્કારોનું જતન કરવા માટે ‘પરિવારની ગરિમા’ વિષય પર વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સેમીનારમાં યુવતીઓએ ભૂતકાળની ભૂલોના પ્રાયશ્ચિત રૂપે ‘માફી પત્ર’ અને ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે ‘પ્રેરણા પત્ર’ નું ભાવનાત્મક લેખન કરીને પોતાના હૃદય હળવા કર્યા કર્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રાર્થના દ્વારા યુવતીઓનું ભગવાન સાથે દિવ્ય જોડાણ થયું હતું. કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે મનોરંજક રમતગમત અને જ્ઞાનવર્ધક ઓનલાઇન ટેસ્ટનું પણ સુંદર આયોજન કરાયું હતું. ગુરુકુલના આંગણે યોજાયેલો અને યુવતીઓને જીવન જીવવાની સાચી દિશા આપતો આ સેમીનાર સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયો છે.


