રાજકોટમાં JDF ના ૨૨ વર્ષની અવિરત સેવાના અવસરે ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે ‘મેગા ચેકઅપ કેમ્પ-૨૦૨૬’ યોજાશે
૫.પૂ. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના પાવન સાનિધ્યમાં બાળકોને પ્રાપ્ત થશે પ્રેરણાત્મક આશીર્વચન
ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોના હસ્તે થશે ઉદઘાટન
રાજકોટના ૧૦ જેટલા પ્રખ્યાત એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડોક્ટરો બાળકોનું ચેકઅપ કરી આપશે બહુમૂલ્ય માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
જેમનું જીવન પડકારો વચ્ચે પણ સ્મિત રેલાવવાની મથામણ છે, એવા ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકોની સેવામાં જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (JDF) – રાજકોટ છેલ્લા ૨૨ વર્ષથી નિઃસ્વાર્થ ભાવથી કાર્યરત છે. આ સફરના ૨૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, આગામી રવિવાર, ૭ જુન ૨૦૨૬ ના રોજ શહેરના શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડખાતે સવારે ૧૦:૦૦ કલાકે બાળકોના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક વિશેષ ‘મેગા ચેકઅપ કેમ્પ-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારંભમાં અધ્યક્ષસ્થાને આર્ષ વિદ્યા મંદિર-મુંજકાના પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહી પાવન સાનિધ્ય અને પ્રેરણાત્મક આશીર્વચન પાઠવશે, જે બાળકો અને પરિવારો માટે અંધકારમાં દીવા સમાન બની રહેશે. કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, ભાજપ પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ, સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ડો. દર્શિતા શાહના હસ્તે કરવામાં આવશે.
આ પ્રસંગે RMC મેયર નેહલભાઈ શુકલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સિદ્ધિ વિનાયક મોટર્સના MD મયુરસિંહ ઝાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક પંકજભાઈ રાવલ, PGVCL ના MD કેતનભાઈ જોશી, તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે.
આ મેગા કેમ્પમાં સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારશે. જેમાં દિપકભાઈ માટલીયા, RMC કોર્પોરેટર મનિષભાઈ ભટ્ટ અને ધૈર્યભાઈ પારેખ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જયદિપભાઈ જલુ અને મનસુખભાઈ વેકરીયા, મોદી સ્કૂલના રશ્મીકાંતભાઈ મોદી, ગીરિરાજ હોસ્પીટલના રમેશભાઈ ઠક્કર, પંચનાથ હોસ્પીટલના પ્રમુખ દેવાંગભાઈ માંક્ડ, સેલસ હોસ્પીટલના ડો. વી. બી. કાસુન્દ્રા, પ્રોફેશર ભાનુશંકરભાઈ પંડયા, ડો. રાહુલ લૈયા, અજરામર યુવા સંઘના પ્રમુખ હરમેશભાઈ ઠોસાણી, ઉદ્યોગપતિ નીરવભાઈ વખારીયા અને પરિનભાઈ સંઘવી, સાઈનોકેરના હેડ ઉત્તમસિંહ, શાપર-વેરાવળ GIDC પ્રમુખ અમૃતભાઈ ગઢિયા, મેટોડા GIDC પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ કોટડીયા, હોટલ ધ ફર્નના સંજયભાઈ ચંડીભમ્મર, આર્કિટેક અશોકભાઈ મિસ્ત્રી, વીતરાગ જવેલર્સના મુકેશભાઈ બાટવીયા, માલવીયા નગર પોલીસ સ્ટેશનનના પીઆઈ જે. એમ. કૈલા, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય હાજરી આપશે. સાથે જ જૈન શ્રેષ્ઠી જયેશભાઈ મહેતા, હિતેશભાઈ મહેતા, કમલેશભાઈ શાહ અને કૌશિકભાઈ શાહ, સીએ નીતિનભાઈ કામદાર, જયંતભાઈ અગ્રવાલ, મુકેશભાઈ જલુ, કેન્સર કેર ફાઉન્ડેશનના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકી અને વર્ષાબેન દોશી, RK યુનિવર્સિટીના ખોડિદાસભાઈ પટેલ, અમદાવાદ ડાયાબેસ્ટીસ ફાઉન્ડેશન ફાઉન્ડર જાઝ શેટ્ટી, ખોડલધામ ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા, સદ્ભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા, બેસ્ટ ટુર્સ-ટ્રાવેલ્સના દિપકભાઈ કારીયા, જીગ્નેશભાઈ પુંજાણી, ધૈરવભાઈ શાહ, મેડટ્રોનિક ઈન્ડિયાનારિઝનલ મેનેજર ચેતનભાઈ દવે અને કલાસિક આર્ટના અમિતભાઈ દોશી પણ ઉપસ્થિત રહેશે.
ટાઈપ-૧ ડાયાબિટીસમાં બાળકોની ‘લાઈફ લાઈન’ સમાન સૌરાષ્ટ્ર-કચ્છના નિષ્ણાંત એન્ડોક્રાઈનોલોજીસ્ટ તબીબો ડો. નિલેશ દેત્રોજા, ડો. પંક્જ પટેલ, ડો. હર્ષ દુર્ગીયા, ડો. સાગર બરાસરા, ડો. તપન પારેખ, ડો. કૌશલ શેઠ, ડો. બ્રીજ તૈલી, ડો. ક્રિન્ના મોરી, અને પીડીયાટ્રીક એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડો. ચેતન દવે તથા ડો. ઝલક શાહ ઉપાધ્યાય ઉપસ્થિત રહી બાળકોનું ચેકઅપ કરી માર્ગદર્શન પૂરું પાડશે.
એક અનોખા અને નિરંતર અભિયાન હેઠળ ચાલતા આ સેવાકીય યજ્ઞને સફળ બનાવવા માટે નિમિત્તમાત્ર એવા સંસ્થાના અગ્રણીઓ અપુલ દોશી, કમલનયન સોજીત્રા, અનીશ શાહ, રોહિત કાનાબાર, હરિકૃષ્ણ પંડયા, અમિત દોશી, અને મિતેષ ગણાત્રા સાથોસાથ જેનિષ કાંજિયા, પારસ દોશી, સાવન કાનાબાર, મિલન પંડયા, મૈત્રી દોશી, ઋષિલ દવે, કાજલ ઢોલરીયા, રાહુલ રાઠોડ,વિધિ દોશી, બીના દવે, નેહલ કવા,મિહિર સાકરીયા, મેધા સાકરીયા, મીના સચદે, પાર્થ સચદે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


