સોનમ વાંગચુકના સમર્થનમાં
રાજકોટ લોકસંસદ વિચાર મંચ દ્વારા આવતીકાલે ધરણા કાર્યક્રમ યોજાશે
ભકિતનગર સર્કલ ખાતે ધરણામાં જોડાવવા નાગરિકોને અપીલ : શિક્ષણમંત્રીના રાજીનામાની કરાશે માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
દિલ્હી ખાતે જંતર મંતર પર દેશના સાયન્ટીસ્ટ સોનમ વાંગચુક સડક પર છે અને છેલ્લા ૨૦ દિવસથી અનશન પર છે. તેમનું વજન પણ ઘટી ગયું છે. સોનમ વાંગચુકે લદ્દાખમાં પાણી જેવી સમસ્યા હલ કરી છે. ૪૦ ડિગ્રી તાપમાનમાં દેશના જવાનોને ઠંડીમાં ગરમી મળી રહે તેવા ઘરો બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને નામના અપાવનાર સોનમ વાંગચુકનો પરિચય દેશના યુવાનોને આજે આપવો ન પડે જંતર મંતર ખાતેની લડતમાં તેઓનો કોઇ વ્યકિતગત સ્વાર્થ નથી પરંતુ દેશના યુવાનો, વિદ્યાર્થીઓ માટે અને આપણાં બાળકોના ભવિષ્ય માટે તેમની લડત છે. આ લડતને શહેરની સામાજીક સંસ્થાઓએ સંપૂર્ણ પણે ખુલ્લો ટેકો આપવામાં આવે છે સરકારમાં ૫૬ ઇંચની છાતી ધરાવનારા કોઇ નેતા કે મંત્રીઓ જંતર મંતર પર ન ફરકતાં યુવાનોમાં ભારે આક્રોશ ભભૂકયો છે.
નીટની પરીક્ષાતાના પેપરો ફૂટી ગયા, ૨૦ યુવાનોએ આત્મહત્યા કરી પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી. સરકાર પ્રશ્નોથી કેમ ડરે છે. સંવાદ કે પત્રકાર પરિષદથી કેમ ભાગે છે. દરેક આંદોલનમાં વિદેશી ષડયંત્ર કેમ લાગે છે. રામ મંદિર દાન ચોરીમાં ચંપતરાયે રાજીનામુ આપવું પડયું તો દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પરીક્ષા પધ્ધતિની નિષ્ફળતા અને દેશના યુવાનોની આત્મહત્યાના પગલે રાજીનામુ શા માટે ન આપી શકે.
સોનમ વાંગચુકની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે આવતીકાલે ધરણામાં પ્રાર્થના કરાશે અને સરકારને પણ સદબૃધ્ધિ આપે તે માટે ધરણાનું આયોજન વોર્ડ નં.૧૪ના ૮૦ ફૂટ રોડ ભકિતનગર સર્કલ ખાતે લોકસંસદ વિચાર મંચના નેજા હેઠળ સામાજીક સંસ્થાઓના આગેવાનો, એડવોકેટ મિત્રો, વિદ્યાર્થી, યુવાનો, જાગૃત નાગરિકો દ્વારા ધરણાંનો કાર્યક્રમ આવતીકાલ તા.૧૯-૭ને રવિવારે સાંજે ૬:3૦ થી રાત્રીના ૮:૦૦ સુધી દોઢ કલાક યોજવામાં આવશે તો આ ધરણામાં રાજકીય, સામાજીક આગેવાનો, કોર્પોરેટરો, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો સર્વેને કાર્યક્રમમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ અંગેની માહિતી આપવા અગ્ર ગુજરાત કાર્યાલય ખાતે પધારેલ સંસ્થાના આગેવાનો પ્રવિણભાઇ લાખાણી, દિલીપભાઇ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, ગજેન્દ્રસિંહ ઝાલા, નટુભા ઝાલા, અશોકભાઇ પટેલ, સલીમભાઇ કારીયાણીયા, જયંતીભાઇ હીરપરા, કમલેશભાઇ જોટંગીયા, રમેશભાઇ રાજપુત સહિતના આગેવાનો પધાર્યા હતાં.


