રાજકોટ મનપાની રોશની સમિતિ દ્વારા ‘એક વોર્ડ – એક દિવસ, સેવક આપને દ્વાર’ અભિયાનનો વોર્ડ નં.૧થી પ્રારંભ
ભાજપ પ્રમુખ માધવ દવે અને મહામંત્રી લલિત વાડોલીયાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્ટ્રીટ લાઇટ સંબંધિત ફરિયાદોના ઝડપી, પારદર્શક અને અસરકારક નિવારણના હેતુથી રોશની સમિતિના ચેરમેન પરેશભાઈ ઠાકરના ઉપક્રમે “એક વોર્ડ – એક દિવસ, સેવક આપને દ્વાર” ફરિયાદ નિવારણ કાર્યક્રમનો શુભ પ્રારંભ વોર્ડ નં. ૧થી કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવે અને શહેર મહામંત્રી લલિત વાડોલીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોશની સમિતિના ચેરમેન ડૉ. પરેશભાઈ ઠાકર, વાઇસ ચેરમેન રાજશ્રીબેન માલવીયા, રોશની સમિતિના સભ્યો રીટાબેન સખીયા અને રાજેશભાઈ સાગઠીયા, કાયદો અને નિયમન સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજા, કોર્પોરેટર સેજલબેન ચૌધરી, અંજનાબેન મોરજરિયા, વોર્ડ નં.૧ના પ્રમુખ નાગજીભાઈ વરુ, મહામંત્રી રાણા ગોજીયા, ભાજપ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળ, કાર્યાલય સહમંત્રી શૈલેષ દવે, ગ્રાહક પંચાયતના સભ્ય ચેતન મજેઠીયા, સંજય દોશી, અવી મકવાણા, રોશની સમિતિના અધિકારી ભાવેશ જીવાણી, સિટી એન્જિનિયર, અધિકારીઓ તેમજ કર્મચારીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સફળ આયોજન બદલ રોશની સમિતિના ચેરમેન ડૉ. પરેશ ઠાકરનું શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવે, મહામંત્રી લલિતભાઈ વાડોલીયા, કોર્પોરેટરો તથા વોર્ડ પ્રમુખના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રોશની સમિતિના અધિકારીઓ, સિટી એન્જિનિયર, ફોરમેન, ડ્રાઈવર તથા કર્મચારીમિત્રોનું કંકુ-તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોના ઝડપી અને સંવેદનશીલ નિરાકરણ માટે “ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ” ના સૂત્રને આત્મસાત કરીને નાગરિકોને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.


